Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમવતી અમાસ નિમિતે ન્યુમિસમેટિક ક્લબની સેવાપ્રવૃત્તિનો વિસ્તાર‎:મોરબીમાં જરૂરિયામંદ બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવી

    3 days ago

    'સેવા પરમો ધર્મ''ના સૂત્રને સાર્થક કરતા મોરબી ન્યુમિસમેટિક ક્લબના ઉપક્રમે આજે સોમવતી અમાસના પવિત્ર અવસરે એક પ્રેરણાદાયી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લબ દ્વારા બીજા તબક્કા અંતર્ગત મોટા દહીંસરા ગામના વિવેકાનંદ નગર ખાતે જરૂરિયાતમંદ બાળકોને પ્રેરણાત્મક રીતે પૂર્ણ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમાસ તિથિ અને એમાંય સોમવારનો સંયોગ અત્યંત પુણ્યદાયી મનાય છે, ત્યારે આ શુભ અવસરને સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યમાં પલટાવતા ક્લબના સભ્યો દ્વારા આર્થિક રીતે નબળા બાળકોના શિક્ષણમાં મદદરૂપ થવા માટેનો પ્રયાસ કરાયો હતો. જેમાં ક્લબ દ્વારા બાળકોને અભ્યાસ માટે જરૂરી એવી તમામ વસ્તુઓ જેવી કે સ્કૂલબેગ, ફુલસ્કેપ ચોપડા, એક્ઝામ પેડ, પેન, પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી, કંપાસ બોક્સ તેમજ લંચ બોક્સ તથા વોટર બોટલ આપવામાં આવી હતી. આ ઉપરાંત, શિક્ષણની સાથે બાળકોના 4 પોષણને ધ્યાનમાં રાખીને તમામને પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો હતો. આ સેવાકાર્યમાં શાળાના શિક્ષક જે.બી. રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, "બાળકોના ઘડતરમાં આ પ્રકારની સંપૂર્ણ શૈક્ષણિક કીટ ખૂબ જ ઉપયોગી નીવડશે. સ્કૂલબેગથી લઈને વોટર બોટલ સુધીની તમામ વ્યવસ્થા એકસાથે કરી આપીને ક્લબે ગરીબ અને મધ્યમવર્ગીય વાલીઓ પરનો આર્થિક ભાર હળવો કર્યો છે. જ્યારે મોરબી ન્યુમિસમેટિક ક્લબ માત્ર ચલણના સંગ્રહ પૂરતું સીમિત ન રહેતા, સમયાંતરે દિવ્યાંગજનોને વ્હીલચેર કે સાધનોની સહાય, જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ, પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ અને ગરીબ બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ જેવી અનેકવિધ લોકઉપયોગી પ્રવૃત્તિઓ સતત કરતું રહે છે. આ પ્રસંગે મોરબી ન્યૂમિસમેટિક ક્લબના સંસ્થાપક પ્રમુખ મિતેષ દવેએ જણાવ્યું હતું કે, "સિક્કા અને ચલણી નોટોના અનોખા સંગ્રહની પ્રવૃત્તિની સાથે-સાથે સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવું એ જ અમારા ક્લબનો મુખ્ય ઉદ્દેશ છે. સોમવતી અમાસ જેવા પવિત્ર દિવસે બાળકોને માત્ર ચોપડા જ નહીં, પણ શાળાએ જવા માટેની સંપૂર્ણ કીટની સજ્જતા આપી શક્યા તેનો અમને વિશેષ આનંદ છે. આ કાર્યક્રમમાં દર્શન દવે, પરમ જોલાપરા, યુગભાઈ દવે તથા કપિલદેવ પંડ્યા સહિતનાએ હાજર રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હવે હું NEET એક્ઝામ નહીં આપું,ડેન્ટિસ્ટ બનવાનું સ્વપ્ન અધૂરું રહ્યું:21 જૂને દેશમાં ફરી 22.79 લાખ વિદ્યાર્થીઓની મેડિકલમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષા, ડ્રોપ ડાઉન રેશિયો વધ્યો
    Next Article
    TikTok, Instagram, Snapchat: Apps That Governments Call Dangerous For Kids

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment