Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદના ગોવિંદનગરમાં તસ્કરો ત્રાટક્યા:બંધ મકાનમાંથી લાખોની મત્તાની ચોરી, પોલીસ તપાસ શરૂ

    9 hours ago

    દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં આવેલા સહયોગનગરમાં એક બંધ મકાનમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. પરિવાર બહારગામ ગયો હોવાથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, પરિવાર કોઈ અંગત કામ અર્થે ઘરને લોક કરીને બહારગામ ગયો હતો. આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ મકાનના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેમણે ઘરમાં રાખેલા રોકડા રૂપિયા અને સોના-ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની કિંમતનો સામાન ચોરી લીધો હતો. પરિવાર બહારગામથી પરત ફર્યો ત્યારે ઘરના તાળાં તૂટેલા જોઈને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો અને તિજોરીમાંથી કિંમતી વસ્તુઓ ગાયબ હતી. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ચોરીની જાણ થતાં જ એ-ડિવિઝન પોલીસ મથકનો કાફલો અને એલસીબી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરીને ચોરી થયેલા સામાનની વિગતો મેળવી હતી. અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસની જુદી જુદી ટીમો દ્વારા આસપાસના વિસ્તારોમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગુનેગારોને ઝડપી પાડવા માટેના પ્રયાસો ચાલુ છે. દાહોદ શહેરમાં અગાઉ પણ ચોરીની ઘટનાઓ બની હોવાથી આ બનાવથી સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રેગિંગ કેસમાં વધુ એક ડોક્ટર સસ્પેન્ડ:સરટી હોસ્પિટલ રેગિંગ કેસમાં વધુ એક મેડિકલ વિદ્યાર્થી "દિવ્ય મોદી" ને 6 મહિના માટે સસ્પેન્ડ, નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ
    Next Article
    Dwarka Crime News | જામખંભાળિયામાં પ્રતિબંધિત વન્યજીવ અંગોના વેપાર સામે તવાઈ | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment