Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં સપ્લાય કરનારા આરોપીઓ ઝડપાયા:પોલીસની કડકાઈથી સુરતમાં ડ્રગ્સની શોર્ટેજ થતા વધુ નફાની લાલચ જાગી, ત્રણ સાગરીતો જેલભેગા

    11 hours ago

    સુરત શહેરમાં પ્રતિબંધિત નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે સુરત પોલીસ સતત એક્શન મોડમાં કામ કરી રહી છે. મહારાષ્ટ્રના મુંબઈથી ડ્રગ્સનો મોટો જથ્થો ખરીદીને સુરત શહેરમાં ઘુસાડવામાં આવે તે પહેલા જ સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ની ટીમે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનમાં પોલીસે લિંબાયત વિસ્તારના 30 વર્ષીય દાનીશ ઉર્ફે દાનીશ શેખ હારૂન કુરેશી (ધંધો-વેપાર, રહે. મયુર ટોકીઝ પાસે, લિંબાયત અને વરાછા), જહાંગીરપુરા વિસ્તારના 22 વર્ષીય સૈયદ ઝહીર હુસેન મુઝફ્ફર હુસૈન (રહે. સુમન વંદન આવાસ, જહાંગીરપુરા), તથા પાંડેસરા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મનોજ શ્રાવણ ચૌધરી (ધંધો-ડ્રાઈવિંગ, રહે. વિનાયક નગર, પાંડેસરા) ની ધરપકડ કરી છે. આ 3 ઈસમો સુરતમાં ડ્રગ્સનું નેટવર્ક ફેલાવે તે પહેલા જ પોલીસના સકંજામાં આવી ગયા છે. SOG પોલીસને મળેલી ચોક્કસ બાતમી અને વોચ સુરત એસઓજી ટીમને ચોક્કસ ટેકનિકલ ઇનપુટ અને હ્યુમન સોર્સિસ (બાતમીદારો) મારફતે એક મહત્વની કડી મળી હતી. બાતમી મળી હતી કે સુરત શહેરમાં સક્રિય 3 ઈસમો મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી પ્રતિબંધિત મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સનો મોટો જથ્થો મેળવીને સુરત તરફ આવી રહ્યા છે. આ માહિતીની સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ એસઓજીની ટીમોએ તુરંત એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. ગઈકાલે રાત્રે સચિન કપ્લેથા ચેકપોસ્ટ પાસે જાહેર રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાં શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલની વિગત ચેકપોસ્ટ પર વોચ દરમિયાન બાતમી મુજબની એક હ્યુન્ડાઈ કંપનીની ઓરા ફોરવ્હીલર કાર (રજીસ્ટ્રેશન નંબર GJ-05-RX-9787) ત્યાંથી પસાર થતા જ પોલીસે તેને રોકી લીધી હતી. કારમાં સવાર 3 આરોપીઓની તપાસ કરતા અને કારની તલાશી લેતા પોલીસને ચોંકાવનારો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 52.350 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત રૂપિયા 1,57,050/- થાય છે. આ ઉપરાંત પોલીસે રૂપિયા 53,500/- ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન અને રૂપિયા 6,50,000/- ની કિંમતની હ્યુન્ડાઈ ઓરા કાર સહિત કુલ રૂપિયા 8,60,550/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા 3 આરોપીઓની પ્રાથમિક પુછપરછ દરમિયાન નશાના કાળા કારોબારને લઈને મહત્વના ખુલાસાઓ સામે આવ્યા છે. આરોપીઓએ કબૂલાત કરી હતી કે સુરત શહેર પોલીસ દ્વારા પાછલા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયાઓ સામે ખૂબ જ કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેના કારણે સુરતમાં નાર્કોટિક્સ ડ્રગ્સ ઘુસાડવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. શહેરમાં ડ્રગ્સની ભારે અછત (શોર્ટેજ) ઊભી થઈ હોવાથી તેના છૂટક વેચાણના ભાવો ખૂબ જ વધી ગયા છે. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને બજારમાં મોટો આર્થિક નફો કમાવવા માટે આ 3 ઈસમોએ ભાગીદારીમાં ડ્રગ્સ લાવવાનું આયોજન કર્યું હતું. પોલીસની નજરથી બચવા ફોર વ્હીલર કારનો ઉપયોગ કર્યો આરોપીઓએ પોલીસ પકડથી બચવા માટે એક સુઆયોજિત કીમિયો અજમાવ્યો હતો. સામાન્ય રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટ કે ટ્રેનમાં ચેકિંગ થવાનો ડર વધુ રહેતો હોય છે, તેથી તેઓએ પોલીસની નજર ચુકવવા માટે વૈભવી ફોર વ્હીલર કારનો આશ્રય લીધો હતો. મુંબઈ ખાતેના એક વોન્ટેડ ડ્રગ્સ સપ્લાયર પાસેથી આ જથ્થો મેળવ્યા બાદ તેઓએ કારની અંદર ગુપ્ત રીતે ડ્રગ્સ સંતાડ્યું હતું. તેઓને એમ હતું કે ખાનગી કારમાં પસાર થઈ જઈશું તો પોલીસને શંકા નહીં જાય. પરંતુ સુરત એસઓજીના મજબૂત હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક સામે તેમનો આ કીમિયો નિષ્ફળ સાબિત થયો અને તેઓ સુરતની હદમાં પ્રવેશ કરે તે પહેલા જ દબોચાઈ ગયા. વધુ પૈસા કમાવવાની લાલચમાં આ જ કાળો ધંધો શરૂ કરી દીધો હતો આ કોઈ 1 પ્રથમ ઘટના નથી જ્યાં આ આરોપીઓ કાયદાના સકંજામાં આવ્યા હોય. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા 3 આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેઓ અગાઉ પણ નશાના કારોબાર સાથે સંકળાયેલા રહ્યા છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સચિન પોલીસ સ્ટેશનમાં જ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયેલા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ ફરીથી તેઓએ ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં આ જ કાળો ધંધો શરૂ કરી દીધો હતો. હાલમાં એસઓજીની ફરિયાદના આધારે સચિન પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ નવો ગુન્હો દાખલ કરીને આગળની રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરાઈ છે. આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક સામે સુરત પોલીસનું આક્રમક વલણ સુરત શહેર પોલીસ કમિશનરની સૂચના હેઠળ શહેરને નશામુક્ત બનાવવા માટે સતત ઓપરેશનો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ મહારાષ્ટ્રના મુંબઈ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ તેમજ ઓડિશા જેવા રાજ્યોમાંથી સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ ઘુસાડવાના મોટા આંતરરાજ્ય નેટવર્કને સુરત પોલીસે સફળતાપૂર્વક તોડી પાડ્યા છે. ડ્રગ્સ સપ્લાયરો દ્વારા સમય અંતરે અજમાવવામાં આવતા અલગ-અલગ કીમિયાઓ અને રૂટને પોલીસ દર વખતે નિષ્ફળ બનાવી રહી છે. મુંબઈથી ઓપરેટ થતા આ ડ્રગ્સ રેકેટના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા અને સુરતમાં આ માલ કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે હવે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં હોબાળો:વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો, વિપક્ષનો ઉગ્ર વિરોધ, વિવિધ સમિતિની નિમણૂક
    Next Article
    બીલીમોરામાં જન કલ્યાણ શિબિર યોજાઈ:398 નાગરિકોએ સરકારી યોજનાઓનો લાભ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment