Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા નજીક અલ્ટો કાર પલટી, બેનાં મોત:ચાર મિત્ર કામ પતાવી ઘરે પરત ફરતાં અકસ્માત નડ્યો, સાળા-બનેવીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, બે ગંભીર રીતે ઘાયલ

    1 day ago

    ગોધરા નજીક જૂના મોર ડુંગરા પાસે એક અલ્ટો કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સાળા-બનેવીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય બે યુવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પલટી પ્રાથમિક માહિતી અનુસાર, ગોધરાથી શહેરા તરફ જઈ રહેલી અલ્ટો કારના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી. ચાર મિત્ર અંગત કામ અર્થે અલ્ટો કાર લઈે ગોધરા આવ્યા હતા શહેરા તાલુકાના ધાંધલપુર અને છાયના ગામના ચાર મિત્ર કોઈ અંગત કામ અર્થે અલ્ટો કાર લઈને ગોધરા આવ્યા હતા. ગોધરાથી પોતાનું કામ પતાવીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન જૂના મોર ડુંગરા પાસે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં કિરણ દિનેશભાઈ પટેલ અને મહેશભાઈ ખાંટનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે હિતેન્દ્ર પટેલ અને અન્ય એક મહેશ નામના યુવાનને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસે બંને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલના પી.એમ. રૂમ ખાતે મોકલી આપ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘Not your yaar, I am your mother’: Pooja Bedi on parenting boundaries; What an expert says
    Next Article
    યોગમય ગુજરાત; અમદાવાદમાં અમિત શાહે તો ગાંધીનગરમાં દાદાએ યોગ કર્યા:રાજકોટમાં બાળકો-મહિલાઓના પાણીમાં યોગાશન; રેસકોર્સ લોકોથી ઉભરાયું; ફૂટબોલ ગ્રાઉન્ડનો ડ્રોન વીડિયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment