Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારમાં ખરીદીનું પ્રભુત્વ જોવા મળ્યું:બજારમાં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ

    2 days ago

    ભારતીય શેરબજારમાં આજના ટ્રેડિંગ સેશન દરમિયાન તેજી તરફી માહોલ જોવા મળ્યો. દિવસની શરૂઆત સકારાત્મક વૈશ્વિક સંકેતો સાથે થઈ હતી, જેના કારણે શરૂઆતથી જ ખરીદીનું પ્રભુત્વ જોવા મળ્યું. બેંકિંગ, નાણાકીય સેવાઓ, માળખાગત વિકાસ અને વીજ ઉત્પાદન ક્ષેત્રમાં મજબૂત માંગના કારણે મુખ્ય સૂચકાંકોમાં સતત સુધારો નોંધાયો. દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ મર્યાદિત નફાવસૂલી જોવા મળી હોવા છતાં ખરીદદારોનું પ્રભુત્વ યથાવત રહ્યું. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટે સમજૂતી થઈ ગયાના પોઝિટીવ ડેવલપમેન્ટ સામે ઈઝરાયેલ આ સમજૂતીથી નારાજ હોવાનું અને લેબનોનથી સૈન્ય હટાવી લેવાનો ઈન્કાર કરી રહ્યું હોઈ અને હોર્મુઝને ગમે ત્યારે ઈરાન બંધ કરવાનો અધિકાર ધરાવતું હોવાના અને ઈરાને વેપારી જહાજ પર હોર્મુઝમાં ડ્રોન હુમલો કર્યાના અહેવાલો વચ્ચે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટતાં અટકતાં વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત ભારતીય શેરબજારોમાં આજે સતત તેજી જોવાઈ હતી. તેજી પાછળ પ્રમુખ પરિબળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત અને બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડિલ ફાઈનલ થવાના અહેવાલોની પોઝિટીવ અસર બજાર પર જોવાઈ હતી. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 77155 સામે 77131 પોઈન્ટના મથાળેથી ખુલીને 76953 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 539 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 254 પોઈન્ટના ઉછાળા સાથે 77409 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 24094 સામે 24105 પોઈન્ટના મથાળેથી ખુલીને 24032 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 178 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 115 પોઈન્ટના ઉછાળા સાથે 24209 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! આ સાથે નાણા પ્રધાન નિર્મલા સીતારામને ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધે એ માટે પ્રોત્સાહનો, પગલાં જાહેર કરતાં પોઝિટીવ અસરે તેજી બળવતર બની હતી. ફોરેન ફંડોની શેરોમાં ખરીદી વધતાં અમેરિકી ડોલર સામે રૂપિયો સતત ત્રીજા દિવસે મજબૂત રહ્યો હતો. ફંડોએ આજે પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આક્રમક તેજી કર્યા સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ શેરોમાં ખરીદી જોવા મળી હતી. ઈરાન-અમેરિકા યુદ્વના અંતની ડિલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જી-7 મીટિંગની સાથે સાથે યોજાનારી મીટિંગમાં ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો ફરી સુધરવાની અને બન્ને દેશો વચ્ચેની અપેક્ષિત ટ્રેડ ડિલને આખરી મહોર લાગવાની અપેક્ષાએ પણ આજે રોકાણકારોનો શેરોમાં ખરીદીનો ઉત્સાહ વધતો જોવાયો હતો. શેરોમાં સળંગ ચોથા દિવસે તેજી રહી ફંડોએ કેપિટલ ગુડઝમાં મોટી ખરીદી કરી હતી. આ સાથે પાવર, મેટલ, આઈટી, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો લેવાલ બન્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ આકર્ષણ વધતું જોવાયું હતું. લાંબા સમયથી વિશ્વને અસ્થિરતામાં ધકેલનારા ઈરાન-અમેરિકા યુદ્વનો આખરે અંત લાવવા બન્ને દેશો વચ્ચે સમજૂતી થયાના સમાચારે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં મંદીના વાદળો વિખેરાઈ તેજી હિલોળા લેવા લાગતાં અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બનીને આજે 10 પૈસા સુધરીને 94.50 થઈ જતાં શેરોમાં રોકાણકારોની સંપત્તિ-માર્કેટ કેપિટલાઈઝેશન આજે ફરી પાંચ લાખ કરોડનો આંક પાર કરી ગયું હતું. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.2.88 લાખ કરોડ વધીને રૂ.475.11 લાખ કરોડ એટલે કે 5.02 લાખ કરોડ ડોલરની ઊંચાઈએ પહોંચી ગયું છે. ચાર ટ્રેડિંગ દિવસોમાં ભારતીય શેર બજારોમાં સેન્સેક્સમાં 3323.07 પોઈન્ટ એટલે કે 4.50 ટકાનો અને નિફટી 50 ઈન્ડેક્સમાં 924.01 પોઈન્ટ એટલે કે 3.98 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ સાથે બન્ને બેન્ચમાર્ક છ અઠવાડિયાની ઊંચાઈએ પહોંચી ગયા છે. જ્યારે શેરોમાં એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની સંપતિ જે 11, જૂન 2026ના રોજ રૂ.452.33 લાખ કરોડની હતી, એ ચાર દિવસમાં રૂ.22.78 લાખ કરોડ વધીને રૂ.475.11 લાખ કરોડ પહોંચી છે. જે ડોલરના રૂ.94.50 ભાવ મુજબ માં 5.02 લાખ કરોડ ડોલરની ઊંચાઈએ પહોંચ્યું છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો ભારતીય બજાર માટે અનુકૂળ રહ્યા. અમેરિકન અને યુરોપિયન બજારોમાં સ્થિરતા તેમજ વૈશ્વિક વૃદ્ધિ અંગેના આશાવાદે રોકાણકારોની ભાવના મજબૂત બનાવી.વૈશ્વિક સ્તરે મંદી અંગેની ચિંતામાં ઘટાડો પણ બજાર માટે સકારાત્મક રહ્યો.સ્થાનિક સંસ્થાગત રોકાણકારોની સતત ખરીદી બજાર માટે મુખ્ય સકારાત્મક પરિબળ રહી. કોમોડિટી મૂવમેન્ટ :- કોમોડિટી બજારમાં આજે નબળું વલણ જોવા મળ્યું હતું. ગોલ્ડ, સિલ્વર, કોપર અને ક્રૂડ ઓઇલમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળતાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, જ્યારે નેચરલ ગેસમાં સ્થિરતા અને ઇલેક્ટ્રિસિટી સેગમેન્ટમાં મજબૂત ખરીદી જોવા મળી હતી. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને માંગ-પુરવઠાના સંકેતો વચ્ચે રોકાણકારો સાવચેતીપૂર્વક ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા...!!! ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ગોલ્ડ ફ્યુચર નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે દબાણ સાથે ખુલ્યું હતું. કિંમતી ધાતુમાં સતત વેચવાલી જોવા મળતાં ભાવ રૂ. 1,50,680 આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા...!!! સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં સિલ્વર ફ્યુચર ભારે નબળા વલણ સાથે ખુલ્યું હતું. જોરદાર વેચવાલીના દબાણને કારણે ભાવ રૂ. 2,43,109 આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા...!!! કોપર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં કોપર ફ્યુચર મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ખુલ્યું હતું. ઔદ્યોગિક ધાતુઓમાં નબળાઈ વધતાં ભાવ રૂ. 1,322.55 આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા...!!! ક્રૂડ ઓઇલ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ક્રૂડ ઓઇલ ફ્યુચર નબળા વલણ સાથે ખુલ્યું હતું. વેચવાલીના દબાણને કારણે ભાવ રૂ. 6,984 આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા...!!! નેચરલ ગેસ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં નેચરલ ગેસ ફ્યુચર સ્થિર વલણ સાથે ખુલ્યું હતું. મર્યાદિત ખરીદીના ટેકાથી ભાવ રૂ. 297.60 આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા...!!! ભાવિ દિશા :- ભારતીય શેર બજારોમાં લાંબા સમયથી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી બાદ હવે વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ શેરોમાં ફરી ખરીદદાર બનતાં જોવાઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશી રોકાણને આકર્ષવા લીધેલા પગલાં, પ્રોત્સાહનોના પરિણામે શેરોમાં ખરીદી વધતી જોવાઈ છે. આગામી દિવસોમાં બજારનું વલણ તેજી તરફી રહેવાની સંભાવના વધુ છે. જો સ્થાનિક અને વિદેશી નાણાં પ્રવાહ યાવત રહે તો મુખ્ય સૂચકાંકો નવા ઉચ્ચ સ્તરો તરફ આગળ વધી શકે છે. બેંકિંગ, નાણાકીય સેવાઓ, માળખાગત વિકાસ, વીજ ઉત્પાદન અને મૂડી માલસામાન ક્ષેત્ર આગામી તેજીનું નેતૃત્વ કરી શકે છે. ટેકનિકલ દૃષ્ટિએ મહત્વપૂર્ણ આધાર સ્તરો મજબૂત દેખાઈ રહ્યા છે, જેના કારણે ઘટાડા દરમિયાન ખરીદીનું વલણ જોવા મળી શકે છે. જોકે સતત વધારા બાદ ટૂંકા ગાળામાં નફાવસૂલી આવવાની શક્યતા નકારી શકાય નહીં. રોકાણકારોએ ગુણવત્તાસભર અને મજબૂત મૂળભૂત પરિબળ ધરાવતા શેરોમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તા.19.06.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... તા.18.05.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24209 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24088 પોઈન્ટના પ્રથમ અને 24008 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24272 પોઈન્ટ થી 24303 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24373 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ ભારત ફોર્જ ( 2024 ) :- ઓટો કોમ્પોનેન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીયલ ફોર્જિંગ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1993 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1980 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2047 થી રૂ.2068 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.2075 ઉપર તેજી તરફી ધ્યાન...!! ભારતી એરટેલ ( 1877 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1860 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.184૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1893 થી રૂ.1900 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ગોદરેજ પ્રોપર્ટીઝ ( 1817 ) :- રૂ.1797 નો પ્રથમ તેમજ રૂ.1780 ના બીજા સપોર્ટથી રિયલ એસ્ટેટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1833 થી રૂ.1840 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1333 ) :- ઓઇલ અને ગેસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.1347 થી રૂ.1360 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.1293 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( 1046 ) :- રૂ.01 ની ફેસવેલ્યુ ધરાવતા પીએસયુ બેંકિંગ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1017 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.1063 થી રૂ.1070 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!
    Click here to Read More
    Previous Article
    Gulmarg Gondola to Mi Teleférico: 7 highest ropeways in the world
    Next Article
    વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા-અંબાલાલ આમને સામને:જયંત પંડ્યાએ કહ્યું- અંબાલાલ તથ્યહિન વાતો કરે છે,અંબાલાલ બોલ્યા-'ખેડૂત ના પાડશે તે દિવસથી આગાહી બંધ કરી દેશું'

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment