Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો:પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, લોકોએ ઠંડક અનુભવી

    14 hours ago

    નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયના ઇન્તજાર બાદ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન નાગરિકોને વરસાદી ઝાપટાં પડતાં મોટી રાહત મળી હતી. આ વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નવસારીના પશ્ચિમ અને પૂર્વ ભાગમાં આવેલા ઇટાળવા અને જમાલપોર સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ હળવા વરસાદને કારણે રસ્તાઓ ભીના થયા હતા અને ધગધગતી ધરતી શાંત પડતાં વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી હતી. સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનાની શરૂઆતમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે. જોકે, આ વર્ષે વૈશ્વિક હવામાન પેટર્ન 'અલ-નીનો' અને વાવાઝોડાની સાયક્લોનિક અસરોને કારણે ચોમાસાનું આગમન ઘણું લંબાયું છે. જૂન મહિનો અંત તરફ હોવા છતાં, હજુ સુધી સાર્વત્રિક અને વાવણી લાયક વરસાદ પડ્યો નથી. વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ છે. ચોમાસું મોડું શરૂ થતાં નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની વાવણીની કામગીરી પણ લંબાઈ ગઈ છે. આજના વરસાદથી વાતાવરણમાં ઠંડક આવી છે, પરંતુ ખેડૂતો હવે સાર્વત્રિક વરસાદની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ ખેતરોમાં વાવણીની શરૂઆત કરી શકે.
    Click here to Read More
    Previous Article
    250kmphની ઝડપે BMW ડિવાઈડર સાથે અથડાઈ, 2નાં મોત:કારનું એન્જિન 30 મીટર દૂર જઈને પડ્યું, બર્થડે પાર્ટી મનાવીને પાછા ફરી રહ્યા હતા
    Next Article
    Messi On Cusp Of All-Time FIFA World Cup Record As Argentina Face Austria

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment