Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ રેલવે સ્ટેશન પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ પ્રીતિબેન પાંડેની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

    4 days ago

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મુંબઈ મંડળના વલસાડ રેલવે સ્ટેશન ખાતે એક વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નેતૃત્વ ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ પ્રીતિબેન પાંડે અને તેમની ટીમે કર્યું હતું. આ આયોજનમાં પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ, રેલવે સ્કૂલના બાળકો, રેલવે કર્મચારીઓ, આરપીએફ પોલીસ અને જીઆરપી પોલીસ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ સામૂહિક યોગાભ્યાસ કરીને 'યોગથી નિરોગ'નો સંદેશ આપ્યો. કાર્યક્રમ દરમિયાન ગવર્મેન્ટ પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા વિષય પર એક નુક્કડ નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટક દ્વારા રેલવે મુસાફરોને સ્વચ્છતા જાળવવા અને 'સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત'નો સંદેશ આપવામાં આવ્યો. આ કાર્યક્રમ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ કોમર્શિયલ પ્રદીપ અહિરેના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં વલસાડ જિલ્લા ભાજપા લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ અશફાક શેખનો વિશેષ સહયોગ રહ્યો હતો. અશફાક શેખે જણાવ્યું હતું કે યોગને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રીતિબેન પાંડેએ દૈનિક જીવનમાં યોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને સૌને નિયમિત યોગ કરવા આહ્વાન કર્યું. કાર્યક્રમમાં જોડાયેલા તમામ સહભાગીઓએ તેને સફળ બનાવવામાં યોગદાન આપ્યું.
    Click here to Read More
    Previous Article
    વરસાદ ખેંચાતા ખેડૂતોને 8ના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય:આગોતરા વાવેતરને બચાવી શકાશે, અલનીનોની સંભવિત અસરને પહોંચી વળવા સરકારની તૈયારી
    Next Article
    Bharuch Farmers News | આમોદ તાલુકામાં ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment