Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કણબીપીઠા નજીક સંજીવની દૂધ રસ્તા પર ફેંકાયેલું મળ્યું:આદિવાસી બાળકોના પોષણ સાથે ચેડાંનો આરોપ, જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપ્યા

    2 days ago

    સાગબારા અને ડેડિયાપાડા વચ્ચેના મુખ્ય માર્ગ પર કણબીપીઠા નજીક આંગણવાડીના બાળકોને અપાતું સંજીવની દૂધ રસ્તા પર ફેંકાયેલું મળી આવ્યું છે. આ ઘટનાને કારણે અનેક સવાલો ઊભા થયા છે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગરીબ અને પોષણની જરૂરિયાત ધરાવતા આદિવાસી બાળકો માટે આ દૂધ પૂરું પાડવામાં આવે છે. આવા પોષણયુક્ત આહારનો બગાડ થવો એ માત્ર સરકારી સંપત્તિનો જ નહીં, પરંતુ ગરીબ બાળકોના હક્કનો પણ ભંગ ગણાય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ડેડિયાપાડા તાલુકાના ઘાટોલી નજીક આવી જ એક ઘટના સામે આવી હતી. સંજીવની દૂધના પેકેટો વારંવાર રસ્તા પર જોવા મળતા સરકારી યોજનાઓના અમલીકરણ અને દેખરેખ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. આ મામલે નર્મદા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જનક માઢકે જણાવ્યું કે, 1 જૂનના રોજ પણ આવી જ ઘટના બની હતી, જેના કારણે બાળકો દૂધ વગર રહ્યા હતા. તેમણે આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. માઢકના જણાવ્યા અનુસાર, દૂધ ધારા ડેરી ભરૂચથી એજન્સી દ્વારા આંગણવાડી સુધી પહોંચાડવામાં આવે છે અને તે જ દિવસે સપ્લાય કરવાનું હોય છે. દૂધ મોડું કેમ સપ્લાય થયું તે જાણવું જરૂરી છે. તેમણે કોઈ સપ્લાયર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે અને ફેંકાયેલી થેલીઓ અંગે પણ તપાસ કરાશે. આવી ઘટનાઓનું વારંવાર બનવું અત્યંત ગંભીર બાબત છે. જો સમયસર તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય, તો સરકારી પોષણ યોજનાઓની વિશ્વસનીયતા પર અસર પડી શકે છે. લોકો હવે તંત્રની તપાસ અને કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રવાપરમાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા:રામજી મંદિર પાછળ પોલીસનો દરોડો, ₹22,500નો મુદ્દામાલ જપ્ત
    Next Article
    સુરેન્દ્રનગરમાં યુવક મોબાઈલ ટાવર પર ચડતા દોડધામ:નવા સર્કિટ હાઉસ સામે ઘટના, ફાયર-પોલીસ રેસ્ક્યુમાં જોડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment