Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૂવો ખોદતી વખતે પડી ગયેલા રાજસ્થાની યુવકનું મોત:ફેસબુક મારફત મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી યુવતી ઉપર દુષ્કર્મના કેસમાં આરોપી કોન્સ્ટેબલની જામીન અરજી કોર્ટે ફગાવી

    12 hours ago

    5 માર્ચ, 2026ના રોજ રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ અમિતસિંહ ચૌહાણ વિરુધ્ધ અપરણિત હોવાની ખોટી ઓળખ આપી લગ્નની લાલચે દુષ્કર્મ આચાર્ય અંગે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં પોલીસે ગુનો નોંધી આરોપી કોન્સ્ટેબલ અમિતસિંહની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. દરમિયાન જેલમાં રહેલા આરોપીએ જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા હાજર રહી જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, આરોપી વિરુદ્ધ સમાજ વિરોધી ગુનો નોંધાયેલો છે. આરોપી પોતે પોલીસ કોન્સ્ટેબલ છે અને તે કાયદાના જાણકાર છે તેમને કાયદાનું રક્ષણ કરવાનું હોવા છતાં તેજ કાયદાનો ભંગ કરે તે યોગ્ય નથી. દુષ્કર્મના ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં જે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ ટી. એસ. બ્રહ્મભટ્ટએ આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે. સોની વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો ગઈકાલે બપોરે 12 વાગ્યાં આસપાસ પોતાની જ્વેલર્સની દુકાનમાં હતા ત્યારે એસિડ પી ગયા હતા. દુકાનમાં કામ કરતા અન્ય બંગાળી કારીગરને જાણ થતા પરિવારને જાણ કરી હતી અને વેપારીને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ પુછપરછમાં વેપારીના માતાએ જણાવ્યું કે, વેપારી હાર્દિકભાઈ અને વિનોદભાઈએ સોનાનો માલ ઘરેણાં બનાવવા આપ્યો હતો. જેના હિસાબ દરમિયાન અમૂક માલ આપવાનો બાકી હશે, જે થોડું થોડું કરી પરત આપવાની વ્યાપારિક સહમતી હતી. તેમ છતાં છેલ્લા 7 મહિનાથી હાર્દિક અને વિનોદ પોતાનો હિસાબ બાકી છે. તેમ કહીં વેપારીને ધાક ધમકી આપતાં હતા. તેજસભાઈએ જે માલ પાછો આપી દીધો તેને વ્યાજમાં ગણતા હતા અને મુળ માલ અને વ્યાજની રકમ આપવી પડશે તેમ કહીં અવાર નવાર માર મારવાની અને મારી નાખવાની ધમકી આપતાં હતા. હાલ ભક્તિનગર પોલીસે વેપારીનું નિવેદન લેવા તજવીજ હાથ ધરી છે. કુવો ખોદતી વખતે પડી ગયેલા રાજસ્થાની યુવકનું મોત મધુરામ હળવતરામ બાવરી (ઉં.વ.28) 12 જૂન, 2026ના રોજ ખંભાળામાં કૂવો ખોદતી વખતે પડી જતા માથામાં અને શરીરે ઈજા થતા એઈમ્સ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. અહીં 19 જૂને સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. મધુરામ મૂળ રાજસ્થાનનો વતની હતો અને તે છેલ્લા દોઢ મહિનાથી ખંભાળા ગામે પંચાયતનો સરકારી કૂવો ગાળવાનું કામ કરતો હતો અને અહીં પરિવાર સાથે રહેતો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન રાત્રે પણ ચાલુ:સાંજ સુધીની પરવાનગી હતી; સ્થાપક દીપકે બોલ્યા- શિક્ષણ મંત્રી પ્રધાનના રાજીનામા સુધી હટશે નહીં
    Next Article
    Ambalal vs Jayant Pandya Debate Exclusive | ન્યુઝ18 ગુજરાતી પર અંબાલાલ vs જયંત પંડ્યા સામસામે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment