Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેફામ ફી વસૂલતી ખાનગી યુનિવર્સિટીઓ સામે કોંગ્રેસનો મોરચો:યુનિવર્સિટીઓ સામે સરકાર નતમસ્તક હોવાનો આક્ષેપ, રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં ફી નિયમન કમિટી બનાવવાની માંગ

    8 hours ago

    રાજ્યની તમામ ખાનગી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ફીના નામે લૂંટ ચલાવતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. લાખો રૂપિયાની ફી ઉઘરાવ્યા બાદ પણ ખાનગી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને જોઈએ એવું શિક્ષણ આપવામાં નિષ્ફળ ગઈ હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. જેથી, વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસેથી થતી લૂંટ બંધ કરવા ખાનગી યુનિવર્સિટીઓ માટે પણ ફી નિયમન કમિટી બનાવવા સરકાર પાસે માંગ કરી છે. ખાનગી યુનિવર્સિટીઓ બેફામ ફી વસૂલતી હોવાથી રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં ફી નિયમ કમિટી બનાવવા કોંગ્રેસે માંગ કરી છે. તેમજ જે ખાનગી યુનિવર્સિટીઓ બેફામ ફી વસૂલી રહી છે તેના પર અંકુશ લાવવા પણ રજૂઆત કરી છે. ધોળા દિવસે પ્રાઇવેટ યુનિવર્સિટી વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટી રહી છે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌથી વધુ યુનિવર્સિટી હોવાનો સરકાર દાવો કરે છે પરંતુ, તેમાં સૌથી વધુ યુનિવર્સિટીઓ પ્રાઇવેટ યુનિવર્સિટી છે. જે ખુલ્લેઆમ ધોળા દિવસે વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટી રહી છે. રાજ્યની ખાનગી યુનિવર્સિટીમાં સામાન્ય સ્નાતક જેની અઢી હજાર જેટલી ફી ગ્રાન્ટેડ કોલેજો અને સરકારી કોલેજોમાં લેવામાં આવે છે. તેની સામે ખાનગી યુનિવર્સિટીઓ મેડિકલ એજ્યુકેશન કરતા પણ વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવે છે. સામાન્ય B.A, B. com, B.sc કરવું હોય તો વાર્ષિક 6 લાખ જેટલી ફી ઉઘરાવવામાં આવે છે. ગ્રેજ્યુએટ થવા માટે ફીના આંકડા ચોંકાવનારા ખાનગી યુનિવર્સિટીઓની ફીને લઈને ડૉ. પાર્થિવરાજસિંહે જણાવ્યું હતું કે, સામાન્ય વિદ્યાર્થીને જો ખાનગી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થવું હોય તો તેની ફીના આંકડા ચોંકાવનારા હોય છે. અમદાવાદ યુનિવર્સિટી વર્ષે 6 લાખ એટલે 4 વર્ષ પૂરું કરતા 24 લાખ રૂપિયા ફી ભરવી પડે છે. વડોદરાની નવરચના યુનિવર્સિટી જેમાં BBA કરવું હોય તો વર્ષે 6 લાખ રૂપિયા ફી આપવી પડે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 4 વર્ષમાં સામાન્ય કોર્સમાં 5 લાખ ફી લેવામાં આવે છે. સરકારે બનાવેલી ગાંધીનગરની પી.ડી.ઈ.યુમાં જો BBA કરવું પડશે તો 4 વર્ષના 12 લાખ કરતા વધુ ફી ભરવી પડશે. કર્ણાવતી યુનિવર્સિટીમાં વર્ષે BBA કરવું હોય તો 4 વર્ષે 12 લાખ રૂપિયા ફી ભરવી પડે છે. બાળકોને કઈ રીતે ભણાવવા તે વાલીઓ માટે ચિંતાનો વિષય ફી નિયમન કમિટી બને એવી માંગ સાથે ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, આ આંકડા જોઈને એવું લાગે છે કે ખાનગી યુનિવર્સિટીઓ ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહી છે. તેની સામે નતમસ્તક થઈ ગઈ છે. અમારી માંગ છે કે એક રિટાયર્ડ જજની કમિટી બનાવવામાં આવે કારણ કે, જેમ સરકારી યુનિવર્સિટીઓમાં ફી નિયમન કમિટી હોય છે તેમ ખાનગી યુનિવર્સિટીઓ માટે પણ ફી નિયમન કમિટી હોવી જોઈએ. વિદ્યાર્થીઓ પાસેથી લૂંટ ચલાવી શિક્ષણ માફીઆઓ કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ લૂંટાઈ રહ્યા છે છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. 2023માં જે સંસ્થાઓની ફી 4 લાખ હતી તે અત્યારે 6 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. 4 વર્ષનો કોર્ષ પૂર્ણ કરતા 7 લાખ કરતા પણ વધુની ફીનો વધારો એક જ સંસ્થાએ કર્યો છે. લાખો રૂપિયાની ફીમાં પોતાના બાળકોને કઈ રીતે ભણાવવા તે વાલીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં હથિયારની હેરાફેરી:ચંદ્રાલા નાકા પોઇન્ટથી બસમાંથી પિસ્ટલ સહિત 55 હજારની મત્તા સાથે મહારાષ્ટ્રનો શખ્સ ઝડપાયો, સગીર દીકરીને લઈ મુસાફરી કરતો હતો
    Next Article
    CJP Founder Abhijeet ने किया ऐलान, इस्तीफा होने तक चलता रहेगा प्रदर्शन | Delhi | Jantar Mantar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment