Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેતન્યાહુએ કહ્યું- હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો:લેબનોનમાંથી ઇઝરાયલી સેના હટાવવાની ચોખ્ખી ના પાડી દીધી; અમેરિકા-ઈરાનની વાતચીત ફરી શરૂ

    21 hours ago

    ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે લોકો એવું સમજે છે કે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર કામ કરે છે, પરંતુ આ સાચું નથી. યરૂશાલેમમાં આયોજિત એક સમિટમાં બોલતા નેતન્યાહૂએ કહ્યું, "અમેરિકામાં લોકો કહે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તે જ કરે છે જે હું તેમને કહું છું. જ્યારે ઇઝરાયલમાં કેટલાક લોકો વિચારે છે કે હું તે જ કરું છું જે ટ્રમ્પ ઇચ્છે છે. પરંતુ બંને વાતો ખોટી છે." ઇઝરાયલી પીએમએ કહ્યું કે ઇઝરાયલ અને અમેરિકા નજીકના સહયોગી ચોક્કસ છે, પરંતુ બંને દેશોના પોતાના હિતો છે અને દરેક મુદ્દે તેમનો મત એક સરખો હોતો નથી. નેતન્યાહૂએ પુનરોચ્ચાર કર્યો કે ઇઝરાયલ, ઇરાનને પરમાણુ હથિયારો પ્રાપ્ત કરવા દેશે નહીં. તેમણે કહ્યું કે તેમની સરકાર આ અંગે કોઈ સમાધાન કરશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી જરૂરિયાત અનુભવાશે ત્યાં સુધી ઇઝરાયલી સેના દક્ષિણ લેબનોનમાં રહેશે. આ દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાતચીત બીજા દિવસે શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તીખા નિવેદનોને કારણે તણાવપૂર્ણ રહ્યો હતો. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. ટ્રમ્પે કહ્યું હિઝબુલ્લાહને રોકો, નહીં તો ફરી હુમલો કરીશું: ટ્રમ્પે કહ્યું કે ઈરાન લેબનોનમાં તેના સમર્થક હિઝબુલ્લાહને તરત રોકે. તેમણે ચેતવણી આપી કે જો આવું નહીં થાય તો અમેરિકા ગયા અઠવાડિયા કરતાં પણ વધુ કડક કાર્યવાહી કરશે. 2. વેન્સે કહ્યું- અમેરિકા અને ઈરાન મળીને શાંતિ માટે કામ કરશે: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું કે વાતચીતમાં સારી પ્રગતિ થઈ છે. તેમના મતે, બંને દેશો મળીને શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપી શકે છે અને ટ્રમ્પ આગામી 10 વર્ષમાં પશ્ચિમ એશિયાની તસવીર બદલવા માંગે છે. 3. હોર્મુઝ સ્ટ્રેટ પર સસ્પેન્સ વચ્ચે અમેરિકા બોલ્યું- 24 કલાકમાં 67 જહાજ પસાર થયા: ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાના દાવા છતાં અમેરિકી ઊર્જા મંત્રી ક્રિસ રાઈટે કહ્યું કે દરિયાઈ ટ્રાફિક ચાલુ છે. અમેરિકાએ વૈકલ્પિક માર્ગ પણ ખોલ્યો છે અને જહાજોને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. 4. લેબનોનમાં મૃત્યુઆંક 4,100ને પાર: લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 2 માર્ચથી અત્યાર સુધીમાં 4,106 લોકોનાં મોત થયા છે અને 12,153 લોકો ઘાયલ થયા છે. જ્યારે, ઇઝરાયલી સેના પ્રમુખ ઇયાલ ઝમીરે કહ્યું કે હિઝબુલ્લાહ સાથેની લડાઈ ફરી શરૂ થઈ શકે છે. 5. ઈરાનનો દાવો- કતરમાં ફસાયેલા 6 અબજ ડોલર મળશે: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાને કહ્યું કે અમેરિકા સાથે થયેલા પ્રારંભિક કરાર હેઠળ કતરમાં જમા ઈરાનના 6 અબજ ડોલર પાછા મળશે. તેમણે દાવો કર્યો કે કરારની શરતો તેહરાનની તરફેણમાં છે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    જાહ્નવી કપૂરે પહેર્યો બોયફ્રેન્ડના નામનો નાઈટસૂટ:ટી-શર્ટ પર લખ્યું હતું- જો હું ખોવાઈ જાઉં તો શિખર પહાડિયાને પાછી આપી દેજો
    Next Article
    ભારતીય સરહદથી ફરી થશે કૈલાસ પર્વતના દર્શન:સુરક્ષા કારણોસર રોક લગાવવામાં આવી હતી, સેના-ITBP સાથે ચર્ચા કર્યા બાદ પ્રશાસન SOP તૈયાર કરી રહ્યું છે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment