Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત બીજા દિવસે શહેરમાં વરસાદ:બપોરના સમયે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા, ચોમાસાના આગમન પહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશી

    2 days ago

    વડોદરા શહેરમાં આજે 18 જૂને હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ગઈકાલે વરસેલા વરસાદ બાદ આજે સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. બપોરે અચાનક વરસાદ શરૂ થતાં જનજીવન પર તેની અસર જોવા મળી હતી. ખાસ કરીને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પહેલો વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટ વચ્ચે હવે વરસાદી માહોલ સર્જાયો હતો. ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયા બાદ આજે સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાયેલા રહ્યા હતા. વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. શહેરમાં બપોરે અનેક વિસ્તારોમાં વરસાદ બપોરના સમયે અચાનક વરસાદ શરૂ થતાં શહેરના મુખ્ય માર્ગો પર વાહનચાલકો અટવાઈ ગયા હતા. અનેક લોકો રેઇનકોટ અથવા છત્રી વિના બહાર નીકળ્યા હોવાથી તેઓને દુકાનો, બસ સ્ટેન્ડ અને અન્ય શેડ હેઠળ આશરો લેવાની ફરજ પડી હતી. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી હતી. વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી જવા સાથે વાતાવરણ આહલાદક બન્યું હતું. જોકે અચાનક વરસાદને કારણે રોજિંદા કામકાજ માટે બહાર નીકળેલા લોકો અને દ્વિચક્રી વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના મુળી ગામે યુવક-યુવતીઓ પર હુમલો:લાકડાના ફટકા વડે માર મરાયો, પોલીસ તપાસ શરૂ
    Next Article
    Patan Road Construction in Water LIVE | રસ્તાનો વિકાસ કરવામાં આટલી ઉતાવળ કેમ? | Radhanpur | BJP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment