Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં જળસંચયની અસર:મધુવન ડેમ છલકાયો, નદીઓ ભરાઈ; ખેતરોમાં લીલોછમ પાક લહેરાયો

    2 days ago

    વલસાડ જિલ્લામાં જળસંચય અને વરસાદને કારણે ખેતીવાડી ક્ષેત્રે સકારાત્મક સ્થિતિ જોવા મળી રહી છે. ચોમાસા પૂર્વે જિલ્લાની નદીઓ અને જળાશયોમાં પાણીની સ્થિતિ સારી છે. મધુવન ડેમ સહિતની નદીઓ પાણીથી ભરાઈ ગઈ છે, જેના પરિણામે ખેતરોમાં શાકભાજી અને શેરડીનો પાક લહેરાઈ રહ્યો છે. સિંચાઈ વિભાગના સત્તાવાર સૂત્રો અનુસાર, વલસાડ જિલ્લાની ખેતી માટે મહત્વપૂર્ણ મધુવન ડેમમાં પાણીનો જીવંત સ્ટોક ૧૪૫.૫૯ મિલિયન ક્યુબિક મીટર (MCM) નોંધાયો છે. ડેમની વર્તમાન સપાટી આગામી સમયમાં ખેતી અને પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતી છે. જિલ્લામાંથી પસાર થતી નાની-મોટી નદીઓમાં પાણીની આવક ચાલુ છે. જળસંકટ ટાળવા માટે તંત્ર અને સ્થાનિકો દ્વારા નદીઓ પરના કોઝવે અને ચેકડેમોમાં પાણીનો સંગ્રહ કરાયો છે. આ જળસંચયને કારણે ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવ્યા છે. આ ઉપરાંત, જિલ્લાની તમામ સિંચાઈ નહેરો (કેનાલો) કાર્યરત છે. વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોની માગણી મુજબ ખેતી માટે પાણીનો પુરવઠો છોડવામાં આવી રહ્યો છે, જેનાથી છેવાડાના ગામોના ખેડૂતોને પણ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહ્યું છે. સિંચાઈ માટે પૂરતા પાણીને કારણે વલસાડના ખેડૂતોએ મોટા પાયે વાવેતર કર્યું છે. હાલ જિલ્લાના ખેતરોમાં શાકભાજી અને રોકડિયા પાક શેરડીનો સારો પાક લહેરાઈ રહ્યો છે. બજારમાં શાકભાજીની આવક વધવાની શક્યતા છે, જ્યારે શેરડીના પાકને પૂરતું પાણી મળતા તેની ગુણવત્તા અને વજન સુધરશે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યપાલ, CM વંદે ભારતથી નવસારી પહોંચ્યા:ખેરગામમાં વૃક્ષારોપણ કરશે; ભાજપના નેતાઓના સ્થાને પોલીસ અને વહીવટી અધિકારીઓએ આવકાર્યા
    Next Article
    Finance ministry ratifies EPF rate of 8.25% for FY26; UPI withdrawal by month-end

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment