Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં માસ્ટર કી સાથે બાઈક ચોર ઝડપાયો:પોલીસે સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલી બાઈકનો ભેદ ઉકેલ્યો

    3 days ago

    વલસાડ સિટી પોલીસે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી ચોરાયેલી બાઈકના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યો છે, જેની પાસેથી એક માસ્ટર કી પણ મળી આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રોહિતભાઈ સંજયભાઈ વાઘમારેની હોન્ડા શાઇન બાઈક (નંબર GJ-15-BP-0569) તારીખ 12 જૂન 2026ના રોજ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી ચોરાઈ હતી. આ ઘટના અંગે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, પોલીસે આરોપી હૈદરઅલી ઉર્ફે આઝાદ ખાન બરગતી ખાન (રહે. બીલીમોરા GIDC) ને વલસાડ સિવિલ હોસ્પિટલ નજીકથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસેથી પોલીસે એક માસ્ટર કી પણ જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ માસ્ટર કીનો ઉપયોગ કરીને અન્ય વાહનોના લોક પણ ખોલી શકાય છે. આથી, પોલીસ હવે આરોપીની અન્ય વાહન ચોરીના ગુનાઓમાં સંડોવણી અંગે વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકા મંદિરે દબાણો હટાવવા તંત્ર સક્રિય:મુખ્ય માર્ગો પરના હંગામી દબાણકારોને ચેતવણી અપાઈ
    Next Article
    Uddhav Sena MP's Big 'Rs 15 Crore Paid' Charge Amid Buzz On Party Split

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment