Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર મેડિકલ કોલેજના પૂર્વ કર્મચારીના ડીન કચેરીએ ધરણા:મજૂર અદાલતના આદેશ બાદ ફરી નોકરી પર લેવા માંગણી

    8 hours ago

    જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના પૂર્વ કર્મચારી કમલેશ રણછોડભાઈ પરમારે ડીન કચેરી સામે ધરણા કર્યા હતા. તેઓ મજૂર અદાલતના આદેશ બાદ નોકરીમાં ફરી રાખવાની માંગ કરી રહ્યા છે. પરમારના જણાવ્યા અનુસાર, તેમને નોકરીમાંથી છૂટા કરાયા બાદ તેમણે મજૂર અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. અદાલતે તેમને ફરીથી નોકરીમાં લેવાનો આદેશ કર્યો છે, જેની નકલ ડીન કચેરીમાં જમા કરાવવામાં આવી છે. ડીન કચેરી દ્વારા પરમારને જણાવવામાં આવ્યું છે કે આદેશની નકલ ગાંધીનગરની વડી કચેરીને મોકલવામાં આવી છે. ત્યાંથી જવાબ મળ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, કમલેશ પરમાર સરકારના કાયમી કર્મચારી ન હતા, પરંતુ કોન્ટ્રાક્ટ એજન્સી મારફત વર્ગ-4 માં ફરજ બજાવતા હતા. તેમને અમુક ચોક્કસ કારણોસર નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. મજૂર અદાલતે એજન્સીને તેમને ફરીથી ફરજ પર લેવાનો આદેશ આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    NCC 8 ગુજરાત નેવલ યુનિટે યોગ દિવસ ઉજવ્યો:જામનગરમાં રોઝીપોર્ટ અને સજુબા ગર્લ્સ હાઇસ્કૂલમાં કેડેટ્સે યોગ કર્યા
    Next Article
    CJP Protest में किसने की मारपीट? छात्र ने लगाया Delhi Police पर लाठीचार्ज का आरोप! Jantar Mantar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment