Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જિલ્લામાં જનકલ્યાણ શિબિરો યોજાઈ:કાકોશી, મોટા નાયતા અને જૂના માંકા ખાતે નાગરિકોને સીધો લાભ મળ્યો

    14 hours ago

    પાટણ જિલ્લામાં રાજ્ય સરકારના '12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના' અભિયાન હેઠળ જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધપુર તાલુકાના કાકોશી, સરસ્વતી તાલુકાના મોટા નાયતા અને હારીજ તાલુકાના જૂના માંકા ખાતે આ શિબિરો યોજાઈ હતી. મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈને સરકારી યોજનાઓની માહિતી મેળવી અને સ્થળ પર જ લાભો તથા સેવાઓનો ઉપયોગ કર્યો હતો. આ શિબિરોમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ નાગરિકોને કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. લાભાર્થીઓને આવકના દાખલા, જાતિના દાખલા, આધારકાર્ડ અપડેશન, આરોગ્ય, સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ, કૃષિ સહાય તથા શ્રમયોગી કલ્યાણ જેવી અનેક યોજનાઓ સંબંધિત માહિતી અને સહાય પૂરી પાડવામાં આવી હતી. શિબિરોમાં હાજર અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે આવા કાર્યક્રમો અસરકારક માધ્યમ છે. એક જ સ્થળે વિવિધ વિભાગોની સેવાઓ ઉપલબ્ધ થવાથી નાગરિકોના સમય અને ખર્ચની બચત થાય છે, જેનાથી સરકારી સેવાઓ વધુ સરળ અને સુલભ બને છે. જનકલ્યાણ શિબિરોમાં લાભાર્થીઓના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. વિવિધ યોજનાઓ હેઠળ અરજીઓ સ્વીકારીને જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોએ સરકારની આ પહેલને આવકારી હતી અને આવા કાર્યક્રમો વધુ વ્યાપક સ્તરે યોજવા માટે સૂચન કર્યું હતું. જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ જિલ્લાના વિવિધ ગામોમાં જનકલ્યાણ શિબિરોનું આયોજન કરીને નાગરિકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ પહોંચાડવાના પ્રયાસો ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં ગરમીનો પ્રકોપ યથાવત:છેલ્લા 9 દિવસમાં ગરમીનો પારો 40 થી 42 ડિગ્રીને વચ્ચે રહેતા લોકો અકળાયા, પવન અને ભેજના પ્રમાણમાં સતત ઉતાર-ચઢાવ
    Next Article
    પૂરક પરીક્ષાનો ચોથો દિવસ:સવાર અને બપોરના સત્રમાં વિવિધ વિષયોની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment