Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના કોર્પોરેટરે પુત્રના જન્મદિવસે ધાર્મિક યાત્રા યોજી:મુસ્લિમ પરિવારોને અજમેર, હિન્દુઓને દ્વારકા પ્રવાસ કરાવ્યો

    14 hours ago

    પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોંગ્રેસના નગરસેવક વિપુલભાઈ ઠક્કરે તેમના પુત્ર નીલના પ્રથમ જન્મદિવસ નિમિત્તે એક ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રા અંતર્ગત મુસ્લિમ પરિવારના સભ્યોને અજમેર શરીફ અને હિન્દુ પરિવારના સભ્યોને દ્વારકાધીશના દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા. આ પ્રવાસ શુક્રવારે સાંજે ઠક્કરના મતવિસ્તાર મીરા દરવાજા અને ગુલશનગર વિસ્તારમાંથી શરૂ થયો હતો. કુલ આશરે 70 મુસ્લિમ સભ્યો અજમેર શરીફની યાત્રાએ ગયા હતા, જ્યારે 100 હિન્દુ સભ્યો દ્વારકાધીશના દર્શન માટે રવાના થયા હતા. યાત્રાળુઓની સુવિધા માટે બે એસી કોચ સ્લીપિંગ લક્ઝરી બસ અને એક ટેમ્પો ટ્રેકની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રવાસ દરમિયાન તમામ યાત્રાળુઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આ યાત્રાના પ્રારંભ પૂર્વે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, વિલાજ ગ્રુપના લાલેશભાઈ ઠક્કર, જગદીશભાઈ ઉર્ફે જેડી ઠક્કર અને કોર્પોરેટર વિપુલભાઈ ઠક્કર સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ ઠક્કર સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાળુઓને શુભકામનાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગર રૂરલ અંડર-16 ક્રિકેટ ટીમનું સિલેક્શન:સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તારીખ અને સ્થળ જાહેર
    Next Article
    Ambalal vs Jayant Pandya Live | ન્યુઝ18 ગુજરાતી પર અંબાલાલ vs જયંત પંડ્યા સામસામે | debate | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment