Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ૐ ટ્રેનિંગ સેન્ટરનાં દિવ્યાંગ બાળકો માટે ભવ્ય શ્રીનાથજીની ઝાંખી:ૐ ટ્રેનિંગ સેન્ટર દ્વારા દિવ્યાંગ બાળકો માટે પુરુષોત્તમ માસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

    2 days ago

    જામનગરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ૐ ટ્રેનિંગ સેન્ટર દ્વારા દિવ્યાંગ બાળકો માટે "શ્રીનાથજીની ઝાંખી" મહોત્સવનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ રવિવારે, 14 જૂન 2026 ના રોજ રાત્રે 8 કલાકે એમ્યુઝમેન્ટ પાર્ક સામે આવેલા કેવલિયા વાડી ગ્રાઉન્ડમાં યોજાયો હતો. સંસ્થાના 5 થી 70 વર્ષની વયના દિવ્યાંગ બાળકોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. તેમણે સુદામા, રાધાકૃષ્ણ, મહાદેવ અને ગણેશજી જેવા વિવિધ વેશ ધારણ કરીને મનમોહક નાટ્યકૃતિઓ રજૂ કરી હતી, જેણે ઉપસ્થિત સૌ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ દિવ્યાંગ બાળકોની સાથે સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી ડિમ્પલબેન રાવલ, તેમની ટીમ, કેવલિયા વાડીના વ્યવસ્થાપકો, વાલીઓ, કાર્યકરો અને ઉપસ્થિત મહેમાનો સહિતના તમામ લોકો રાસ-ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જેનાથી કાર્યક્રમમાં ભક્તિમય માહોલ છવાયો હતો. આ પ્રસંગે અનેક નામાંકિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય દાતા જોબનપુત્રા પરિવાર અને અન્ય યજમાન દાતાઓ, ઉદ્યોગપતિઓ ઘનશ્યામભાઈ સોમાણી અને અશોકભાઈ જોબનપુત્રા, જીટીપીએલ ન્યુઝના જયેશભાઈ અને અર્થાત ન્યુઝના જગતભાઈ રાવલ, આહીર અગ્રણી મેરામણભાઈ ભાટુ અને ગોવા શીપયાર્ડના ચેરમેન હસમુખભાઈ હિંડોચા વગેરે સહિત કોર્પોરેટરો રીટાબેન જોટંગીયા, તૃપ્તિબેન ખેતીયા, હેતલબેન અમેથીયા અને નિશાબેન અસવાર પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    22 વર્ષીય પરિણીતાએ પરિવારને ફોન કર્યો- 'મેં ઝેર પીધું':દોઢ વર્ષની દીકરી સાથે ભાવનગરથી સુરત આવી જિંદગી ટૂંકાવી, 3 વર્ષ પહેલા લવમેરેજ થયા; થોડા સમય પહેલાં પતિનું નિધન થયું
    Next Article
    Kiara Advani and Karan Johar bring Bollywood glamour to Rahul Mishra’s fashion show. Video

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment