Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેચરાજીના શખ્સનું મહેસાણાની સગીરા પર દુષ્કર્મ:મહેસાણામાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર બેચરાજીના શખ્સ સામે ગુનો દાખલ: પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી

    3 दिन पहले

    મહેસાણા શહેરના એ-ડિવિઝન પોલીસ મથકે એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બેચરાજીના શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સગીરાની મરજી વિરુદ્ધ જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો બેચરાજી ખાતે રહેતો અજિત દેવીપૂજક નામનો શખ્સ એકાદ વર્ષ અગાઉ ભોગ બનનાર સગીરા જે દુકાને રહેતી હતી ત્યાં અવારનવાર પાન-મસાલા લેવા આવતો હતો. આ દરમિયાન તેણે સગીરા સાથે પરિચય કેળવી ફોન પર વાતચીત શરૂ કરી હતી. દરમિયાન આશરે એકાદ મહિના પહેલાં મહેસાણા શહેરમાં ભમરીયા નાળા વિસ્તારમાં આશરે દોઢ વાગ્યાના સુમારે આ ઘટના ઘટી હતી. 17 વર્ષ અને 5 માસની સગીરા ટોઇલેટ જવા નીકળી હતી. ત્યારે આરોપી અજિત દેવીપૂજકે સગીરા અનુસૂચિત જાતિની હોવાનું જાણવા છતાં બદઇરાદાપૂર્વક તેની સંમતિ વિના કામુક ભાવથી સ્પર્શ કર્યો હતો. ત્યારબાદ આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે જબરજસ્તી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. પીડિત પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે જો આ બાબતે 'કોઈને જાણ કરશે તો તને તથા તેના પરિવારને જાનથી મારી નાખશે'. એટલું જ નહીં, આરોપીએ ફરિયાદીના દીકરાને પણ ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ આ મામલે ભોગ બનનારના પિતાએ મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અજિત દેવીપૂજક સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-64(1), 351(3), 351(4) તેમજ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ (પોક્સો) 2012ની કલમ-4(1), 8, 12 અને એટ્રોસિટી એક્ટની કલમ-3(1)(W)(i), 3(2)(5) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રામમંદિર ચઢાવામાંથી ચોરી મામલે આજે 2 FIR થઈ શકે:SIT, DM-SSP સાથે મંદિર પહોંચી; ગઈકાલે 42 શંકાસ્પદોની પૂછપરછ કરી હતી
    Next Article
    Rain With Mini Cyclone LIVE | મિનિ વાવાઝોડા સાથે અનરાધાર વરસાદ પડ્યો | Monsoon | Weather Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment