Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા નજીક કોટાલી ગામમાં ફરસખાનામાં ભીષણ આગથી અફરાતફરી:પાંચ ફાયર સ્ટેશનની ટીમોએ ત્રણ કલાકે દોઢ લાખ લિટર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો

    23 hours ago

    વડોદરા શહેર નજીક આવેલા કોટાલી ગામમાં આવેલી નવી નગરી ફરખાનામાં ભીષણ આગની ઘટના સામે આવી હતી. આગ લાગતાની સાથે જ ગામમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવને લઈ ટીપી 13 ફાયર સ્ટેશનને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પોહચી અન્ય ફાયર સ્ટેશનને જાણ કરી હતી. ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, ભીષણ આગમાં ફરસખાનનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ભીષણ આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર વિભાગની પાંચ ટીમો તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે વાસણા, પાણીગેટ, ટીપી-13 અને GIDC ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી સત્તત્ત ત્રણ કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ભીષણ આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. ફાયર વિભાગે 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો આ આગના બનાવને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ફાયર વિભાગે સમી સાંજે લાગેલી આગને ત્રણ કલાકની જહેમત પછી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગ બુઝાવવા માટે ફાયર વિભાગે અંદાજે દોઢ લાખ લિટર પાણીનો ઉપયોગ કર્યો હતો. કોટલીમાં 6 હજાર સ્ક્વેર ફીટના આ વિશાળ ગોડાઉનને મોટા પાયે નુકસાન થયું હોવાનો અંદાજ છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં નફાવસૂલી-નવી ખરીદી વચ્ચે ખેંચતાણ જોવા મળી:અસ્થિરતા વચ્ચે તેજી પરંતુ ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત
    Next Article
    અંધશ્રદ્ધામાં પત્નીને હેરાન કરતા પતિને અભયમે પાઠ ભણાવ્યો:પાદરામાં સિનિયર સિટીઝન મહિલાને પતિનો માનસિક ત્રાસ, ઘરમાં ઝઘડા થાય ત્યારે ભુવા જાગરીયા પાસે લઈ જઈ અંધશ્રદ્ધાપૂર્ણ ક્રિયાઓ કરાવતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment