Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ નાબૂદીની સમીક્ષા:અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ યોજનાઓ પર કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

    2 days ago

    ગીર સોમનાથ જિલ્લાના ઇણાજ ખાતે આવેલા જિલ્લા સેવા સદન ખાતે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના કલ્યાણ તેમજ મેન્યુઅલ સ્કેવેન્જિંગ પ્રથાના સંપૂર્ણ ઉન્મૂલન માટે સરકાર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરવા જિલ્લા કક્ષાની મહત્વપૂર્ણ સમિતિઓની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેન્યુઅલ સ્કેવેન્જર શહેરી તથા ગ્રામ્ય વિસ્તાર સમિતિ, જિલ્લા તકેદારી સમિતિ અને ખાસ અંગભૂત યોજના અંતર્ગત રચાયેલી જિલ્લા કક્ષાની સમિતિઓએ વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. મેન્યુઅલ સ્કેવેન્જિંગ પ્રથાને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓના આરોગ્ય, સુરક્ષા અને માનવ અધિકારોના સંરક્ષણ માટે અપાતી સુવિધાઓ, આધુનિક સાધનોના ઉપયોગ તથા જોખમી કામગીરીમાં માનવીય હસ્તક્ષેપ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મેન્યુઅલ સ્કેવેન્જિંગ સાથે સંકળાયેલા પરિવારોના પુનર્વસન, સ્વરોજગારી અને કૌશલ્ય વિકાસ માટેની યોજનાઓની સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ હતી. જિલ્લા તકેદારી સમિતિની બેઠકમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના નાગરિકો સામે થતા અત્યાચારના કેસો, તેમના ઝડપી નિકાલ તેમજ પીડિતોને મળતી સરકારી સહાય અને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓને આવા કેસોમાં સંવેદનશીલતા સાથે કામ કરવા અને કાયદાકીય જોગવાઈઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. આ ઉપરાંત, ખાસ અંગભૂત યોજના હેઠળ વિવિધ વિભાગો દ્વારા અમલમાં મુકાતી કલ્યાણકારી યોજનાઓની પ્રગતિ અંગે પણ ચર્ચા થઈ હતી. શિક્ષણ, આવાસ, સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને સામાજિક સુરક્ષા સંબંધિત યોજનાઓના લાભો વધુમાં વધુ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે જરૂરી પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ પોતાની કામગીરી અંગે અહેવાલ રજૂ કર્યા હતા અને યોજનાઓના અમલીકરણમાં આવતી સમસ્યાઓ તથા તેના ઉકેલ અંગે સૂચનો પણ રજૂ કર્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગો વચ્ચે વધુ સારા સંકલન સાથે કામગીરી કરી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    'ગોવિંદાના માથામાં વાળ નથી, હેર પેચ લગાવે છે':સુનીતાએ ફરી જાહેરમાં પતિની મજાક ઉડાવી, કહ્યું- 'યુવાનીમાં ચીચી ખૂબ હેન્ડસમ લાગતો હતો'
    Next Article
    જામનગર કોંગ્રેસે મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલિ આપી:શૌર્ય અને સ્વાભિમાનના પ્રતીકને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment