Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીસંતે કહ્યું- ભારતને કોચ નહીં, ધોની જેવો મેન્ટર જોઈએ:ગંભીરના કોચિંગ પર સવાલ ઉઠાવ્યા; બોક્સિંગ રિંગમાં ઉતરીને મુકાબલો કરવાનો હરભજનને પડકાર ફેંક્યો

    1 day ago

    પૂર્વ ભારતીય પેસર એસ શ્રીસંતે ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું છે કે ભારતને પરંપરાગત કોચ નહીં, પરંતુ એમએસ ધોની જેવા મેન્ટરની જરૂર છે. 43 વર્ષના શ્રીસંતે કહ્યું- 'કોચ બદલી નાખો. ભારતને કોચ નહીં, મેન્ટરની જરૂર છે.' તેણે લલ્લનટોપને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'ખેલાડીઓ પર વધુ દબાણ લાવવાને બદલે માર્ગદર્શન અને વિશ્વાસ આપતું નેતૃત્વ ટીમ માટે વધુ ફાયદાકારક હોય છે.' આ ઉપરાંત તેણે ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહને ખુલ્લો પડકાર આપતા કહ્યું છે કે જો તેમનામાં હિંમત હોય તો બોક્સિંગ રિંગમાં આવીને આમને-સામને મુકાબલો કરે. શ્રીસંતે ભારતીય ટેસ્ટ ટીમના તાજેતરના પ્રદર્શન પર પણ સવાલ ઉઠાવ્યા. તેણે ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામે મળેલી સિરીઝ હાર પર ગંભીરની કોચિંગ શૈલી સામે વાંધો ઉઠાવ્યો. ભારતીય ટીમ ગયા વર્ષે પોતાના ઘરમાં સાઉથ આફ્રિકા સામે 2-0થી હારી ગઈ હતી. ત્યારે પણ ગંભીરની કોચિંગ પર સવાલ ઉઠ્યા હતા. ટીમ સાથે મોટા ભાઈ જેવો સંબંધ જોઈએ: શ્રીસંત શ્રીસંતે કહ્યું કે ટીમ સાથે મોટા ભાઈ જેવો સંબંધ હોવો જોઈએ. ફક્ત જીત પર ખુશ થવું અને હાર પર નારાજ થવું પૂરતું નથી. ખેલાડીઓને સહયોગ અને વિશ્વાસની જરૂર હોય છે. તેમણે મહેન્દ્ર સિંહ ધોનીનું ઉદાહરણ આપતા કહ્યું કે ભારતીય ટીમની ઘણી સફળતાઓની પાછળ તેમની વિચારસરણી અને નેતૃત્વ શૈલી રહી છે. શ્રીસંત બોલ્યો- વર્લ્ડ કપની જીતમાં ફક્ત કોચનું યોગદાન નથી શ્રીસંતે 2026 T20 વર્લ્ડ કપ જીતનો સંપૂર્ણ શ્રેય ગૌતમ ગંભીરને આપવા પર પણ સવાલ ઉઠાવ્યા. તેનું કહેવું હતું કે ખેલાડીઓ અને કેપ્ટનના યોગદાનને અવગણી શકાય નહીં. તેણે કહ્યું, ‘જ્યારે ટીમે વર્લ્ડ કપ જીત્યો ત્યારે સંપૂર્ણ શ્રેય ગંભીરને આપવામાં આવ્યો. પરંતુ, સેમસન ન હોત, સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ ન કરત અને યોગ્ય સમયે બોલિંગમાં ફેરફાર ન થયા હોત, તો શું ભારત જીતી શકત?’ ઇન્ટરવ્યૂમાં આપી ખુલ્લી ચેલેન્જ મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન શ્રીસંતને હરભજન સાથે બોક્સિંગ ગ્લવ્ઝ પહેરેલી તેની જૂની તસવીર બતાવી. આ પછી તેણે અચકાયા વગર હરભજનને પડકાર ફેંકી દીધો. શ્રીસંતે કહ્યું, 'શું તમારામાં હિંમત છે? શું તમે મારી સાથે રિંગમાં ઉતરી શકો છો? શું તમે સાઇન કરીને આવી શકો છો? હું ખુલ્લો પડકાર આપી રહ્યો છું. આ જ ગ્લવ્ઝ પહેરીને આવો અને મુકાબલો કરો.' તેણે એ પણ જણાવ્યું કે તેઓ હાલમાં 'બેયર નકલ ફાઇટ લીગ' સાથે જોડાયેલો છે અને કોમ્બેટ સ્પોર્ટ્સની દુનિયામાં સક્રિય છે. હરભજને શ્રીસંતને થપ્પડ મારી હતી ભારતીય ક્રિકેટના સૌથી ચર્ચિત વિવાદોમાં સામેલ IPL-2008નો 'સ્લેપગેટ' મામલો ફરી એકવાર ચર્ચામાં છે. શ્રીસંતે ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહને ખુલ્લો પડકાર આપતા કહ્યું છે કે જો તેમનામાં હિંમત હોય તો બોક્સિંગ રિંગમાં આવીને આમને-સામને મુકાબલો કરે. આ વિવાદ 2008માં ત્યારે શરૂ થયો હતો, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની મેચ બાદ હરભજને મેદાન પર શ્રીસંતને થપ્પડ મારી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર ક્રિકેટ જગતને હચમચાવી દીધું હતું અને તે IPLના ઈતિહાસની સૌથી વિવાદાસ્પદ ક્ષણોમાં સામેલ થઈ ગઈ હતી. ભારત માટે 2 વર્લ્ડ કપ જીતી ચૂક્યો છે શ્રીસંત જમણા હાથના ઝડપી બોલર એસ શ્રીસંતે ભારત તરફથી 2 વર્લ્ડ કપ જીત્યા છે. તે 2011માં વન-ડે અને 2007માં T20 વર્લ્ડ કપ જીતનારી ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યો છે. તેણે 27 ટેસ્ટ મેચમાં 87 વિકેટ ઝડપી છે. તેણે 53 વન-ડે અને T20 ઇન્ટરનેશનલ મેચ પણ રમી છે. IPLની 44 મેચમાં શ્રીસંતના નામે 40 વિકેટ છે. 2013માં ફિક્સિંગના આરોપમાં શ્રીસંત પર પ્રતિબંધ મુકાયો હતો મે 2013માં IPL દરમિયાન શ્રીસંત પર સ્પોટ ફિક્સિંગના આરોપો લાગ્યા હતા. તેની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. આ પછી BCCIએ તેને લાઇફ ટાઇમ માટે પ્રતિબંધિત કર્યા હતા. જોકે, આ આરોપો સામે શ્રીસંતે લાંબી લડાઈ લડી અને વર્ષ 2015માં વિશેષ અદાલતે તેને આરોપોમાંથી મુક્ત કર્યો હતો. વર્ષ 2018માં કેરળ હાઈકોર્ટે તેના પર લાગેલા આજીવન પ્રતિબંધને સમાપ્ત કર્યો. પરંતુ, 2019માં સુપ્રીમ કોર્ટે BCCIને તેની સજા ઓછી કરવા જણાવ્યું. બાદમાં બોર્ડે તેના પર લાગેલા આજીવન પ્રતિબંધને 7 વર્ષ સુધી ઘટાડી દીધો હતો, જે સપ્ટેમ્બર 2020માં સમાપ્ત થઈ ગયો. 3 વર્ષ પહેલાં તેના પર કેરળ પોલીસે છેતરપિંડી અને ઠગાઈનો કેસ નોંધાયો હતો.
    Click here to Read More
    Previous Article
    India News LIVE June 19 | Another NEET aspirant dies, Court summons Allu Arjun over theatre incident:— Breaking News Today
    Next Article
    દાહોદમાં ટાસ્ક ફોર્સના દરોડા, 2 તરૂણ શ્રમિકો મુક્ત:માલિકો સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment