Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશોક ચૌધરી-કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ:કોર્ટમાંથી પરત ફરતા અશોકને ચાર શખ્સોએ આંતરી છરા સાથે જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો, નોંધાઈ પોલીસ ફરિયાદ

    10 hours ago

    પાટણમાં અશોક ચૌધરી અને કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદમાં પ્રેમ લગ્ન બાદ ચાલી રહેલા છૂટાછેડાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં યુવક પર હુમલાનો પ્રયાસ થયાનો બનાવ સામે આવ્યો છે. આ યુવકને બનાસકાંઠાના સમી તાલુકાના ગોચનાદ ગામ નજીક બનાસ નદીના કોઝવે પર કાર આંતરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ સમી પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે બે નામજોગ અને બે અજાણ્યા સહિત કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 2024માં લગ્ન કર્યા, બાદમાં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી ફરિયાદી અશોક વાલાભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર વર્ષ 2021 દરમિયાન રાધનપુરમાં લાયબ્રેરી ચલાવતા સમયે તેમની ઓળખ સિનાડ ગામની કિંજલ શંકરભાઈ રબારી સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા 2 મે, 2024ના રોજ પંચમહાલ જિલ્લાના ઘુસર ગામે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન કર્યા હતા અને ગ્રામ પંચાયતમાં લગ્નની નોંધણી પણ કરાવી હતી. કિંજલના પરિવારજનો આ લગ્નથી અસંતુષ્ટ હોવાથી ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરવામાં આવી હતી. અશોકના જણાવ્યા મુજબ છૂટાછેડાના કાગળો પર સહી કરવા માટે તેમને છેલ્લા કેટલાક સમયથી સતત ધાક-ધમકીઓ આપવામાં આવતી હતી. અશોકની કારને ઓવરટેક કરીને ટક્કર મારવાનો પ્રયાસ 15 જૂન, 2026ના રોજ રાધનપુર ફેમિલી કોર્ટમાં હાજરી આપ્યા બાદ અશોક તેના મિત્રો સાથે સ્કોર્પિયો કારમાં મહેસાણા પરત ફરી રહ્યો હતો. બપોરે શબ્દલપુરા પાટિયા નજીક બનાસ નદીના કોઝવે પરથી પસાર થતાં સમયે પાછળથી આવેલી ટાટા નેક્સોન કાર નંબર GJ-24-BC-2378 અને બ્રેઝા કાર નંબર GJ-24-BC-7755 કારોએ તેમની કારને ઓવરટેક કરીને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો. સ્કોર્પિયોના ચાલકે સમયસૂચકતા દાખવી ગાડી રોકી દેતાં મોટી દુર્ઘટના ટળી હતી. ફરિયાદ મુજબ નેક્સોન કારમાંથી સિનાડમાં રહેતા વિનોદભાઈ ઈશ્વરભાઈ રબારી અને બ્રેઝા કારમાંથી જેતલપુરામાં રહેતા પ્રકાશભાઈ કરશનભાઈ રબારી હાથમાં છરા લઈને નીચે ઉતર્યા હતા. તેમની સાથે અન્ય બે અજાણ્યા શખ્સો પણ હતા. ચારેય આરોપીઓએ અશોકને ધમકી આપી હતી કે, "હવે પછી રાધનપુરમાં દેખાશે તો જાનથી મારી નાખીશું." હુમલો કરવાની કોશિશ થતાં સ્કોર્પિયોના ચાલક નિલેશભાઈએ ગાડીને હાઈવે તરફ દોડી મૂકી હતી અને તમામ લોકો બચી ગયા હતા. સમી પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ ઘટના બાદ અશોક ચૌધરીએ તરત જ 112 ઇમરજન્સી સેવામાં ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જોકે, પિતા સાથે ચર્ચા કર્યા બાદ તે દિવસે ફરિયાદ નોંધાવી નહોતી. પરંતુ સતત મળતી ધમકીઓ અને ભયના કારણે બીજા દિવસે સમી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સમી પોલીસે વિનોદભાઈ ઈશ્વરભાઈ રબારી, પ્રકાશભાઈ કરશનભાઈ રબારી અને અન્ય બે અજાણ્યા આરોપીઓ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 126(2), 351(3), 54 તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ ભરતકુમાર નાનજીભાઈ ચૌધરીને વધુ તપાસ સોંપી છે. પોલીસે સમગ્ર ઘટનાના સંદર્ભમાં પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોદી G7ના વર્કિંગ સેશનમાં ભાગ લેવા પહોંચ્યા:ગઈકાલે હોર્મુઝમાં ભારતીયોનાં મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો: ટ્રમ્પ પણ હાજર હતા
    Next Article
    Junagadh Weather Update News | જુનાગઢમાં હળવા ઝાપટા સાથે વરસાદનું આગમન | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment