Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ હાઈવે પર ડમ્પર-ટેમ્પોનો અકસ્માત:વાપી બસ સ્ટેન્ડ સામે અથડામણ, મુંબઈ તરફનો ટ્રેક જામ

    1 day ago

    વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. વાપી બસ સ્ટેન્ડ સામે એક ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવી રહેલું કપચી ભરેલું ડમ્પર તેની સાથે ધડાકાભેર અથડાયું હતું. આ દુર્ઘટનાને પગલે હાઈવે પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડમ્પર ચાલકે અકસ્માત ટાળવા માટે સ્ટેયરિંગ પરથી કાબૂ મેળવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, છતાં અથડામણ થઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે, આ ભયાનક અકસ્માતમાં ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને તેને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી. આ અકસ્માત વાપી એસટી બસ સ્ટેન્ડની બિલકુલ સામે વલસાડથી મુંબઈ તરફ જતા હાઈવેના ટ્રેક પર સર્જાયો હતો. વ્યસ્ત હાઈવે પર અકસ્માત થવાના કારણે મુંબઈ તરફ જતા વાહનોના પૈડાં થંભી ગયા હતા અને જોતજોતામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. થોડીવાર માટે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડીને ખોરવાયેલી વાહનવ્યવહારની વ્યવસ્થાને પુનઃ કાર્યરત કરી હતી. હાલ પોલીસે આ મામલે ડાયરી નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રજનન સમયગાળામાં પ્રતિબંધ છતાં માછીમારી:ગીર સોમનાથના યાંત્રિક બોટના માલિક સામે ગુનો નોંધાયો, દરિયાઈ જીવસંપત્તિના સંરક્ષણ માટે અઢી મહિના ફિશિંગ બંધ
    Next Article
    Anand Raaj Anand Was Diagnosed With Clinical Depression After He Left Bollywood: 'Was On Drugs From 2011 To 2020'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment