Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં વોકેથોન અને સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જામનગર મહાનગરપાલિકાના સહયોગથી આયોજન

    9 hours ago

    જામનગરમાં તા. 20 જૂન, 2026 ના રોજ વિઝન ક્લબ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વોકેથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લાખોટા તળાવ પાસે આવેલા એમ.પી. થિયેટર ખાતે યોજાયો હતો.આ વોકેથોન સ્પર્ધામાં તમામ સ્પર્ધકોને ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન ભારતીય સાડીમાં ફરજિયાત ભાગ લેવા જણાવાયું હતું. ભારતીય સાડીના ડ્રેસ કોડ સાથે તમામ ઉંમરની મહિલા સ્પર્ધકોએ સુંદર રેમ્પ વોક રજૂ કર્યું હતું. તેમાંથી મુખ્ય પસંદગી પામેલી વિજેતા મહિલાઓને સન્માનિત કરી ઇનામ પણ આપવામાં આવ્યા હતા.વોકેથોન સાથે જ જામનગર પોલીસના સાયબર સેલ અને મહિલા સી ટીમનાં અધિકારીઓની હાજરીમાં સાયબર અવેરનેસ પ્રોગ્રામનું પણ માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ મહિલાઓને સાયબર સુરક્ષા અંગે જાગૃત કરવાનો હતો.કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વિઝન ક્લબ વચ્ચે એક મહત્વપૂર્ણ એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ હવેથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમના દરેક કાર્યક્રમ વિઝન ક્લબ સાથે મળીને યોજશે.આ ઇવેન્ટમાં વિઝન ક્લબની મહિલાઓ ઉપરાંત જુદા-જુદા ગ્રુપોમાં જોડાયેલી મહિલા અગ્રણીઓ, કોર્પોરેટર બહેનો, સામાજિક મહિલા કાર્યકરો, વિવિધ મંડળોની મહિલા આગેવાનો અને અનેક સંગઠનોની મહિલા હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. આ ઉપરાંત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકોએ સમૂહ યોગાભ્યાસ કર્યો, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ યોગાભ્યાસ કર્યો
    Next Article
    Kanpur Live: अंतरराष्ट्रीय योग दिवस पर योगमय हुआ कानपुर, दबंगों ने गली में फेंके देशी बम

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment