Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખપદ અંગેનો વિવાદ:ભાજપે હાઈકોર્ટમાં કરેલી પિટિશન પરત ખેંચી, કોંગ્રેસે પોતાનો વિજય ગણાવી ફટાકડા ફોડ્યા

    18 घंटे पहले

    આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીને લઈને શરૂ થયેલો રાજકીય અને કાયદાકીય વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ભાજપ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશન પરત ખેંચી લેવામાં આવતા કોંગ્રેસે તેને પોતાની રાજકીય જીત ગણાવી કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. બીજી તરફ ભાજપે સ્પષ્ટતા કરી છે કે અરજીનો મુખ્ય હેતુ પૂર્ણ થઈ જતાં પિટિશન પરત લેવામાં આવી છે અને તેને હાર તરીકે જોવી યોગ્ય નથી. પહેલા ભાજપના ઉમેદવારનું ફોર્મ અમાન્ય, બાદમાં કોર્ટના આદેશથી માન્ય કરાયું આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખપદ આદિજાતિ ઉમેદવાર માટે આરક્ષિત છે. ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલ પાસે મહારાષ્ટ્રનું આદિજાતિ સર્ટિફિકેટ હોવાથી ચૂંટણી અધિકારી દ્વારા તેમનું ઉમેદવારીપત્ર અમાન્ય જાહેર કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ કોંગ્રેસે તેને પોતાની મોટી રાજકીય સફળતા ગણાવી વિજયોત્સવ મનાવ્યો હતો. જોકે ભાજપે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને હાઈકોર્ટમાંથી સ્ટે મેળવવામાં સફળતા મેળવી હતી. કોર્ટના આદેશ બાદ ભાજપના મયુરીબેન પટેલની ઉમેદવારી માન્ય બની અને તેઓ બહુમતી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ ભાજપનો રાજકીય અને કાયદાકીય પરાજય : ભરતસિંહ સોલંકી તાજેતરમાં ભાજપે આ જ મામલે દાખલ કરાયેલી મૂળ પિટિશન પરત ખેંચી લેતા કોંગ્રેસે ફરી એકવાર ભાજપ પર રાજકીય પ્રહાર કર્યા છે. ગુજરાત કોંગ્રેસણ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનું કહેવું છે કે જો ભાજપનો કેસ મજબૂત હોત તો અરજી પરત ખેંચવાની જરૂર પડતી નહીં. કોંગ્રેસ આ ઘટનાને ભાજપની રાજકીય અને કાયદાકીય પરાજયની સ્વીકૃતિ તરીકે રજૂ કરી રહી છે. અમારો ઉમેદવાર પ્રમુખ બની ગયો, પિટિશન ચાલું રાખવાનો કોઈ હેતુ નથી : ભાજપ બીજી તરફ ભાજપનું કહેવું છે કે હાઈકોર્ટમાં અરજી કરવાનો ઉદ્દેશ માત્ર ઉમેદવારીપત્રને માન્યતા અપાવવાનો હતો. હાઈકોર્ટમાંથી રાહત મળ્યા બાદ મયુરીબેન પટેલ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હોવાથી અરજીનો હેતુ પૂર્ણ થઈ ગયો હતો. તેથી હવે પિટિશન ચાલુ રાખવાની જરૂરિયાત ન હોવાથી તેને પરત લેવામાં આવી છે. ભાજપે વધુમાં દાવો કર્યો છે કે કોંગ્રેસે આજદિન સુધી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અથવા પ્રમુખપદની ચૂંટણીને પડકારતી કોઈ સ્વતંત્ર અરજી કોર્ટમાં દાખલ કરી નથી. બંને પક્ષોનો પોતાના સમર્થકો સમક્ષ જીતનો દાવો સમગ્ર ઘટનાક્રમને કારણે જિલ્લા રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે. બંને પક્ષો પોતાના સમર્થકો સમક્ષ જીતનો દાવો કરી રહ્યા છે અને રાજકીય રીતે આ મુદ્દાનો લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જિલ્લા પંચાયત જેવી મહત્વપૂર્ણ સંસ્થાના પ્રમુખપદને લઈને શરૂ થયેલી ખેંચતાણ હવે માત્ર કાયદાકીય મુદ્દો રહી નથી, પરંતુ સ્થાનિક રાજકારણમાં પ્રભાવ અને પ્રતિષ્ઠાની લડાઈનું પ્રતીક બની ગઈ છે. રાજકીય વિશ્લેષકોના મતે પિટિશન પરત ખેંચવાનો અર્થ હંમેશા કેસમાં હાર થયો એવો થતો નથી. કાયદાકીય અને રાજકીય દૃષ્ટિકોણ અલગ હોઈ શકે છે. જોકે વિરોધ પક્ષ માટે આ પ્રકારના નિર્ણયોને રાજકીય મુદ્દા તરીકે રજૂ કરવાની તક પણ ઉભી થાય છે. હાલ બંને પક્ષો પોતાના-પોતાના દાવાઓ સાથે મેદાનમાં છે. આણંદ જિલ્લાના રાજકારણમાં ફરી ચહલપહલ હાલ મયુરીબેન પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કાર્યરત છે. તેમ છતાં પિટિશન પરત ખેંચવાના નિર્ણય બાદ સર્જાયેલી રાજકીય ચર્ચાઓને કારણે આણંદ જિલ્લાના રાજકારણમાં ફરી ચહલપહલ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં જો આ મુદ્દે કોઈ નવી કાયદાકીય કાર્યવાહી અથવા અરજી થાય તો સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    FIFA World Cup 2026, France vs Senegal Football Live Score: FRA look to banish ghosts of 2002 vs SEN
    Next Article
    પીપળી શાળાના શિક્ષક વિરેન્દ્ર પટેલની મહેસાણા બદલી:ગ્રામજનો અને શાળા પરિવારે સન્માન સાથે વિદાય આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment