Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચમનપર ગામે ડૉ. પ્રશાંત મેરજા પ્રવેશદ્વારનું લોકાર્પણ:દિવ્યાંગ યુવાનના હસ્તે ઉદ્ઘાટન, મેરજા પરિવારે આપી સંવેદનાની મિસાલ

    1 day ago

    માળીયા (મી) તાલુકાના ચમનપર ગામે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દિવંગત પુત્ર ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં નિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું છે. આ પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન ગામના એક દિવ્યાંગ યુવાનના હસ્તે કરાવીને મેરજા પરિવારે સામાજિક સંવેદનાનો સંદેશ આપ્યો હતો. ડૉ. પ્રશાંત મેરજાનું 23 વર્ષની વયે કાર અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. તેમની સ્મૃતિને જીવંત રાખવા મેરજા પરિવાર દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ રહી છે. આ સેવાકીય કાર્યોના ભાગરૂપે ચમનપર ગામમાં આ પ્રવેશદ્વારનું નિર્માણ થયું છે. 'ડૉ. પ્રશાંત બ્રિજેશ મેરજા પ્રવેશદ્વાર'ના લોકાર્પણ પ્રસંગે કોઈ ભપકો કે ઔપચારિકતા રાખવામાં આવી ન હતી. ગામના દિવ્યાંગ યુવાન હકો (નરેન્દ્ર)ના હસ્તે રિબન કાપીને પ્રવેશદ્વાર ખુલ્લું મુકાયું હતું. ડૉ. પ્રશાંત મેરજાને તેમના વતન ચમનપર ગામ સાથે વિશેષ લગાવ હતો. બાળપણમાં તેઓ વેકેશન અને અન્ય પ્રસંગોએ ગામે આવતા હતા. તેમની યાદોને જીવંત રાખવાના હેતુથી ગામના ગોંદરે આ પ્રવેશદ્વાર બનાવાયું છે. આ પ્રસંગે ગ્રામજનો, સરપંચ અને મેરજા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ડૉ. પ્રશાંત મેરજાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મુલતવી:વિવિધ સમિતિઓની રચનાનો એજન્ડા, હવે 29 જૂને મળશે બેઠક
    Next Article
    Gujarat Weather Update Live | આગામી 48 કલાકમાં વરસાદી માહોલ જામશે! | Rain | Monsoon | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment