Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજનું એક્સપ્લેનર:વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકાના ખેલાડીને ધક્કો માર્યો, પાકિસ્તાની બોલરને શૂઝ બતાવી ચૂક્યો છે; શું આ ગુસ્સો તેનો દુશ્મન બની જશે?

    3 days ago

    31 મેના રોજ વિરાટ કોહલીએ વૈભવ સૂર્યવંશીના ખભા પર હાથ મૂકીને એક વાત કહી હતી- 'ચિંતા ન કર, કોણ શું કહે છે.' 2 અઠવાડિયા પછી જ વૈભવ આ સલાહ ભૂલી ગયો. 15 જૂને શ્રીલંકાના ખેલાડીએ સ્લેજિંગ કર્યું, તો વૈભવ ગુસ્સે ભરાયો અને તેને ધક્કો મારી દીધો. પહેલા પણ વૈભવ મેદાન પર ગુસ્સો કરતો જોવા મળ્યો છે. શ્રીલંકાના ખેલાડીઓ સાથે શા માટે ધક્કામુક્કી થઈ, શું સજા મળી શકે છે અને 15 વર્ષના વૈભવનો ગુસ્સો શું કારકિર્દી પર અસર કરશે; સમજીશું આજના એક્સપ્લેનરમાં… સવાલ-1: વૈભવે શ્રીલંકાના ખેલાડી સાથે ધક્કામુક્કી શા માટે કરી? જવાબ: ભારત, શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ક્લાસ-A ટીમ વચ્ચે 50 ઓવરની ટ્રાઈ સિરીઝ ચાલી રહી છે. 15 જૂને સુપર ઓવર સુધી ગયેલી ચોથી મેચમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યું. આ પછી આ આખો વિવાદ થયો.. હકીકતમાં, આ મેચની શરૂઆતથી જ સ્થિતિ તણાવપૂર્ણ બનવા લાગી હતી. ભારતીય બેટર વિપરાજ નિગમના પીચ પર દોડવાને કારણે અમ્પાયરે ભારત પર 10 રનની પેનલ્ટી લગાવી દીધી. અંધારું થઈ રહ્યું હતું, તેમ છતાં શ્રીલંકાના બેટર્સ ક્રિઝ પર મોડા આવ્યા. એક નો બોલને લઈને પણ વિવાદ થયો હતો. ઈન્ડિયન સ્પિનર આર. અશ્વિન X પર લખે છે, 'આ મેચમાં IPL જેટલા કેમેરા હોતા નથી. નો-બોલનો નિર્ણય વિવાદાસ્પદ હતો અને શ્રીલંકન ટીમના મોડું કરવાથી પણ ઈન્ડિયન ટીમ નારાજ હતી. શ્રીલંકાએ ભારતીય ટીમ પર માનસિક દબાણની સ્ટ્રેટેજી અને માઇન્ડ ગેમ હેઠળ આ કર્યું.' સવાલ-2: આ ધક્કા-મુક્કીમાં કોની ભૂલ હતી, શું સજા મળી શકે છે? જવાબ: હજુ સુધી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ કે ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCIએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. અંતિમ નિર્ણય મેચ રેફરી પ્રદીપ જયપ્રકાશનો રહેશે. જોકે, ICCની રૂલબુકમાં આવી ઘટનાઓ માટે સ્પષ્ટ નિયમો છે. ICC કોડ ઑફ કન્ડક્ટના આર્ટિકલ 2.12 મુજબ, 'ઈન્ટરનેશનલ મેચમાં ખેલાડી, સપોર્ટિંગ સ્ટાફ, અમ્પાયર, રેફરી કે કોઈ દર્શક સાથે અયોગ્ય શારીરિક સંપર્ક નિયમો વિરુદ્ધ છે.’ સવાલ-3: શું વૈભવ પહેલા પણ મેદાન પર આવો ગુસ્સો બતાવી ચૂક્યો છે? જવાબ: હા, આ પહેલાં બે વખત વૈભવ મેદાન પર આવા ગુસ્સામાં જોવા મળ્યા છે.. 1. ઓસ્ટ્રેલિયા સામે ખોટા આઉટ થવાથી નારાજ દેખાયો વૈભવ 7 ઑક્ટોબર 2025. ઓસ્ટ્રેલિયામાં U-19 યુથ ટેસ્ટ મેચ. વૈભવ 14 બોલમાં 20 રન બનાવી ચૂક્યો હતો. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ચાર્લ્સ લેચમંડનો બોલ વૈભવના થાઈ પેડને અડીને કીપરના ગ્લવ્સ સુધી પહોંચ્યો. અમ્પાયરે કેચની અપીલ પર સમય ગુમાવ્યા વિના આઉટ આપ્યો. આના પર નારાજ વૈભવ થોડીવાર માટે વિકેટની સામે ઉભેલા અમ્પાયરને જોતો રહ્યો અને પછી થાઈપેડ તરફ ઈશારો કરતા કહ્યું કે બોલ બેટને નથી લાગ્યો. તે હાથમાં બેટ ફેરવતા પેવેલિયન પરત ફર્યો. વીડિયો રિપ્લેથી પણ જાણવા મળ્યું કે બોલ પેડને અડીને ગયો હતો. 2. આઉટ થયા તો પાકિસ્તાની ખેલાડીને બૂટ બતાવ્યું 21 ડિસેમ્બર 2025. દુબઈમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપની ફાઈનલ મેચ. વૈભવે 10 બોલમાં 26 રન બનાવ્યા હતા. ત્યારે પાકિસ્તાની બોલર અલી રઝાના બોલ પર કૉટ બિહાઇન્ડ આઉટ થયો. અલીએ આક્રમક રીતે ઉજવણી કરી. વૈભવ તરફ જોઈને કંઈક કહ્યું પણ. આના પર વૈભવે આક્રમક પ્રતિક્રિયા આપી અને અલીને બતાવતા પોતાના બૂટ તરફ ઈશારો કર્યો. ભારતીય ટીમ માત્ર 156 રન બનાવી શકી અને મેચ હારી ગઈ. સવાલ-4: તો શું મોટી મેચમાં ખરાબ પ્રદર્શનને કારણે વૈભવ ગુસ્સે ભરાઈ છે? જવાબ: જ્યારે પણ વૈભવ મેચમાં કથિત ‘ગુસ્સા’માં દેખાયો, ત્યારે તેમની કે ટીમની પરફોર્મન્સ સારી ચાલી રહી ન હતી... સવાલ-5: શું વૈભવનો ગુસ્સો તેની કારકિર્દી માટે ઘાતક બનશે? જવાબ: ઘણા સ્ટાર ખેલાડીઓ તેમની શરૂઆતની કારકિર્દીમાં આક્રમક રહ્યા છે, પરંતુ સમય જતાં તેમણે પોતાની રીત બદલી. ગુસ્સાને નિયંત્રિત કરીને રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પોતાને દરેક બાબતમાં શ્રેષ્ઠ સ્પોર્ટ્સપર્સન સાબિત કર્યા. વરિષ્ઠ ક્રિકેટ પત્રકાર કે. શ્રીનિવાસ રાવ કહે છે, ‘એ શક્ય નથી કે મેદાન પર આપણી ઇચ્છા મુજબ આપણો ખેલાડી ઓસ્ટ્રેલિયન ટીમને તે જ આક્રમક ભાષામાં જવાબ આપે અને તે સંતુલિત પણ રહે. વૈભવ બાળક છે, તેણે કોઈ ગુનો કર્યો નથી, તેને ભૂલ કરવાનો અને તેમાંથી જાતે શીખવાનો હક છે. 15 વર્ષની ઉંમરે 30 વર્ષ જેવી પરિપક્વતાની અપેક્ષા રાખી શકાય નહીં.’ જોકે, વરિષ્ઠ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બોરિયા મજુમદાર પણ X પર લખે છે, 'વૈભવે મેદાન પર ગુસ્સો ન કરવો જોઈએ. આનાથી વ્યક્તિ પોતાનો દૃષ્ટિકોણ ગુમાવી દે છે. મને ખાતરી છે કે આ ઘટનામાંથી તે શીખશે. આપણે બધા ભૂલો કરીએ છીએ, તે પણ અલગ નથી.' વૈભવનો જન્મ 27 માર્ચ 2011ના રોજ બિહારના સમસ્તીપુરમાં થયો હતો. નાની ઉંમરે વૈભવે કૌશલ્ય અને પ્રદર્શનના મામલે વિરાટ અને રોજર ફેડરરની જેમ નવી રેખા દોરી છે. તેમને ‘વર્લ્ડ ક્રિકેટનો બેબી બોસ’ અને ‘વન્ડર કિડ’ કહેવામાં આવવા લાગ્યા છે. સવાલ-6: વૈભવમાં એવું શું ખાસ છે કે તેને ‘વન્ડર કિડ’ કહેવામાં આવે છે? જવાબ: તેના 4 મુખ્ય કારણો છે… 1. ફક્ત પાવર હિટિંગ જ નહીં, સંપૂર્ણ બેટિંગ સ્કિલ સેટ 2. 15 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં સિલેક્શન, સચિનનો રેકોર્ડ તોડ્યો 3. ક્રિસ ગેલ, ડીવિલિયર્સ, રસેલના રેકોર્ડ તોડ્યા 4. વૈભવ પર IIM ઇન્દોર રિસર્ચ કરશે ********** રિસર્ચ સહયોગ - પ્રથમેશ વ્યાસ ----------------------------------------------------------- ક્રિકેટ સંબંધિત આ સમાચાર પણ વાંચો… શું IPLનો પતન શરૂ થયો: ટીવી દર્શકો 26% ઘટ્યા, વિદેશી ખેલાડીઓ અડધી સિઝન જ રમી રહ્યા છે; ટોચના નિષ્ણાતોએ કારણો અને ઉકેલો જણાવ્યા 29 મેની સાંજ. ફોન પર નોટિફિકેશન આવ્યું- રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશી સેન્ચુરીની નજીક છે. મેં જિયો હોટસ્ટાર ખોલ્યું, લાઇવ મેચ ચાલુ કરી. ત્યારે ધ્યાન આવ્યું કે આ આખી સિઝનમાં પહેલી મેચ લાઇવ જોઈ રહી છું. બાકીના બે મહિના? બસ હાઇલાઇટ્સ, સ્કોર અપડેટ્સ અને ક્યારેક-ક્યારેક રીલ્સ. વાંચો પૂરા સમાચાર…
    Click here to Read More
    Previous Article
    Astronomers just found a ‘stellar Rosetta Stone’ that could finally decode deep space’s weirdest signals
    Next Article
    'સંચિતાને ટોર્ચર કરવામાં આવતી હતી':'પૈસાના કારણે પ્રેશરમાં રહેતી, ડિપ્રેશનમાં હતી; અડધો કલાક જ સાથે નહોતા ને આવું પગલું ભર્યું': એક્ટ્રેસના પિતાની વ્યથા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment