Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિમલ નથવાણી ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા:ચોથી ટર્મ માટે અપક્ષ સાંસદ તરીકે પસંદ પામ્યા, હવે ઝારખંડના ગ્રામીણ વિકાસનું ફોકસ

    1 day ago

    પરિમલ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. પરિમલ નથવાણી અગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ તરીકે બે ટર્મ સુધી સેવા આપી ચૂક્યા છે, અને તેઓ રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદ હોવાનો રેકોર્ડ ધરાવે છે. વર્ષ 2020માં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ, તેમનું ઝારખંડથી ફરીથી ચૂંટાઈ આવવું એ આ રાજ્યમાં તેમની મહત્વપૂર્ણ વાપસી છે. નથવાણીએ ઝારખંડને ઘણા લાંબા સમય અગાઉથી જ પોતાની "કર્મભૂમિ" તરીકે જાહેર કરી છે. રાજ્ય માટે પોતાના વિઝન અને ભવિષ્યના વિકાસના રોડમેપ વિશે પરિમલ નથવાણીએ કહ્યું હતું કે: "અહીં એક દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ, ઝારખંડ હવે મારા માટે નવું સ્થળ નથી. તે મારી કર્મભૂમિ છે. રાજ્યસભામાં ફરી એકવાર અહીંના લોકોની સેવા કરવાની મને તક મળી તે બદલ હું ખૂબ આભારી છું. આગળ વધતાં, હું મારું ધ્યાન ગ્રામીણ વિસ્તારો તરફ કેન્દ્રિત કરીશ, જ્યાં અમે મજબૂત કૌશલ્યવર્ધન કાર્યક્રમો ચલાવીને તેમજ કુટીર ઉદ્યોગને પુનર્જીવિત કરીને એકદમ પાયાના સ્તરે આજીવિકાની ટકાઉ તકોનું સર્જન કરવા માગીએ છીએ. ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ, આરોગ્યસંભાળ સુવિધાઓ અને શિક્ષણનો વિકાસ કરવા પર મારું ધ્યાન કેન્દ્રિત રહેશે." પોતાની અગાઉની બે ટર્મ દરમિયાન નથવાણીએ સીમાચિહ્ન સ્થાપિત કર્યો હતો, જેમાં તેમણે સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY) માટે સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ (MPLAD) ફંડના લગભગ 100 ટકા હિસ્સાનો ઉપયોગ ગ્રામીણ વિકાસ, માળખાંગત સુવિધાઓની સ્થાપના, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા પાછળ કર્યો હતો. SAGY હેઠળ તેમના દ્વારા દત્તક લેવામાં આવેલી ત્રણ આદર્શ ગ્રામ પંચાયતો બડામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાડાગ તેમજ ત્યાં કરાયેલા વિકાસના કાર્યો અનુકરણીય રહ્યા છે. રાજ્યમાં તેમનું સૌથી મોટું યોગદાન એ હતું કે તેમણે પોતાના સાંસદ ભંડોળ જ નહીં પણ પોતાના વ્યક્તિગત ફંડમાંથી પણ IIM-રાંચી માટે 600 લોકોની બેઠક ક્ષમતા ધરાવતો અત્યાધુનિક સેમિનાર હોલ બનાવવા રૂ. 15 કરોડ આપ્યા હતા. તેમણે પોતાના અંગત ભંડોળમાંથી ₹1.07 કરોડ ખર્ચીને રાતુ રોડ સ્થિત જર્જરિત રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલનું પુનર્નિર્માણ કરાવ્યું હતું, રાજ્યભરમાં આરોગ્ય પેટા-કેન્દ્રોની સ્થાપના કરી હતી તેમજ અનેક એમ્બુલન્સનું દાન કર્યું હતું. તેમણે બડામમાં ત્રણ માળની 'મોડેલ સ્કૂલ', કરમટોલીમાં આદિવાસી છાત્રાલય માટે પુસ્તકાલયના બિલ્ડીંગ અને ગ્રામીણ યુવાનો માટે મફત કમ્પ્યુટર કૌશલ્ય કેન્દ્રોની સ્થાપના પણ કરી હતી. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ, તેમણે પીવાના પાણી માટે ઊંડા બોરિંગની યોજનાઓ સ્થાપિત કરી, અનેક પાકી (PCC) સડક બનાવડાવી હતી, સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કર્યા અને ગ્રામીણ ઘરોમાં સૌર લેમ્પનું વિતરણ કર્યું હતું. તેમણે સારણા સ્થળ, મસ્ના અને મડાઈ સ્થળ સહિત પવિત્ર આદિવાસી ધાર્મિક સ્થળોનું ધરમૂળથી નવસર્જન અને પુનઃસ્થાપન કર્યું હતું. જ્યારે સ્થાનિક યુવાનોને સશક્ત બનાવવા માટે સ્ટેડિયમ, સ્પોર્ટ્સ ગેલેરી અને સમુદાયિક ઉદ્યાનો બનાવડાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ:NDA સમર્થિત ઉમેદવાર પરિમલ નથવાણી જીત્યા, કોંગ્રેસને ઝટકો
    Next Article
    ટેસ્લાની ફુલ્લી સેલ્ફ ડ્રાઇવ 'મોડેલ YL'ની ડિલિવરી શરૂ:6 લક્ઝરી સીટર ઇલેક્ટ્રિક SUV સિંગલ ચાર્જ પર 681km ચાલશે, કિંમત ₹61.99 લાખથી શરૂ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment