Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીના નિકાલની વ્યવસ્થા કરી સમયાંતરે ટાંકીમાં પાણીની તપાસ કરાય‎:ગોધરા સિવિલ નજીક ભારતના પ્રથમ અલ્કલાઇન વૉટર એટીએમ પાસે ગંદકી

    2 days ago

    ગોધરા નગરપાલિકા દ્વારા પ્રજાહિત માટે નાસિકની પ્રથમેશ એન્ટરપ્રાઇઝિસના સંયુક્ત ઉપક્રમે ડીસે. 2025માં ભારતનો પ્રથમ સાર્વજનિક અલ્કલાઇન વૉટર એટીએમ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમા ગોધરામાં સિવિલ હોસ્પિટલ સહિત શહેરના 6 સ્થળો પર અલ્કલાઇન વૉટર એટીએમ મુકવામાં આવ્યા છે. જેમાથી લોકો સિક્કો નાંખી પાણી મેળવતા હોય છે. સિવિલ હોસ્પિટલની નજીક મુકવામાં આવેલા ''''જીવનધારા વૉટર એટીએમ'''' માંથી વેડફાતા કે બોટલમાંથી ઉભરાતા વધારાના પાણીના નિકાલની તંત્ર દ્વારા કોઈ જ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે મશીનની આસપાસ અતિશય ગંદકી અને કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના કારણે સ્થાનિકો અને હોસ્પિટલે આવતા દર્દીઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ભારતમાં પ્રથમ આટલા મોટા પ્રોજેક્ટનો પાલીકા સાથે એઓયુ થયુ હોવા છતા પાલીકા દ્વારા વધારાના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં નહી આવતા પાણી સીધું રસ્તા પર અને આસપાસ જમા થાય છે. જેના કારણે ત્યાં કાદવ-કીચડનું સામ્રાજ્ય સર્જાઇ રહ્યુ છે. એક તરફ સારવાર માટે સિવિલમાં આવતા દર્દીઓની સાથે આવતા સંબંધીઓ શુધ્ધ પાણી લેવા આવે છે. પરંતુ આવી ગંદકીને કારણે તેઓ પણ માંદગીમાં સપડાઇ શકે છે. આજ પરિસ્થિતિ શહરેના અન્ય સ્થળે મુકવામાં આવેલ એટીએમ પર પણ જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિકો અને સિવિલમાં આવતા લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા મોટા ઉપાડે પ્રોજેક્ટ શરૂ તો કરી દેવાય છે, પરંતુ પાણીના નિકાલ જેવી પાયાની સુવિધા કે આસપાસની સફાઈ બાબતે કોઈ દરકાર લેવામાં આવતી નથી.
    Click here to Read More
    Previous Article
    પાટણ બેંક ડિરેક્ટર્સ ચૂંટણી જાહેર, 5 જુલાઈએ મતદાન:15 બેઠક માટે ચૂંટણી, 2 મહિલા અને 1 SC/ST અનામત
    Next Article
    Cocktail 2 Review and Release LIVE Updates: ‘Kriti Sanon the only highlight of the film’, says early review

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment