Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિપોર્ટ: અમેરિકા-ઈરાન પછી ઇઝરાયલ-હિઝબુલ્લાહમાં પણ યુદ્ધવિરામ:અમેરિકા-કતારે સમજૂતી કરાવી; ટ્રમ્પ ફરી બોલ્યા- ઈરાનને એક ડોલર પણ નહીં આપીએ

    2 days ago

    અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થયા બાદ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ સધાઈ છે. રોયટર્સ અનુસાર, બંને પક્ષો વચ્ચે શુક્રવારે સાંજે 4 વાગ્યે સ્થાનિક સમય (ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગ્યે)થી યુદ્ધવિરામ લાગુ થઈ ગયો છે. એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ જણાવ્યું કે અમેરિકા અને કતારના વાર્તાકારોએ ઈરાનની મદદથી આ સમજૂતી કરાવી. ગુરુવારે થયેલી ગોળીબાર બાદ બંને પક્ષો લડાઈ રોકવા પર સહમત થયા. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અંગે કડક નિવેદન આપ્યું. તેમણે કહ્યું, “અમે નહીં, ઈરાન મજબૂરીમાં વાતચીતની ટેબલ પર આવ્યું. તે ખતમ થઈ ચૂક્યું છે. અમે 60 દિવસની પ્રક્રિયા પૂરી કરીશું અને તેને એક ડોલર પણ નહીં મળે.”ટ્રમ્પે એક અન્ય પોસ્ટમાં દાવો કર્યો કે ઈરાનની સૈન્ય તાકાત ખરાબ રીતે નબળી પડી ગઈ છે. હોર્મુઝ પરથી નાકાબંધી હટતા જ હજારો ટન LNG ભરેલું જહાજ ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં અને હોર્મુઝમાંથી નાકાબંધી હટતાં જ સારા સમાચાર સામે આવ્યા છે. 62,370 મેટ્રિક ટન LNG ભરેલું જહાજ ભારત પહોંચી ગયું છે. LNG લઈને આવી રહેલું માલ્ટાના ધ્વજવાળું સુપરટેન્કર LNGC દિશા જહાજ ગુજરાતમાં ભરૂચના દહેજ બંદરગાહે પહોંચ્યું. જણાવી દઈએ કે ઈરાન-અમેરિકા પીસ ડીલ પછી ભારત આવનારું આ પહેલું લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) જહાજ છે, જે હોર્મુઝ પાર કરીને ભારત પહોંચ્યું છે. હજારો ટન ગેસ ભારતમાં આવવાથી LPG સપ્લાયમાં મોટી રાહત મળશે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. ઈરાન-અમેરિકા પીસ ડીલ લાગુ: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે વચગાળાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાત્રે ફ્રાન્સના વર્સેલ્સ પેલેસમાં આ સંબંધિત MoU પર હસ્તાક્ષર કર્યા. 2. અમેરિકા-ઈરાન પ્રતિનિધિઓ આજે સ્વિટ્ઝર્લેન્ડમાં મળશે: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર થયા પછી, બંને દેશો વચ્ચેની પ્રથમ ઔપચારિક વાટાઘાટો શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડના બર્ગેનસ્ટોક રિસોર્ટમાં યોજાશે. 3. ઇઝરાયલે કહ્યું- લેબનોનથી પાછા નહીં હટીએ: ઇઝરાયલી સેના (IDF) એ દક્ષિણ લેબનોનમાં પોતાની તૈનાતીનો નવો નકશો જાહેર કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે હાલ ત્યાંથી સૈનિકો હટાવવામાં આવશે નહીં. 4. હોર્મુઝથી જહાજોની અવરજવર તેજ: પીસ ડીલ પર હસ્તાક્ષર થયા પછી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર તેજ બની ગઈ છે. સાઉદી અરબના ધ્વજવાળા ત્રણ મોટા તેલ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ ચૂક્યા છે. 5. લેબનોનમાં ઇઝરાયલી હુમલામાં 3 લોકોનાં મોત: પીસ ડીલ લાગુ થયા પછી પણ ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં હુમલો કર્યો જેમાં ત્રણ લોકોના મોત થયા. 2 માર્ચથી અત્યાર સુધી આ હુમલાઓમાં 3,900 લોકો માર્યા ગયા છે. અમેરિકા-ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Gemini Live can now remember past chats, access connected apps  
    Next Article
    Editor's View: 4 હજાર લાશોના ઢગલા વચ્ચે મોતનું તાંડવ:અમેરિકા સાથેની દોસ્તી તૂટે તો ઈઝરાયલ માથે ત્રણ ખતરા, ટ્રમ્પે નેતન્યાહૂને બરાબર ભેરવી દીધા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment