Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેક્સાસમાં ભારતીય મૂળનાં દીકરાએ માતા-પિતા અને દાદીને ગોળી ધરબી:મોટા ભાઈ ઉપર પણ ફાયરિંગ કર્યું, ટ્રિપલ મર્ડર કરીને ભાગતા આરોપીને પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં દબોચ્યો

    8 hours ago

    અમેરિકાના ટેક્સાસમાં મૂળ પંજાબના નવાંશહરનાં એક જ ભારતીય પરિવારના ત્રણ સભ્યોની ક્રૂરતાપૂર્વક ગોળી મારીને હત્યા કરાતા સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, પરિવારના જ 19 વર્ષીય કળિયુગી દીકરાએ પોતાના સગા માતા, પિતા અને દાદીના માથામાં ગોળીઓ ધાણીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે. લોહીના સંબંધોને કલંકિત કરતી આ ત્રિપલ મર્ડરની ભયાનક ઘટના બાદ પોલીસે કિલર પુત્રની ધરપકડ કરી તેની સામે 'કેપિટલ મર્ડર'નો ગુનો દાખલ કર્યો છે. એક હસતા-રમતા પરિવારમાં લોહીનો સંબંધ જ આટલો મોટો દુશ્મન કેમ બની ગયો, તે સવાલે સમગ્ર ભારતીય સમુદાયને સ્તબ્ધ કરી દીધો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ફાયરિંગ શા માટે કર્યું, તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં અત્યાર સુધી આરોપીએ કંઈ જણાવ્યું નથી. હવે જાણો આખો મામલો… આલીશાન વિલેજમાં મોડીરાતનો લોહિયાળ ખેલ આ ઘટના 17 જૂનની રાત્રે ટેક્સાસના ઓલ્ટન નજીક આવેલા આલીશાન 'ટસ્કન વિલેજ સબડિવિઝન'માં બની હતી. હિડાલ્ગો કાઉન્ટી શેરિફ ઓફિસની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી, ત્યારે ઘરની અંદર ત્રણ અલગ-અલગ પેઢીના સભ્યોના મૃતદેહો અસ્તવ્યસ્ત અને લોહીથી લથપથ પડ્યા હતા. ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેયને ખૂબ જ નજીકથી માથામાં ગોળી મારવામાં આવી હતી. આરોપી ગૌરવ ચોપરા યુનિવર્સિટી ઓફ ટેક્સાસ રિયો ગ્રાન્ડે વેલીનો વિદ્યાર્થી છે. તેણે અચાનક પોતાના જ ઘરમાં પરિવારના સભ્યો પર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું. મૃતકોની ઓળખ: માતા-પિતા અને દાદીના માથામાં ગોળી મારી આરોપી ગૌરવે તેની માતા કમલેશ રાણી (46), પિતા સીતા રામ (56) અને નાની મહેન્દ્ર કૌર (73) ના માથામાં ગોળીઓ મારી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. તેણે તેના મોટા ભાઈ સજન (21) ને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નસીબજોગ બચી ગયો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ગૌરવ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. સગા ભાઈ પર પણ તાકી બંદૂક, 911 કોલે જીવ બચાવ્યો આ ભયાનક નરસંહારનો ખુલાસો ત્યારે થયો જ્યારે પોલીસને 911 પર એક ઈમરજન્સી કોલ મળ્યો. આ કોલ આરોપી ગૌરવ ચોપરાના 21 વર્ષીય મોટા ભાઈ સાજને કર્યો હતો. સાજને ધ્રૂજતા અવાજે પોલીસને જણાવ્યું કે તેના નાના ભાઈએ પરિવારને ખતમ કરી નાખ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે ગૌરવની હેવાનિયત અહીં જ નહોતી અટકી; તેણે ભાગતા પહેલા સાજન પર પણ જીવલેણ ફાયરિંગ કર્યું હતું, પરંતુ સદનસીબે નિશાન ચૂકી જતાં સાજનનો જીવ માંડ-માંડ બચ્યો હતો. હોલીવુડ સ્ટાઈલ હાઈ-સ્પીડ ચેઝ અને ભયાનક અકસ્માત ત્રિપલ મર્ડરને અંજામ આપીને આરોપી ગૌરવ ચોપરા પોતાની કાર લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. તેને પકડવા માટે સમગ્ર હિડાલ્ગો કાઉન્ટીની પોલીસ પાછળ પડી અને અમેરિકાના હાઈવે પર હોલીવુડ ફિલ્મો જેવો હાઈ-સ્પીડ ચેઝ શરૂ થયો. પોલીસથી બચવા માટે ગૌરવે કારની ઝડપ એટલી વધારી દીધી કે તેણે સ્ટેયરિંગ પરથી નિયંત્રણ ગુમાવ્યું અને તેની કાર 4 માઈલ લાઈન રોડ અને ગ્લાસકોક રોડના જંક્શન પાસે અન્ય એક નિર્દોષ કાર સાથે ભીષણ રીતે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં બીજી કારમાં સવાર બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે અકસ્માત સ્થળેથી જ આરોપીને દબોચી લીધો અને હત્યામાં વપરાયેલી પિસ્તોલ પણ રિકવર કરી લીધી છે. 5 મહિના પહેલા પંજાબ આવ્યા હતા પંજાબના નવાશહેરના લખપુર ગામમાં પરિવારનું પૈતૃક ઘર છે. ઘટનાના સમાચાર મળતા જ આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. મૃતક સીતા રામનો 'પામ વ્યૂ' વિસ્તારમાં બિઝનેસ હતો. ગામમાં રહેતા મૃતકના પિતરાઈ ભાઈ મખ્ખન સિંહે જણાવ્યું કે આખો પરિવાર લગભગ 20-30 વર્ષથી અમેરિકામાં રહેતો હતો. હજુ લગભગ 5 મહિના પહેલા જ સીતા રામ, તેમની પત્ની અને બંને પુત્રો સાથે ગામની મુલાકાતે આવ્યા હતા. તપાસકર્તાઓ સામે વિચિત્ર દાવા: હત્યાનું કારણ અકબંધ મખ્ખન સિંહના જણાવ્યા અનુસાર, તેમને વિદેશથી કોઈ પરિચિતનો ફોન આવ્યો હતો જેના પછી તેમને આ સામૂહિક હત્યાકાંડ વિશે જાણ થઈ. જોકે, હજુ સુધી પરિવારને એ સમજાતું નથી કે આખરે ગૌરવે આવું આત્મઘાતી પગલું શા માટે ભર્યું. ગુરુવારે કોર્ટમાં રજૂઆત દરમિયાન તેના પર 'કેપિટલ મર્ડર' અને હત્યાના પ્રયાસના ગુના નોંધવામાં આવ્યા છે. કોર્ટે આ સંગીન ગુનાઓ માટે કોઈ જામીન મંજૂર કર્યા નથી, જ્યારે ધરપકડથી બચવાના પ્રયાસ બદલ ₹2.36 કરોડનો બોન્ડ ફટકાર્યો છે. શેરિફ એડી ગુએરાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આરોપી પૂછપરછમાં બિલકુલ સહકાર આપી રહ્યો નથી અને પોલીસ સમક્ષ "તદ્દન મનઘડંત અને ખોટા" દાવા કરી રહ્યો છે. જેથી હત્યા પાછળનો અસલી હેતુ હજુ સુધી જાણી શકાયો નથી.
    Click here to Read More
    Previous Article
    Ram Mandir Donation Theft: Akhilesh Yadav-Sanjay Singh ने CM Yogi पर साधा निशाना | Champat Rai | BJP
    Next Article
    આરએસએસ કાર્યાલય પર બોમ્બ ફેંકવાના નિર્દેશો દુબઈથી મળ્યા:રાંચી પછી લખનઉ આગામી ટારગેટ હતું; પહેલા ફાયરિંગ કરવાનો પ્લાન હતો, પછી બદલ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment