Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ ટીમમાંથી બહાર:ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગિલ વન-ડે કેપ્ટન હશે, શ્રેયસ વાઇસ કેપ્ટન; વિરાટ-બુમરાહનું કમબેક; હાર્દિક ઈજાના કારણે બહાર

    1 day ago

    BCCIએ રવિવારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વન-ડે ટીમની જાહેરાત કરી દીધી છે. શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો છે. શ્રેયસ અય્યર વાઇસ કેપ્ટન છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ સ્ક્વોડનો હિસ્સો છે. સાથે જ જસપ્રીત બુમરાહ પણ પરત ફર્યો છે. તો ઈજાના કારણે હાર્દિક પંડ્યાને સિલેક્ટ કર્યો નથી. ઇંગ્લેન્ડ સામેની આ સિરીઝને 2027 વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ પ્રવાસ પર પાંચ T20 અને ત્રણ વન-ડે મેચ રમાશે. T20 ટીમની જાહેરાત પહેલા જ થઈ ચૂકી છે. શ્રેયસ અય્યર T20 ટીમનો કેપ્ટન છે. અફઘાનિસ્તાન સામેની ત્રીજી વન-ડેમાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલને ટીમમાં જગ્યા મળી નથી. યશસ્વીને ઇજાગ્રસ્ત વિરાટ કોહલીના સ્થાને અફઘાનિસ્તાન સામેની વન-ડે ટીમમાં પસંદ કર્યો હતો. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય વનડે ટીમ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, ગુરનૂર બરાર. વરુણ ચક્રવર્તી આયર્લેન્ડ T20 સિરીઝમાંથી બહાર વરુણ ચક્રવર્તી ઇજાના કારણે આયર્લેન્ડ સામેની T20 સિરીઝ રમી શકશે નહીં. તેની આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ બંને સિરીઝ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી હતી, પરંતુ હાલમાં તે બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સ (COE)માં રિહેબ કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામે તેની ઉપલબ્ધતા તેની ફિટનેસ પર આધાર રાખશે. BCCIના જણાવ્યા અનુસાર, તેની વાપસી અંગેનો અંતિમ નિર્ણય મેડિકલ ટીમની સલાહ બાદ લેવામાં આવશે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમ શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ.
    Click here to Read More
    Previous Article
    વૈભવે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, 11 બોલમાં ફિફ્ટી:50 ઓવરના ક્રિકેટમાં સૌથી ઝડપી હાફ સેન્ચુરી, ફાઈનલમાં 29 બોલ પર 94 રન બનાવ્યા; SL-Aની 7 વિકેટ પડી
    Next Article
    રાધિકા અને નીતા અંબાણીના અમિતાભ સાથે ગપાટા, VIDEO:સુપ્રિયા સુલેની દીકરીના લગ્નમાં શાહરુખે મનમૂકીને ડાન્સ કર્યો; સેલેબ્સનો જમાવડો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment