Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકોમાં રોષ:સોમનાથમાં પણ ગંદા પાણીનું વિતરણ કરાયું

    19 hours ago

    વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ઘણા વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવતુ નથી તેવી ફરિયાદો ઉઠી છે. ગઈકાલે ફરી વખત પ્રભાસ પાટણના લોકો આ ગંદા પાણીના વિતરણને લઈને રોષે ભરાયા હતા અને આટલા વેરા ભરવા છતાં પાલિકા દ્વારા સુવિધાઓ ન મળતા આક્રોશ જોવા મળ્યો હતો.વેરાવળના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના અશુદ્ધ પાણીનું વિતરણ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ગઈકાલે સોમનાથ અને પ્રભાસ પાટણ વિસ્તારમાં પણ આ ગંદા પાણીના વિતરણને લઈને લોકોમાં રોષ પ્રવર્તી ઉઠ્યો હતો.ખાસ કરીને હોમગાર્ડ ઓફિસ નજીક રહેણાક વિસ્તારોમાં દુર્ગંધ યુક્ત પાણીના વિતરણે ચિતામાં વધારો કર્યો હતો. આવા દુર્ગંધયુક્ત પાણીના લીધે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે કાયમી ધોરણે પાલિકા દ્વારા શુધ્ધ પાણીનું વિતરણ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અપહરણકર્તાઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો:પ્રેમસંબંધની આશંકાએ યુવકના પિતાનું અપહરણ, છોડાવવા ગયેલી પોલીસને પણ માર માર્યો, PSI સહિત ત્રણ પોલીસકર્મી ઘાયલ
    Next Article
    From Rockets To Brain Implants, Here's A Look At Elon Musk's Vast Empire

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment