Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર ગુરુકુળમાં ડિંગલ પિંગળ પ્રશિક્ષણ કાર્યશિબિર યોજાઈ:લોકસાહિત્યના અભ્યાસ અને સંવર્ધન પર માર્ગદર્શન અપાયું

    11 hours ago

    સુરેન્દ્રનગરના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે લોકસાહિત્ય પરિવાર, સુરેન્દ્રનગર દ્વારા "ડિંગલ પિંગળ પ્રશિક્ષણ કાર્યશિબિર"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશિબિરમાં લોકસાહિત્ય અને ડિંગલ-પિંગળ સાહિત્યના અભ્યાસ, પરંપરા અને તેના સંવર્ધન અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા વક્તાનરપતદાન આશિયાએ ડિંગલ-પિંગળ સાહિત્યના ઐતિહાસિક મહત્વ, તેની ભાષાશૈલી અને વર્તમાન સમયમાં તેના જતન-સંવર્ધનની આવશ્યકતા પર પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમમાં પૂજ્ય મહાત્મા સ્વામી, ભૂપેન્દ્રભાઈ દવે, લોકસાહિત્યકાર ગોપાલભાઈ બારોટ, ડૉ. સી.ટી. ટૂંડિયા, સુરેશભાઈ રબારી, રામભાઈ ગઢવી, અશોકભાઈ સોની અને જ્યોતીન્દ્ર પંચોળી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યશિબિરની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાહિત્યકાર ગિરીશભાઈ ગઢવી દ્વારા અસરકારક રીતે કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સાહિત્યપ્રેમીઓ અને યુવા શિબિરાર્થીઓએ ડિંગલ-પિંગળ સાહિત્ય અંગે ઉપયોગી માર્ગદર્શન મેળવી આ કાર્યશિબિરને જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી ગણાવી હતી.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરત શહેરના ટોપ-5 ન્યૂઝ, VIDEO:22 કેન્દ્રો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, છરી સાથે આતંક મચાવનારા આસિફ ગાંડાની સાન ઠેકાણે આવી
    Next Article
    મોટા-મોટાના શ્વાસ ફૂલી જાય, ત્યાં તિરંગો લહેરાવ્યો:કાતિલ ઠંડી ને ઓક્સિજનની અછત, જામનગરના 9 વર્ષના વિહાને 17,350 ફૂટ ઊંચું ફ્રેન્ડશીપ શિખર સર કર્યું; દેશનો સૌથી નાનો પર્વતારોહક બન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment