Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- 'એક્સેન્ચર'ના અહેવાલથી સ્ટોક માર્કેટમાં કડાકો બોલ્યો:ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા એકંદરે વચ્ચે તેજી તરફી માહોલ જોવાયો

    एक दिन पहले

    ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા વચ્ચે મિશ્ર પરંતુ એકંદરે સાવચેતીભર્યો તેજી તરફી માહોલ જોવા મળ્યો. સપ્તાહની શરૂઆતમાં વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, વધતા ક્રૂડ ઓઈલના ભાવ અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટના કારણે દબાણ જોવા મળ્યું હતું. જો કે સપ્તાહના મધ્યભાગમાં બેંકિંગ, નાણાકીય સેવાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ખરીદી વધતા બજારમાં સુધારા બાદ અંતિમ દિવસોમાં દરેક ઉછાળે નફાવસૂલી અને વિદેશી રોકાણકારોની સાવચેત પ્રવૃત્તિના કારણે ઇન્ડેક્સ ઉપરના સ્તરે ટકી શક્યા નહીં એકંદરે જોઈએ તો સમગ્ર સપ્તાહ દરમિયાન બજારનું માળખું "તેજી સાથે સાવચેતી" દર્શાવતું રહ્યું. જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં અને વિશ્વ ફરી આર્થિક વિકાસની પટરી પર આવવાના પ્રયાસોમાં પગલાં લેવા માંડયા સાથે ભારતમાં પણ વિદેશી રોકાણ પ્રવાહને આકર્ષવા નાણા પ્રધાન નિર્મલા સીતારામન તેમજ રિઝર્વ બેંક દ્વારા લેવાઈ રહેલા પગલાંથી સ્થાનિક સાથે વિદેશી રોકાણના પ્રવાહ સાથે બજારમાં તેજીના વાદળો વરસતા રહ્યા હતા સાથે સાથે સેકન્ડરી માર્કેટ અને પ્રાઈમરી માર્કેટમાં પણ તેજીનો સળવળાટ વધવા લાગતાં સેન્ટીમેન્ટ તેજીનું જળવાયું હતું. વૈશ્વિક બજારોમાંથી મળેલા નકારાત્મક સંકેતોને કારણે કારોબારની શરૂઆત થતાની સાથે જ બંને મુખ્ય ઇન્ડેક્સ પત્તાની જેમ વિખેરાઈ ગયા હતા. ખાસ કરીને આઇટી અને ટેકનોલોજી સેક્ટરના શેરોમાં આવેલી વેચવાલીની સુનામીના કારણે રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બજારને પાછળ ધકેલવામાં સૌથી મોટી ભૂમિકા આઇટી અને આઇટી સર્વિસ કંપનીઓની રહી છે. બીએસઈની લાર્જકેપ કેટેગરીમાં સામેલ અગ્રણી આઇટી શેરો આજે શરૂઆતી ઓપનિંગ સાથે જ ધરાશાયી થયા હતા. શેરબજારમાં આજના આ મોટા ઘટાડા પાછળ ગ્લોબલ આઇટી સર્વિસ જાયન્ટ કંપની 'એક્સેન્ચર' નો એક અહેવાલ જવાબદાર છે. એક્સેન્ચરે વેસ્ટ એશિયા (પશ્ચિમ એશિયા) માંથી આવતા રેવન્યુ (આવક) માં પડકારોને કારણે નાણાકીય વર્ષ FY2026 માટે પોતાના રેવન્યુ ગ્રોથના અનુમાનમાં કાપ મૂક્યો છે અને આ નકારાત્મક અહેવાલને કારણે વૈશ્વિક સ્તરે આઇટી સેક્ટરમાં સેન્ટિમેન્ટ બગડ્યું છે, જેના લીધે અમેરિકી બજારમાં એક્સેન્ચરનો શેર રાતોરાત આશરે 18% તૂટ્યો હતો, જ્યારે ઈન્ફોસીસમાં આશરે 10% અને વિપ્રોમાં 3.6% નો ઘટાડો નોંધાયો હતો, જેની સીધી નકારાત્મક અસર આજે ભારતીય ટેકનોલોજી શેરો પર પડી છે. લાંબા સમયથી વિશ્વને અસ્થિરતામાં ધકેલનારા ઈરાન-અમેરિકા યુદ્વનો આખરે અંત લાવવા બન્ને દેશો વચ્ચે સમજૂતી થયાના સમાચારે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં મંદીના વાદળો વિખેરાઈ તેજી હિલોળા લેવા લાગતાં અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બનીને આજે 10 પૈસા સુધરીને 94.50 થઈ જતાં શેરોમાં રોકાણકારોની સંપત્તિ-માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડનો આંક પાર કરી ગયું હતું. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.2.88 લાખ કરોડ વધીને રૂ.475.11 લાખ કરોડ એટલે કે 5.02 lakh કરોડ ડોલરની ઊંચાઈએ પહોંચી ગયું છે છેલ્લાં ચાર ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સ, નિફટીમાં તેજી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ વ્યાપક ખરીદીનું આકર્ષણ જોવાયું છે. એપ્રિલની શરૂઆતથી અત્યાર સુધીમાં સેન્સેક્સ 7 ટકા જેટલો વધ્યો છે. જ્યારે બીએસઈ મિડ કેપ 150 ઈન્ડેક્સ 16 ટકા અને બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ 23 ટકા વધ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તેજીમાં અત્યારે માર્કેટ કેપિટલાઈઝેશન 5.02 લાખ કરોડ ડોલર પહોંચ્યા છતાં ઓલ ટાઈમ હાઈ સપ્ટેમ્બર 2024ની 5.7 લાખ કરોડ ડોલરની સર્વોચ્ચ રેકોર્ડ સપાટીથી હજુ માર્કેટ કેપ. નીચું છે. ઈરાન-અમેરિકા યુદ્વના અંતની ડિલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જી-7 મીટિંગની સાથે સાથે યોજાનારી મીટિંગમાં ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો ફરી સુધરવાની અને બન્ને દેશો વચ્ચેની અપેક્ષિત ટ્રેડ ડિલને આખરી મહોર લાગવાની અપેક્ષાએ દરેક ઘટાડે રોકાણકારોનો શેરોમાં ખરીદીનો ઉત્સાહ વધતો જોવાયો હતો. ફંડોએ કેપિટલ ગુડઝ સાથે પાવર, મેટલ, આઈટી, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો લેવાલ બન્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ આકર્ષણ વધતું જોવાયું હતું. ભારતીય શેરબજારોમાં લાંબા સમયથી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી બાદ હવે વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ સ્પેશિફીક સેક્ટરના શેરોમાં ફરી ખરીદદાર બનતાં જોવાઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશી રોકાણને આકર્ષવા લીધેલા પગલાં, પ્રોત્સાહનોના પરિણામે શેરોમાં ખરીદી વધતી જોવાઈ છે. વૈશ્વિક બજારોમાં સમગ્ર સપ્તાહ દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું. અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટ અને ડોલર સૂચકાંકની મજબૂતી રોકાણકારો માટે ચિંતાનો વિષય રહ્યા. ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા રહેતા વૈશ્વિક મોંઘવારી અંગેની ચિંતા યથાવત રહી. યુરોપિયન અને એશિયન બજારોમાં મર્યાદિત દબાણ જોવા મળ્યું. ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક વૃદ્ધિ અંગેની અનિશ્ચિતતાએ રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા પર અસર કરી. અમેરિકન બોન્ડ યીલ્ડમાં અસ્થિરતા, ડોલર સૂચકાંકમાં મજબૂતી અને ઊંચા ક્રૂડ ઓઈલના ભાવ બજાર માટે નકારાત્મક પરિબળ રહ્યા. ટેલિકોમ અને મેટલ ક્ષેત્રમાં દબાણ યથાવત રહ્યું. દરેક ઉછાળે સતત નફાવસૂલી અને અવરોધ વિસ્તાર નજીક વેચવાલીનું દબાણ વધતા રોકાણકારોમાં સાવચેતી જોવા મળી. વિદેશી રોકાણકારોની મિશ્ર પ્રવૃત્તિ પણ બજારમાં અસ્થિરતા વધારતી રહી. કોમોડિટી બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું. ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા સ્તરે સ્થિર રહ્યા, જેના કારણે મોંઘવારી અંગેની ચિંતા યથાવત રહી. ઔદ્યોગિક ધાતુઓમાં અસ્થિરતા જોવા મળી. કૃષિ કોમોડિટીમાં મર્યાદિત વધઘટ નોંધાઈ. સમગ્ર કોમોડિટી બજાર સાવચેત વલણ સાથે ટ્રેડ થયું. ભાવિ દિશા : આગામી સપ્તાહમાં ભારતીય શેરબજાર માટે અસ્થિરતા યથાવત રહેવાની સંભાવના છે. બજાર હજુ પણ મહત્વપૂર્ણ આધાર સ્તર ઉપર હોવાથી લાંબા ગાળાનો તેજી તરફી માળખો જળવાયેલો છે, પરંતુ ઉપરના સ્તરે અવરોધ દબાણ સતત વધી રહ્યું છે. જો વિદેશી રોકાણકારોની ખરીદીમાં સુધારો થાય અને વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો મળે તો આગામી દિવસોમાં બજારમાં વધુ તેજી નોંધાઈ શકે છે. બીજી તરફ અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો, ડોલરની મજબૂતી અથવા ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ તેજી જોવા મળે તો બજાર પર દબાણ વધી શકે છે. બેંકિંગ, ફાર્મા અને ટેલિકોમ, ફાઈનાન્સ સેક્ટરમાં આગામી સમયમાં પણ તુલનાત્મક મજબૂતી દર્શાવી શકે છે.હાલની સ્થિતિને " તેજી અને મંદી વચ્ચેનું સંક્રમણ તબક્કો " કહી શકાય, જ્યાં બજારનો લાંબા ગાળાનો વલણ હજુ સકારાત્મક છે, પરંતુ ટૂંકા ગાળામાં અસ્થિરતા અને નફાવસૂલીના કારણે વધઘટ જોવા મળી શકે છે.રોકાણકારોએ આક્રમક ખરીદી કરતાં ગુણવત્તાસભર શેરોમાં તબક્કાવાર અને પસંદગીયુક્ત રોકાણનો અભિગમ અપનાવવો વધુ યોગ્ય રહેશે. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24077 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24202 પોઇન્ટના પ્રથમ અને 24272 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23979 પોઇન્ટથી 23880 પોઇન્ટ, 23808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24272 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી...!! ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો… અદાણી ગ્રીન એનર્જી ( 1509 ) :- રિન્યુએબલ એનર્જી સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1474 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1460 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1524 થી રૂ.1533 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1540 ઉપર તેજી તરફી ધ્યાન. અરવિંદો ફાર્મા ( 1503 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1480 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1464 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1527 થી રૂ.1540 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે. જેએસડબલ્યુ સ્ટીલ ( 1296 ) :- રૂ.1273 નો પ્રથમ તેમજ રૂ.1260 ના બીજા સપોર્ટથી સ્ટીલ અને મેટલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1313 થી રૂ.1320 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! પ્રીમિયર એક્સપ્લોસિવ્સ ( 765 ) :- ડિફેન્સ અને એક્સપ્લોસિવ્સ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.744 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.730 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.778 થી રૂ.790 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.800 ઉપર તેજી તરફી ધ્યાન. જ્યોતિ CNC ઓટોમેશન ( 733 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ CNC મશીનરી અને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.707 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.696 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.747 થી રૂ.755 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે. બર્જર પેઇન્ટ્સ ( 505 ) :- રૂ.488 નો પ્રથમ તેમજ રૂ.474 ના બીજા સપોર્ટથી પેઇન્ટ્સ અને કોટિંગ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.523 થી રૂ.530 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
    Click here to Read More
    Previous Article
    ‘Didn’t realise he was triggered over not firing her’: Wife of doctor who killed help
    Next Article
    Brazil vs Haiti Likely Starting XI: Will Neymar Play In FIFA World Cup 2026 Group C Clash?

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment