Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ, બગોદરા અને ધોલેરામાં વરસાદી માહોલ જામ્યો:અરવલ્લી વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો, ભારે પવનના કારણે વીજળી પણ ડુલ

    1 day ago

    ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખ 15 જૂન છે અને 30 જૂન સુધીમાં તો ચોમાસું આખા ગુજરાતને કવર કરી લેતું હોય છે. પરંતુ, 15 જૂન વિતી ગયા બાદ પણ રાજ્યમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી ન થતા ચિંતાના વાદળો ઘેરાયા છે. ચોમાસું 8 જૂનથી પશ્ચિમી તટ પર લગભગ સ્થિર છે. ત્યારે હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, ચોમાસાને મુંબઈ પહોંચવામાં હજુ 7થી 8 દિવસ લાગી શકે છે. તો આ તરફ આજે (17 જૂન) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે દાસે જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ માટે ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલી માટે કોઈ મોટું એલર્ટ નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 કલાક એટલે કે 1 વાગ્યા સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં વરસાદી છાંટા પડ્યા અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે, શહેરના એસ.પી. રીંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલ નજીક વરસાદી છાંટા પડ્યા છે. છેલ્લા કેટલા દિવસથી ગરમીના બફારાના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યારે વરસાદી છાંટા પડવાના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. એસ.પી. રીંગ રોડ પર ઓગણજથી વૈષ્ણોદેવી સર્કલ તરફના રોડ ઉપર વરસાદી છાંટા પડ્યા છે. એસ.જી. હાઇ-વે પર વૈષ્ણોદેવી સર્કલ, રિંગ રોડ, જગતપુર, ગોતા સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે. હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટાની આગાહી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં વૈષ્ણોદેવી સર્કલ, જગતપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા પડતા વાતાવરણ એકદમ ઠંડક વાળું બની ગયું છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ મેઘમહેર થતાં સમગ્ર પંથકમાં ઠંડક ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની શાનદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં આનંદની હેલી જોવા મળી રહી છે. ધોલેરા પંથકમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ મેઘમહેર થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ તરફ, અમદાવાદ ગ્રામ્યના બગોદરા વિસ્તારમાં પણ પવન સાથે સારો વરસાદ ખાબક્યો છે, જેને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને લોકોને અસહ્ય ગરમી તથા બફારામાંથી મોટી રાહત મળી છે. બીજી તરફ, સૌરાષ્ટ્રના ગીર પંથકમાં આવેલા તાલાલામાં પણ લાંબા સમય બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આ વરસાદી માહોલને કારણે ખેડૂતોમાં વાવણીને લઈને નવી આશાનો સંચાર થયો છે. સાબરકાંઠા જિલ્લામાં આજે મોડી સાંજે વડાલી તાલુકાના કુબા ધરોલ ગામના આસપાસ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો. થરાદ પંથકમાં મોડીસાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વેદલા, દિદરડા, દુધવા સહિત આસપાસના ગામોમાં વરસાદી ઝાપટાં પડતાં ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. દિવસભરની ગરમી બાદ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. નવસારી શહેરના પૂર્વ વિસ્તારોમાં વરસાદી ઝાપટા હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે 17 જૂને સવારે નવસારી શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. એટલે કે શહેરના પૂર્વ વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. શહેરના સર્કિટ હાઉસ, ડેપા સહિત તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. પવન સાથે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા ખેડૂતો અને શહેરીજનો હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. આગામી બે દિવસ હવામાનનું પૂર્વાનુમાન 17 જૂન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે. બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. 18 જૂન અરવલ્લી, મહીસાગર, દાહોદછૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે. બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. 12 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે દાસના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આજે એટલે કે, 17 જૂનના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દીવના અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથ જેવા છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 18 જૂનના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને બાકીના દિવસોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાનું અનુમાન છે. 2025માં 16મી જૂને સત્તાવાર ચોમાસું બેસી ગયું હતું હવામાન વિભાગના મતે ગુજરાતમાં 15 જૂને સત્તાવાર ચોમાસું બેસી જતું હોય છે. છેલ્લા બે વર્ષની વાત કરીએ તો, 2025માં 16મી જૂને બેસ્યું હતું. જ્યારે 2024માં 3 દિવસ વહેલા એટલે કે 12મી જૂને જ ચોમાસું બેસી ગયું હતું. અલનીનોના કારણે સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા આ વર્ષે અલનીનોના કારણે સંકટના વાદળો ઘેરાયા છે. IMD દ્વારા જાહેર કરાયાલે લોંગ રેન્જ પૂર્વાનુમાનમાં અલનીનોના કારણે સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે દાસે જણાવ્યું હતું કે આગામી દિવસમાં અલનીનોની સ્થિતિ વધુ મજબૂત થવાનું પૂર્વાનુમાન છે. 7 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના અન્ય ભાગો જેવા કે તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢ તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. જો કે, ગુજરાતમાં હાલ નીચલા સ્તરે સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહ્યું છે અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. 40.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ ગરમીની વાત કરીએ તો, 16 જૂને 40.6 ડિગ્રી સાથે અમદાવાદ શહેર સૌથી ગરમ શહેર રહ્યું. ત્યારબાદ ભાવનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અન્ય શહેરો ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર રહ્યો હતો. અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ રહેશે અને સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે પવનની ગતિ 15 થી 20 નોટ્સ અને ક્યારેક વધીને 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. ==== આ પણ વાંચો: રાજસ્થાનના 23 જિલ્લામાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ, દેશના 103 જિલ્લામાં જ અત્યાર સુધીમાં સામાન્ય વરસાદ મોન્સૂન 8 જૂનથી પશ્ચિમી તટ પર લગભગ સ્થિર છે. હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, મોન્સૂનને મુંબઈ પહોંચવામાં 7-8 દિવસ લાગી શકે છે. તેનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં મજબૂત લો-પ્રેશર એરિયા એટલે કે ડિપ્રેશન ન બનવું છે. મોન્સૂનની ધીમી ગતિને કારણે દેશના 723 જિલ્લાઓમાંથી માત્ર 103માં જ સામાન્ય વરસાદ થયો છે. રાજસ્થાનના જયપુર, ભરતપુર અને કોટા સહિત 23 જિલ્લાઓમાં આજે વાવાઝોડા-વરસાદનું યલો એલર્ટ છે. છેલ્લા 24 કલાકમાં ઝુનઝુનુ સહિત રાજ્યના 10 જિલ્લાઓમાં 2 ઇંચ વરસાદ થયો છે. જ્યારે, મધ્ય પ્રદેશના રાયસેન, છિંદવાડા, ગ્વાલિયર અને સાગર સહિત 8 જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદની અસર રહેશે. બિહારના ભાગલપુર, પૂર્ણિયા અને ચંપારણ સહિત 26 જિલ્લાઓમાં આજે વરસાદનું એલર્ટ છે. મંગળવારે પટના સહિત 7 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું. દિલ્હી-એનસીઆરમાં મંગળવારે વરસાદ અને તેજ પવનો ફૂંકાયા. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6°C સુધી ઓછું નોંધાયું, જેના કારણે આ જૂનનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો. 4 જૂને કેરળમાં દસ્તક આપ્યા બાદ મોન્સૂન 13 દિવસમાં 19 રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    Telegram failed to curb fraud, fuelled public unrest: What government’s blocking order says
    Next Article
    Surat school student stabbed by another; victim stable: Police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment