Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇમ્તિયાઝ અલીએ બુરખા અને પડદા પ્રથા વિરુદ્ધ નિવેદન આપ્યું:ડિરેક્ટરે કહ્યું, 'આમાં સહજતા અનુભવવી પછાત સમાજની નિશાની'; વિવાદનો મધપૂડો છંછેડાયો

    20 hours ago

    'મૈં વાપસ આઉંગા' ફિલ્મથી ફરી ચર્ચામાં આવેલા ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ બુરખા અને પડદા પ્રથા પર એક મજબૂત નિવેદન આપ્યું છે, જેના પછી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમનું કહેવું છે કે, 'મહિલાઓનું એ કહેવું કે તેઓ બુરખામાં સહજ છે, આ એક પછાત સમાજની નિશાની છે.' 'તમારા મગજમાં કેટલું બધું વિક્ટિમાઇઝેશન થઈ ગયું છે' તાજેતરમાં 'અનફિલ્ટર વિથ સમદીશ' પોડકાસ્ટમાં ઇમ્તિયાઝ અલીએ સંસ્કૃતિ અને સમાજ પર વાત કરતા કહ્યું છે, ‘મને આ બિલકુલ પસંદ નથી, જ્યારે લોકો કહે કે હું બુરખામાં કમ્ફર્ટેબલ છું, હું પડદામાં કમ્ફર્ટેબલ છું. જો તમને આવું લાગે છે તો આ એક પછાત સમાજની નિશાની છે. આ યોગ્ય નથી જ્યારે તમે કહો છો કે હું કમ્ફર્ટેબલ છું.’ તેમણે આગળ કહ્યું, ‘એનો અર્થ એ છે કે તમારા મગજમાં એટલું બધું વિક્ટિમાઇઝેશન થઈ ગયું છે. મને ખબર નથી કે આ કેવી રીતે કહેવું જોઈએ. હું આ વિશે આસપાસના લોકોને ટોકતો નથી કે કોઈના ઘરે જઈને આ બોલતો નથી. આ તે છે જેના પર હું વિશ્વાસ કરું છું. જો કોઈ કરી રહ્યું છે તો ઠીક છે.’ આખરે ઇમ્તિયાઝ અલીએ કહ્યું, ‘હું આજકાલ વિચારી રહ્યો છું કે મોડરેટ (સંતુલિત વિચારસરણીવાળા) લોકો ક્યાં છે. તમે કોને મત આપશો, તમે ક્યાં છો, ઠીક છે, તમે ક્યાંય પણ હોઈ શકો છો. આજકાલ બધા એક્સ્ટ્રીમ છે. જો કોઈની વિચારસરણી ન મળે તો આપણે તેનાથી નફરત ન કરી શકીએ.’ ઇમ્તિયાઝ અલીના નિવેદન પર છંછેડાઈ ચર્ચા બુરખા અને પડદા પર ઇમ્તિયાઝ અલીનું આ નિવેદન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમની જોરદાર ટીકા કરવામાં આવી રહી છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, ઇમ્તિયાઝ અલી પોતે એક એવા સમાજમાંથી આવે છે, જ્યાં બુરખા પ્રથા છે. જ્યારે કેટલાક તેમને પાખંડી કહી રહ્યા છે. ઇમ્તિયાઝની ફિલ્મને એન્ટી-નેશનલનો ટેગ મળ્યો ઇમ્તિયાઝ અલીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'મૈં વાપસ આઉંગા' 12 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના ભાગલાની એક અધૂરી પ્રેમ કહાણી પર આધારિત છે, જેને ઘણા લોકો એન્ટી નેશનલ કહી રહ્યા છે. આના પર ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર એઆર રહેમાને પણ હસતા હસતા પ્રતિક્રિયા આપી હતી. જાસૂસો અને આતંકવાદીઓ વિના દર્શાવ્યું પાકિસ્તાન હકીકતમાં, એઆર રહેમાને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું હતું કે, 'પાકિસ્તાનમાં કોઈ જાસૂસ કે આતંકવાદી નથી. દર્શકને આ વાતથી મૂંઝવણ હતી કે આખરે આના વિના પાકિસ્તાન કેવી રીતે બતાવી શકાય, જ્યારે બાકીની ફિલ્મોમાં આ બધું જ હોય ​​છે.' આ પોસ્ટને પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરતા એઆર રહેમાને લાફ આઉટ લાઉડ ઇમોજીનો ઉપયોગ કર્યો. દિલજીત દોસાંઝ, વેદાંગ રૈના, શર્વરી વાઘ અને નસીરુદ્દીન શાહ સ્ટારર આ ફિલ્મ રિલીઝના પહેલા અઠવાડિયામાં 14 કરોડનું કલેક્શન કરી ચૂકી છે. ફિલ્મને પાકિસ્તાનથી મળ્યા વખાણ પાકિસ્તાની ફિલ્મમેકર ઉમર નાસિર અલીએ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'મૈં વાપસ આઉંગા'ના ભરપૂર વખાણ કરતા તેને એક અત્યંત સુંદર અને ઊંડી ભાવનાત્મક ફિલ્મ ગણાવી છે. ઉમર નાસિરના મતે, આ ફિલ્મ તેમના દિલની ખૂબ નજીક છે કારણ કે તેઓ પોતે પણ આ જ વિષયની આસપાસ એક ફિલ્મ બનાવી રહ્યા છે. ઇમ્તિયાઝ અલી વિશે-
    Click here to Read More
    Previous Article
    આજે IND vs AFGની ત્રીજી વન-ડે:અફઘાનિસ્તાને બીજી વિકેટ ગુમાવી દીધી, પ્રસિદ્ધ ક્રિષ્નાએ ગુરબાઝ પછી રહમત શાહને પેવેલિયન ભેગો કર્યો
    Next Article
    નિવૃત્ત અધિકારી સાથે 15 લાખથી વધુની છેતરપિંડી:પુત્રની સારવાર કરાવી આપવાના બહાને પૈસા પડાવ્યા, મિત્રએ વિશ્વાસઘાત કરતા ફરિયાદ નોંધાવી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment