Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકનો શિકાર કરનાર સિંહ કેમેરામાં કેદ:પશુનો નહીં પણ માણસનો શિકાર કર્યો તે વીડિયો ઉતારનારને પણ ખબર ન હતી; સિંહો ભૂખ્યા ન હતા છતાં કેમ હુમલો કર્યો તે અંગે શંકા

    21 hours ago

    અમરેલી અને ભાવનગર જિલ્લામાં સિંહો દ્વારા માનવ મૃત્યુના બનાવોમાં વધારો થતાં સ્થાનિક લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. આ મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. તાજેતરમાં રાજુલાના કોવાયા નજીક એક યુવકનો સિંહે શિકાર કર્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ફૂટેજમાં જોવા મળે છે કે, જ્યારે સિંહ યુવકનો શિકાર કરી રહ્યો હતો, ત્યારે ત્યાંથી પસાર થતો એક ટ્રક ચાલક વાહનની હેડલાઈટો ચાલુ રાખીને સતત એક કલાક સુધી આ દ્રશ્ય લાઈવ જોતો રહ્યો હતો. સિંહ જ્યારે શિકાર કરીને ત્યાંથી દૂર જાય છે ત્યારે જ ટ્રક ચાલક પણ ત્યાંથી નીકળે છે. હાલ વન વિભાગ અને પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબજે કરીને મામલે ગુપ્ત રાહે અલગ-અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સિંહ મિજબાની માણી રહ્યો હોવાનું જોવા મળે છે. અહિંથી પસાર થતાં કોઈ વાહન ચાલકે આ વીડિયો ઉતાર્યો હતો. વીડિયો ઉતારનારને પણ ખબર ન હતી કે સિંહે કોઈ પશુનો નહીં પણ માણસનો શિકાર કર્યો છે. સમગ્ર ઘટનાને લઈને અનેક શંકા મૃતક યુવક મૂળ ઉત્તરાખંડનો વતની હતો અને મોડી રાત્રે પોતાના વતન જવા માટે નીકળ્યો હતો. પોલીસ અને વન વિભાગની પ્રાથમિક તપાસમાં આ સમગ્ર ઘટનાને લઈને અનેક શંકાઓ ઉપજી રહી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, મૃતક યુવક રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ એક ખાનગી કંપનીના બેલ્ટ પાસે આવેલા પાનના ગલ્લે આવે છે. શિકારની આ ઘટના રાત્રે 3 વાગ્યાની આસપાસ બની હતી. પાનના ગલ્લાથી 500 મીટર દૂર આ બનાવ બન્યો હતો. આ વચ્ચેના 2 કલાકના સમય દરમિયાન યુવક ક્યાં હતો તે અંગે વન વિભાગે તપાસ હાથ ધરી છે. યુવકની બેગ જેમ હતી તેમ જ મળી આવતા રહસ્ય ઘેરાયું આ ઉપરાંત ઘટનાસ્થળે રોડ કાંઠે ટાયર્સની બાજુમાં યુવકની બેગ જે રીતે વ્યવસ્થિત મૂકેલી મળી આવી છે તેનાથી પણ રહસ્ય ઘેરાયું છે. આ બેગની બરાબર પાછળ રોડ નીચે સિંહે યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યાં સિંહના સગડ એટલે કે પગલાં પણ મળી આવ્યા છે, જેનાથી સિંહે જ હુમલો કર્યો હોવાનું નક્કી થાય છે. ક્રોસ ચેકિંગમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો વન વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા ક્રોસ ચેકિંગમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ વિસ્તારના સિંહોએ એક દિવસ પહેલા જ મારણ કર્યું હતું, એટલે કે તેઓ ભૂખ્યા નહોતા. વળી, આ વિસ્તારમાં સિંહો અવારનવાર વાહનો અને લોકોની સાવ નજીકથી મુક્તપણે પસાર થતા હોય છે, પરંતુ ક્યારેય માણસો પર અચાનક હુમલો કરવાની કે પાછળ દોડવાની ઘટનાઓ ખૂબ જ ઓછી સામે આવી છે. આવી સ્થિતિમાં સિંહે અચાનક આ યુવક પર કેમ હુમલો કર્યો તે વન વિભાગને હજુ સમજાતું નથી. આ મૃતક યુવક ઘટના પહેલા રાત્રે 12 વાગ્યાની આસપાસ પણ આ જ વિસ્તારમાં જોવા મળ્યો હતો, જેથી વન વિભાગ આ તમામ કડીઓને જોડીને ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના જૂનાગઢના ચીફ ફોરેસ્ટ કન્ઝર્વેટર (CF) રામ રતન નાલા અને ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF) ચિરાગ અમીન સહિતના વરિષ્ઠ અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા. તેમણે સૌપ્રથમ ભાવનગર જિલ્લામાં માનવ-સિંહ હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી, જ્યાં માત્ર અવશેષો મળ્યા હતા. ત્યારબાદ તેમણે કોવાયા ગામ નજીક યુવકના શિકાર સ્થળની મુલાકાત લીધી હતી. સામાન્ય રીતે સિંહો સામેથી હુમલો કરતા નથી વન વિભાગના અધિકારીઓ આ ઘટનાઓને શંકાસ્પદ માની રહ્યા છે, કારણ કે સામાન્ય રીતે સિંહો સામેથી હુમલો કરતા નથી. શેત્રુંજી ડિવિઝનના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF) વિરલસિંહ ચાવડાએ દિવ્યભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સિંહો ભૂખ્યા ન હતા. ગુજરાતમાં કુલ 891 સિંહોમાંથી 339 સિંહો અમરેલી જિલ્લામાં નોંધાયેલા છે, જે લોકોના સહકારથી શક્ય બન્યું છે. વન વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. ઉદ્યોગોને પણ જનજાગૃતિ ફેલાવવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો વન વિભાગના ટોલ-ફ્રી નંબર 1926 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ, અમરેલી જિલ્લામાં દરિયા કાંઠે આવેલા રાજુલા અને જાફરાબાદ પંથકના ઉદ્યોગોમાં સિંહો વસવાટ કરી રહ્યા છે જેમા જાફરાબાદ તાલુકામા બાબરકોટ નર્મદા સિમેન્ટ કંપની, લુણસાપુર સીંટેક્ષ કંપની, કોપર કંપની, ભકોદર સ્વાન એનર્જી, રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીમ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપની, પીપાવાવ પોર્ટ સહિત કંપનીની આસપાસ સિંહો ફરી રહ્યા છે. મોટી સંખ્યામાં પરપ્રાંતી લોકો પણ અહીં વસવાટ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:બાલાસિનોરમાં સૌથી વધું 5.78 ઇંચ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, લોકોને ગરમીથી રાહત
    Next Article
    Zeenat Aman reveals her Hindu mom named her Laliteshwari, parents had an interfaith marriage

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment