Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ:ધારાસભ્યોની રજૂઆત બાદ રોડ-રસ્તા, ખેડૂતોનું વ્યાજ રિબેટ અને પ્રજાકીય પ્રશ્નોના ઝડપી નિકાલના આદેશ અપાયા

    9 hours ago

    જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આજે 20 જૂને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર યોગેશ ચૌધરીએ અધિકારીઓને સ્પષ્ટ અને કડક સૂચના આપી હતી કે, જિલ્લામાં રોડ-રસ્તાના મંજૂર થયેલા તમામ કામો પૂર્ણ કરવામાં આવે. યોગેશ ચૌધરીએ રોડના કામોને ઝડપથી આગળ વધારવા માટે જરૂરી વહીવટી પ્રક્રિયાઓ ત્વરિત પૂરી કરવા માર્ગદર્શન આપ્યું હતું અને કામોની ગુણવત્તા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે કડક આદેશો કર્યા હતા. આ ઉપરાંત જનઆરોગ્યને કેન્દ્રમાં રાખી કલેક્ટરે ઘી અને દૂધ સહિતના ખાદ્ય પદાર્થોના બજારમાંથી મહત્તમ સેમ્પલ લેવા માટે ખાસ નિર્દેશ આપ્યા હતા, તેમજ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદાકીય રીતે દાખલારૂપ કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા. જનપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરતા પરસ્પર સંકલનથી જિલ્લાના વિકાસ અને જનકલ્યાણના કામો સાથે મળીને કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ધારાસભ્યોએ રજૂ કરેલા પ્રશ્નો મુદ્દે કલેક્ટરે આદેશ આપ્યા ​આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રોડ-રસ્તા, દબાણ, પેશકદમી, ગ્રામ્ય અને વન વિભાગ હેઠળના રસ્તાઓની મરામત, સરકારી મિલકતોની જાળવણી, પુરાતત્વ વિભાગ હેઠળના ઐતિહાસિક સ્થળોને સુરક્ષિત રાખવા અને ત્યાંથી દબાણો દૂર કરવા, કૃષિ ધિરાણના વ્યાજનું રિબેટ, સિંચાઈ તેમજ નેશનલ હાઈવે પર ચોમાસા દરમિયાન પાણીના નિકાલ સહિતના અનેક પ્રજાકીય પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેના સંદર્ભમાં સંલગ્ન વિભાગના અધિકારીઓએ પણ પ્રશ્નોના નિવારણ અર્થે સકારાત્મક પ્રત્યુત્તર આપ્યા હતા. કલેક્ટરે ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા આ તમામ પ્રશ્નો સંદર્ભે અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપીને સમયમર્યાદામાં પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવવા તાકીદ કરી હતી. ખેડૂતોના વ્યાજ રિબેટ મુદ્દે ચર્ચા કરાઈ ​વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ અને વિસાવદરના ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજે મળતી લોનમાં જે રિબેટ આપવામાં આવે છે, તે રિબેટ અનેક ગામડાઓમાં ખેડૂતોને વર્ષ 2022-23, 23-24 અને 24-25 એમ છેલ્લા ઘણા વર્ષોથી મળ્યું નથી. આ ગંભીર મુદ્દો તેમણે અલગ-અલગ બેંકના અધિકારીઓ સમક્ષ રજૂ કર્યો છે અને બેંકના અધિકારીઓએ આ અંગે હકારાત્મક વલણ અપનાવીને ખાતરી આપી છે કે, જે જે ગામોમાં ખેડૂતોનું રિબેટ બાકી છે તેની ફાઈલો વહેલી તકે મંજૂરી માટે મોકલવામાં આવશે. જેથી આજે ખેડૂતોના વ્યાજ રિબેટનો આ મહત્વનો મુદ્દો ઉકેલ તરફ આગળ વધ્યો છે. વિદ્યાર્થીઓ શાળામાં શું ભણે છે:ગોપાલ ઈટાલિયા ​શિક્ષણની કથળેલી સ્થિતિ અને પાઠ્યપુસ્તકોની અછત અંગે ચિંતા વ્યક્ત કરતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં ખાસ કરીને માધ્યમિક શાળાઓના પુસ્તકો હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યા જ નથી. બાલવાટિકા અને ધોરણ 1 અને 2ના પુસ્તકો પણ ઘણી શાળાઓમાં પહોંચ્યા નથી. અધિકારીઓને પ્રશ્ન પૂછ્યો હતો કે સરકાર જો ભાર વગરના ભણતરની વાત કરતી હોય, તો વેકેશન ખૂલ્યાના 1 મહિના પછી પણ પુસ્તકો વિના શાળાઓ ચાલી રહી છે તો વિદ્યાર્થીઓ શાળામાં શું ભણે છે અને કેવી રીતે ભણે છે. જેથી આ ગંભીર મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. અનામત જંગલ જમીનની નોંધો દૂર કરવા રજૂઆત ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, વિસાવદરના શોભાવડલા લશ્કર, પિયાવા, મુંડીયા રાવણી, જાવલડી, જાંબુડી, માંડવડીયા, દુધાળા અને રાજપરા સહિતના 14 ગામમાં સરકાર દ્વારા સાંથણીમાં અને ભૂદાનમાં ખેડૂતોને જે જમીન આપવામાં આવી હતી. તે જમીનોમાં પાછલી તારીખથી અનામત જંગલ જમીનની નોંધ દાખલ થઈ જવાના કારણે ખેડૂતોને તેમની જમીન પર લોન કે અન્ય કોઈ સરકારી લાભો મળતા નથી, જેથી તે અનામત જંગલ જમીનની નોંધો દૂર કરવા બાબતે આજે બેઠકમાં રજૂઆત કરાઈ છે. આ સાથે જ આઝાદી પછી પણ હજુ સુધી સેટલમેન્ટના ગામ તરીકે ગણાતા હસનાપુર, જાંબુથાળા, શિરવાણીયા અને સાદિયાવાવ જેવા ગામોમાં વિધિવત રીતે ગ્રામ પંચાયતની સ્થાપના થાય અને ગામના લોકોને તેમના મૂળભૂત અધિકારો મળે તે માટે તેમણે અગાઉ સરકારમાં અને વિધાનસભામાં પણ રજૂઆત કરી હતી અને આજે આ સંકલન સમિતિની બેઠકમાં પણ રજૂઆત કરતા વહીવટી તંત્ર તરફથી હકારાત્મક પ્રત્યુત્તર મળ્યો છે. ​બોજા મુક્તિ પ્રમાણપત્ર આપવાની શરૂઆત ચોમાસાની ઋતુ નજીક હોવાથી પ્રિમોન્સૂનની કામગીરી વિશે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ-ભેસાણ રોડનું જે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેમાં આપેલા ડાયવર્ઝનના કારણે ચોમાસું આવતા લોકોને મુશ્કેલી ન પડે તે બાબત માટે આજની મીટિંગમાં ચર્ચા થઈ છે. આ ઉપરાંત સહકારી મંડળીના મહત્વના મુદ્દે તેમણે સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે છોડવડી ગામના આશરે 7 થી 8 ખેડૂતોના ખાતામાંથી વર્ષો પહેલા ખોટી રીતે પૈસા ઉપાડીને જે બોજો નાખવામાં આવ્યો હતો, તેમાંથી મુક્તિ આપતા ના-વાંધા પ્રમાણપત્ર એટલે કે બોજા મુક્તિ પ્રમાણપત્ર આપવાની શરૂઆત વહીવટી તંત્ર દ્વારા થઈ છે તે બદલ તેઓ સહકારી તંત્રનો આભાર વ્યક્ત કરે છે. સમયસર અનાજ ગામડાના દુકાનદાર સુધી પહોંચાડવા રજૂઆત ગરીબો માટેના સરકારી અનાજ વિતરણમાં થઈ રહેલા ભારે વિલંબ અંગે તેમણે જણાવ્યું હતું કે મહિનાની 20 તારીખે, 22 તારીખે કે 25 તારીખે ગામડાની સરકારી દુકાનો સુધી અનાજ પહોંચે છે તે ખરેખર ખોટી બાબત છે, તેથી સમયસર અનાજ ગામડાના દુકાનદાર સુધી પહોંચે અને દુકાનદાર પણ સમયસર ગરીબો સુધી અનાજ પહોંચાડે તેવી ચોક્કસ વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ છે. અંતમાં વન વિભાગ અને અન્ય ગ્રામીણ સમસ્યાઓ અંગે વાત કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, વિસાવદરના કાછીયા નાકાથી સાસણ સુધીનો જે જંગલનો રસ્તો છે, તેને રી-સરફેસ કરીને નવો બનાવવામાં આવે અને નવો બનાવવાની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી આ રસ્તાને વર્ષમાં 2 વખત ફરજિયાત મેન્ટેન કરવામાં આવે તે બાબતની ચર્ચા થઈ છે, જેને વન વિભાગ અને આર.એન્ડ.બી.ના બંને અધિકારીઓએ પોઝિટિવ નોંધ તરીકે સ્વીકારી છે. જર્જરિત પાણીની ટાંકીઓ તોડવા ચર્ચા થઈ આ સાથે કાલાવડમાં નવી ગ્રામ પંચાયત બનાવવા, સરસઈની આંગણવાડીની સુવિધા તેમજ મોટી મોણપરી, કરિયા અને જામકા ગામોની જર્જરિત પાણીની ટાંકીઓ તોડવા બાબતે પણ ચર્ચા થઈ છે. તેમણે ખાસ કરીને કુબારાવણી ગામનો ગંભીર કિસ્સો રજૂ કરતા જણાવ્યું હતું કે વર્ષ 2006માં તલાટી મંત્રી દ્વારા હક પત્રક નંબર 6નું આખું રેવન્યુ રેકોર્ડ રજીસ્ટર ગાયબ કે સળગાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે છેલ્લા 20 વર્ષથી ગામના લોકો જમીનના પ્રશ્નો મુદ્દે ભારે હેરાન થતા હતા, પરંતુ આ બેઠકમાં તેનું સુખદ નિરાકરણ આવ્યું છે અને ગુમ થયેલી આશરે 875 જેટલી નોંધોમાંથી વિસાવદરના તાલુકા વહીવટી તંત્રએ મહેનત કરીને 500 જેટલી નોંધો શોધી કાઢી છે. ​આ મહત્વની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન વિપુલભાઈ કાવાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તેમજ ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠીયા, સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ લાડાણી અને ગોપાલભાઈ ઇટાલીયાની ઉપસ્થિતિ રહી હતી. આ સાથે જ જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોર, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી તથા પ્રશાંત તોમર, આસિસ્ટન્ટ એસપી રોહિત ડાગર, નિવાસી અધિક કલેક્ટર બી. એસ. બારડ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ:ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું
    Next Article
    5 बजते ही Action में आई Delhi Police, CJP का Protest खत्म कराने पहुंची Jantar Mantar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment