Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દક્ષિણ ગુજરાતમાં આજથી બે દિવસ વરસાદી માહોલ જામશે:અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, મુંબઈમાં ચોમાસાની દસ્તકને હજુ અઠવાડિયું લાગશે

    2 days ago

    ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખ 15 જૂન છે અને 30 જૂન સુધીમાં તો ચોમાસું આખા ગુજરાતને કવર કરી લેતું હોય છે. પરંતુ, 15 જૂન વિતી ગયા બાદ પણ રાજ્યમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી ન થતા ચિંતાના વાદળો ઘેરાયા છે. ચોમાસું 8 જૂનથી પશ્ચિમી તટ પર લગભગ સ્થિર છે. ત્યારે હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, ચોમાસાને મુંબઈ પહોંચવામાં હજુ 7થી 8 દિવસ લાગી શકે છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં આજથી (17 જૂન) બે દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે દાસે જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ માટે ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલી માટે કોઈ મોટું એલર્ટ નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ શહેરમાં આગામી સમયમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેવાની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે આજનું લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં થોડું વધારે છે. આગામી સાત દિવસ હવામાનનું પૂર્વાનુમાન 17 જૂન સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. 18 જૂન સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. 19થી 22 જૂન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદી માહોલ જામશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે દાસે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સાત દિવસ વાતાવરણ સુકું રહશે. દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની છે. 18 જૂને એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ ઉત્તર અને પશ્ચિમ ભારત પર અસર કરી શકે છે. ચોમાસું આગામી ત્રણ-ચાર દિવસમાં મધ્ય અરબ સાગર, ઝારખંડ અને બિહારના વિસ્તારોમાં આગળ વધી શકે છે. 2025માં 16મી જૂને સત્તાવાર ચોમાસું બેસી ગયું હતું હવામાન વિભાગના મતે ગુજરાતમાં 15 જૂને સત્તાવાર ચોમાસું બેસી જતું હોય છે. છેલ્લા બે વર્ષની વાત કરીએ તો, 2025માં 16મી જૂને બેસ્યું હતું. જ્યારે 2024માં 3 દિવસ વહેલા એટલે કે 12મી જૂને જ ચોમાસું બેસી ગયું હતું. અલનીનોના કારણે સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા આ વર્ષે અલનીનોના કારણે સંકટના વાદળો ઘેરાયા છે. IMD દ્વારા જાહેર કરાયાલે લોંગ રેન્જ પૂર્વાનુમાનમાં અલનીનોના કારણે સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે દાસે જણાવ્યું હતું કે આગામી દિવસમાં અલનીનોની સ્થિતિ વધુ મજબૂત થવાનું પૂર્વાનુમાન છે. 7 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના અન્ય ભાગો જેવા કે તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢ તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. જો કે, ગુજરાતમાં હાલ નીચલા સ્તરે સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહ્યું છે અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. 40.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ ગરમીની વાત કરીએ તો, 16 જૂને 40.6 ડિગ્રી સાથે અમદાવાદ શહેર સૌથી ગરમ શહેર રહ્યું. ત્યારબાદ ભાવનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અન્ય શહેરો ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર રહ્યો હતો. ==== આ પણ વાંચો: રાજસ્થાનના 23 જિલ્લામાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ, દેશના 103 જિલ્લામાં જ અત્યાર સુધીમાં સામાન્ય વરસાદ મોન્સૂન 8 જૂનથી પશ્ચિમી તટ પર લગભગ સ્થિર છે. હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, મોન્સૂનને મુંબઈ પહોંચવામાં 7-8 દિવસ લાગી શકે છે. તેનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં મજબૂત લો-પ્રેશર એરિયા એટલે કે ડિપ્રેશન ન બનવું છે. મોન્સૂનની ધીમી ગતિને કારણે દેશના 723 જિલ્લાઓમાંથી માત્ર 103માં જ સામાન્ય વરસાદ થયો છે. રાજસ્થાનના જયપુર, ભરતપુર અને કોટા સહિત 23 જિલ્લાઓમાં આજે વાવાઝોડા-વરસાદનું યલો એલર્ટ છે. છેલ્લા 24 કલાકમાં ઝુનઝુનુ સહિત રાજ્યના 10 જિલ્લાઓમાં 2 ઇંચ વરસાદ થયો છે. જ્યારે, મધ્ય પ્રદેશના રાયસેન, છિંદવાડા, ગ્વાલિયર અને સાગર સહિત 8 જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદની અસર રહેશે. બિહારના ભાગલપુર, પૂર્ણિયા અને ચંપારણ સહિત 26 જિલ્લાઓમાં આજે વરસાદનું એલર્ટ છે. મંગળવારે પટના સહિત 7 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું. દિલ્હી-એનસીઆરમાં મંગળવારે વરસાદ અને તેજ પવનો ફૂંકાયા. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6°C સુધી ઓછું નોંધાયું, જેના કારણે આ જૂનનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો. 4 જૂને કેરળમાં દસ્તક આપ્યા બાદ મોન્સૂન 13 દિવસમાં 19 રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલ કોરી કટ:ખેડૂતોને સિંચાઈના પાણીની તીવ્ર અછત, ઉપરવાસમાં પાણીનો બગાડ
    Next Article
    Vadodara Tragedy Accident | વડોદરામાં કોટંબી ગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો | Police | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment