Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ઈકો કારની ટક્કરે મહિલાનું મોત:શાકભાજી લેવા જતી વખતે અકસ્માત, ચાલક વાહન છોડી ફરાર

    4 days ago

    મોરબીમાં આજે વહેલી સવારે નગર દરવાજા ચોક પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શાકભાજી લેવા જઈ રહેલી એક મહિલાને ઈકો કારના ચાલકે હડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી કારચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. મૃતક મહિલાની ઓળખ મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરના રહેવાસી લાભુબેન કાંતિભાઈ બારૈયા (ઉંમર 40) તરીકે થઈ છે. તેઓ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં નગર દરવાજા ચોક પાસે શાક માર્કેટ પાછળના ભાગમાં શાકભાજી લેવા જઈ રહ્યા હતા. આ દરમિયાન GJ 36 AL 1036 નંબરની ઈકો ગાડીના ચાલકે તેમને હડફેટે લીધા હતા. કાર અને લારી વચ્ચે દબાઈ જવાથી લાભુબેનને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતક મહિલાના પરિવારજનોની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. મૃતક લાભુબેન પોતાના વિસ્તારમાં શાકભાજી વેચીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેમના અવસાનથી તેમના ચાર સંતાનોએ માતા ગુમાવી છે. પોલીસ ફરાર કારચાલકને ઝડપી પાડવા વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી સતત ચોથી મેચમાં નિષ્ફળ ગયો:છગ્ગો મારવાના પ્રયાસમાં કેચઆઉટ થયો, અગાઉ તેના કેચ પર વિવાદ થયો હતો; IND-Aનો સ્કોર 151/3
    Next Article
    નીલ રાવની દારૂ અને જુગારના અડ્ડાવાળાઓ સાથે સાંઠગાંઠ:MP મનસુખ વસાવાનો BJP નર્મદા જિલ્લા પ્રમુખ સામે ગંભીર આરોપ, MLA દર્શના દેશમુખના અપમાન બાદ વિરોધ વકર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment