Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દેશમાંથી ચોમાસાના વાદળો ગાયબ; કોકરોચ પાર્ટી ફાઉન્ડરની પ્રદર્શનમાં ધોલાઈ; હાર બાદ વૈભવ શ્રીલંકન ખેલાડી સાથે ભિડાયો

    1 day ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, જયપુરમાં ફાઉન્ડર અભિજીત દીપકેને માર મારવામાં આવ્યો. બીજા સમાચાર વૈભવ સૂર્યવંશીને લઈને છે જે મેચ બાદ શ્રીલંકન પ્લેયર સાથે ઝઘડી પડ્યો હતો. અમે તમને એ પણ જણાવીશું કે દેશમાં ચોમાસું કેમ ધીમું પડી ગયું છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM નરેન્દ્ર મોદી ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાનારી G7 સમિટમાં ભાગ લેશે. 2. નાગરિકતા માટે આધાર કાર્ડના ઉપયોગને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. 📰 કાલના મોટા સમાચારો 1. કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીતને લાફા પડ્યા:જયપુરમાં શિક્ષણ મંત્રીના રાજીનામાને લઈને વિરોધ પ્રદર્શન હતું; સમર્થકોએ હુમલાખોરોને માર માર્યો જયપુરમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેને થપ્પડ મારવામાં આવ્યા છે. આ પછી પાર્ટીના સમર્થકોએ થપ્પડ મારનાર યુવકને પકડીને માર માર્યો. અભિજીત NEET પેપર લીક, શિક્ષણ વ્યવસ્થા, બેરોજગારી અને યુવાનો સાથે જોડાયેલા અલગ-અલગ મુદ્દાઓને લઈને પ્રદર્શનમાં સામેલ થવા આવ્યા છે. પ્રદર્શન માટે મોટી સંખ્યામાં લોકો શહીદ સ્મારક પર એકઠા થયા હતા. આ પહેલા અહીં સૂત્રોચ્ચાર કરતી વખતે યુવકો એકબીજા સાથે ભીડાઈ ગયા. આના પર પોલીસે એક યુવકને કસ્ટડીમાં લીધો. ધરણા સ્થળ પરથી ઘણા પ્રદર્શનકારીઓના મોબાઈલ ચોરાઈ ગયા. આ પછી મંચ પરથી લોકોને પોતાના મોબાઈલ સુરક્ષિત રાખવા માટે કહેવામાં આવ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. વરસાદ ખેંચાયો, સેટેલાઇટ તસવીરોમાંથી ચોમાસાના વાદળો ગાયબ:ગુજરાત-MP-રાજસ્થાન સહિત 16 રાજ્યોમાં વરસાદ માટે હજુ વધારે રાહ જોવી પડશે ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગતિ હાલમાં ધીમી પડી ગઈ છે. 15 જૂન એટલે કે સોમવારની સેટેલાઇટ તસવીરોમાં દેશના મોટા ભાગમાંથી ચોમાસાના વાદળો ગાયબ જોવા મળ્યા. હવામાન વિભાગ (IMD) અનુસાર, 4 થી 15 જૂન વચ્ચે દેશમાં સામાન્ય 53.7 મિમી વરસાદ થવો જોઈતો હતો, પરંતુ માત્ર 19.2 મિમી વરસાદ થયો. એટલે કે વરસાદમાં 64% નો ઘટાડો નોંધાયો છે. ચોમાસાની ગતિવિધિઓ નબળી પડવાને કારણે 16 રાજ્યોમાં વરસાદની રાહ વધી ગઈ છે. આમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીનો સમાવેશ થાય છે. ચોમાસું દક્ષિણ ભારતથી આગળ વધ્યા પછી મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્ર પ્રદેશની આસપાસ અટકી ગયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકન ખેલાડીને ધક્કો માર્યો, VIDEO:સુપર ઓવરમાં ઈન્ડિયા-Aની હાર પછી બોલાચાલી થઈ, કેપ્ટન તિલક પણ અમ્પાયરો સાથે બાખડ્યો દાંબુલામાં એક રોમાંચક સુપર ઓવર મેચમાં ઈન્ડિયા-Aની હાર થયા બાદ તરત જ વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકા-Aના ખેલાડીને ઉગ્ર ચર્ચાઓ પછી ધક્કો પણ માર્યો હતો. આ ઘટના કુગાથાસ માથુલને સૂર્યવંશીને છેલ્લો બોલ નાખ્યા બાદ તરત જ થઈ હતી. માથુલને પરફેક્ટ યોર્કર નાખ્યો અને જોરદાર સેલિબ્રેશન શરૂ કરી દીધું, જેમાં શ્રીલંકા-Aના અન્ય ખેલાડીઓ પણ જોડાયા. જોકે આનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પણ એવી શંકા છે કે યુવા ઓપનર કાં તો માથુલનની ઉજવણીની રીતથી નાખુશ હતો અથવા મેચ પૂરી થયા પછી તેને કંઈક કહેવામાં આવ્યું હતું. સૂર્યવંશીએ ખેલાડીઓ સાથે ઉગ્ર દલીલો કરવાનું શરૂ કર્યું અને તેણે શ્રીલંકાના એક સ્ટાર ખેલાડીને ધક્કો પણ મારી દીધો. નિરોશન ડિકવેલાએ વચ્ચે પડીને સૂર્યવંશીને અલગ કરવો પડ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. TMCના 20 લોકસભા સાંસદો NCPIમાં જોડાયા:3 વર્ષ પહેલાં પતિ-પત્નીએ આ પાર્ટી બનાવી હતી; સૂત્ર હતું- પક્ષપલટુ નેતાઓને જાકારો તૃણમૂલ કોંગ્રેસના 20 બળવાખોર સાંસદોના વિલિનીકરણ પછી નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI) ચર્ચામાં છે. રેકોર્ડ મુજબ, 3 વર્ષ પહેલાં 2023માં બંગાળના ઉત્તિયા કુંડુ અને શેઉલી કુંડુ નામના કપલે આ પાર્ટીનો પાયો નાખ્યો હતો. પાર્ટીના દસ્તાવેજોમાં ઉત્તિયા કુંડુ પાર્ટીના અધ્યક્ષ છે. પત્ની શેઉલીનું નામ કોષાધ્યક્ષ તરીકે નોંધાયેલું છે. NCPI અધ્યક્ષ ઉત્તિયાએ 13 મેના રોજ ફેસબુક પર બંગાળના CM શુભેન્દુ અધિકારી સાથે પોતાનો ફોટો શેર કરીને તેમને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. હાવડામાં NCPIની ઓફિસ છે, જ્યાં સોમવારે સુરક્ષા દળોની તહેનાતી જોવા મળી હતી. ઓફિસના ગેટ પર ઉત્તિયાએ પોતાને બંગાળી ન્યૂઝપેપરના એડિટર અને શિક્ષક ગણાવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. અમે અમેરિકાના ગુલામ નથી:નેતન્યાહુના મંત્રી બોલ્યા- લેબનોનથી પાછળ નહીં હટીએ, ઇઝરાયલનો US-ઇરાન શાંતિ કરાર માનવાનો ઇનકાર ઇઝરાયલે અમેરિકા અને ઈરાન વચ્ચે થનારા શાંતિ કરારને માનવાનો ઇનકાર કર્યો છે. સંરક્ષણ પ્રધાને પણ કહ્યું છે કે, તેમની સેના દક્ષિણ લેબનોનમાંથી પાછી નહીં હટે. લેબનોન, સીરિયા અને ગાઝામાં બનાવેલા સુરક્ષા ઝોનમાં ઇઝરાયલી સેના અનિશ્ચિતકાળ સુધી તૈનાત રહેશે. બીજી તરફ, ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇતમાર બેન ગ્વીરે શાંતિ કરાર પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું, “અમે અમેરિકાના ગુલામ નથી. ઇઝરાયલ એક સ્વતંત્ર દેશ છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આ કરાર ઇઝરાયલ પર લાગુ પડતો નથી.” પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું કે અમેરિકા-ઈરાન 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં નવો બિઝનેસ શરૂ કરવો હવે સરળ:મહિલા સ્ટાર્ટઅપ્સને એક વર્ષ સુધી દર મહિને ₹30 હજારનું ભથ્થું, ગ્રીન સ્ટાર્ટઅપ્સને ₹50 લાખ સુધીની સરકારી મદદ; જાણો કોને શું મળશે? ગુજરાત સરકારે મહાત્મા મંદિર ખાતે નવી ઔદ્યોગિક નીતિ-2026નું અનાવરણ કરીને રાજ્યને ગ્રીન, હાઈ-ટેક, ઇનોવેશન આધારિત અને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટેનો વ્યાપક રોડમેપ જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કરેલી આ નીતિમાં ઉત્તમ જીવનશૈલી અને ઉત્તમ કમાણીના ડબલ એન્જિન ગ્રોથ મોડલ પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યના અર્થતંત્રને વર્ષ 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનો મક્કમ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને નીતિમાં 21 હાઈ-ટેક સેક્ટર્સને ‘થ્રસ્ટ સેક્ટર્સ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રોકાણકારોને વિશેષ પ્રોત્સાહન મળશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ખેડૂતના ટ્રેક્ટર VS પોલીસનું JCB:ભાજપ સરકાર સામે ધરતીપુત્રોએ હળ ઉગામ્યું, રેલીમાં ઘર્ષણ, એક ખેડૂતનો આપઘાતનો પ્રયાસ; કોંગ્રેસની સભાનો ફિયાસ્કો થતાં પાલ આંબલિયા રડી પડ્યા ખેડૂતોના અધિકારો માટે આજે (15 જૂન) કોંગ્રેસે ટ્રેક્ટરો સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી હતી. આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા હતા. કોંગ્રેસે કુલ 5 માગણી સરકાર સમક્ષ મૂકી હતી. કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટીયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણીએ યાત્રાનું સંકલન કર્યું હતું. શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચતા હોબાળો થયો હતો. કોંગ્રેસની ટેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી નહીં હોવાથી પોલીસે રેલીને અટકાવતા મામલો બિચક્યો હતો. એક સમયે ખેડૂતના ટ્રેક્ટર VS પોલીસનું JCB જેવી સ્થિતિ સર્જાઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : PM મોદી સ્લોવાકિયાના વડાપ્રધાનને મળ્યા:ભારત આવવા આમંત્રણ આપ્યું; વંદે માતરમ પર્ફોર્મન્સ અને પરંપરાગત રીત-રિવાજ મુજબ બ્રેડ-મીઠાથી મોદીનું સ્વાગત કર્યુ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : આકાશમાંથી સીધું રસ્તા પર પડ્યું પાકિસ્તાની એરક્રાફ્ટ:આંખના પલકારામાં જ અગનગોળો બન્યું, બંને પાયલટના મોત; જુઓ VIDEO વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રામ મંદિરમાં ચોરીની તપાસ માટે SIT પહોંચી:50 કર્મચારીઓ રડારમાં, ઘણાં 5 વર્ષમાં કરોડપતિ થયા; અત્યાર સુધીમાં 2 કરોડ રોકડા મળ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ:વ્હાઇટ હાઉસમાં અત્યાર સુધીની સૌથી મોંઘી મેચ, જીત પછી ફાઇટર રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ભારતની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર લોન્ચ:85% ઇથેનોલથી ચાલતી વેગન-આર ₹7.24 લાખમાં મળશે, પેટ્રોલ મોડેલ કરતાં ₹86,000 મોંઘી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ટ્રાઈ સિરીઝ: સુપર ઓવરમાં ઈન્ડિયા-A હાર્યું:શ્રીલંકાના 17 રનના ટાર્ગેટ સામે માત્ર 9 રન જ બનાવી શક્યું; વૈભવ અને શ્રીલંકન પ્લેયર્સ બાખડ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 396 વર્ષ બાદ સદીનો સૌથી મોટો મહાસંયોગ!:સોમવતી અમાસ અને મિથુન સંક્રાંતિ, ત્રિગ્રહી-બુધાદિત્ય યોગ; મિથુન-સિંહ સહિત ચાર રાશિનો ભાગ્યોદય થશે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પગ વિના એવરેસ્ટ સર કર્યો રશિયાના રુસ્તમ નાબીવે પગ વિના માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચીને ઇતિહાસ રચ્યો. રુસ્તમ રશિયન સેનામાં હતા. 2015માં મિલિટરી બેરેકની ઇમારત ધરાશાયી થતાં તેમના બંને પગ કપાઈ ગયા હતા, પરંતુ તેમણે હાર ન માની. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : ઠગે 11 મિલકતો પર લોનનું બારોબાર સેટિંગ પાડ્યું: અમદાવાદના મૂળ માલિકોના ઘરે કરોડોની નોટિસ પહોંચતા ભાંડો ફૂટ્યો, નકલી કાગળથી 7 બેંકોની સિસ્ટમ હલાવી 2. આજનું એક્સપ્લેનર: અમેરિકા-ઈરાન યુદ્ધમાં કોણ જીત્યું; કોણે ડીલ કરાવી, પેટ્રોલ-ડીઝલ ક્યાં સુધી સસ્તું થશે; 7 સવાલોમાં સંપૂર્ણ કહાની 3. Editor's View: અમેરિકા-ઈરાન યુદ્ધ પર મહાબ્રેક!: 107 દિવસ બાદ ટ્રમ્પને ચીન ઘૂંટણીયે લાવ્યું? તેલ-ગેસ ક્યારે સસ્તાં થશે? તમારા ખિસ્સાના 5 ફાયદાનું ગણિત અને નેતન્યાહુના પતનનું એનાલિસિસ 4. ભાસ્કર એક્સક્લૂસિવ : ડિમોલિશનના 12'દિ પહેલાં બિલ્ડરે JCBથી ખેલ પાડ્યો, CCTVમાં ઘટસ્ફોટ: પાલિયા પ્રોજેક્ટના લાખાણીએ નાસીરનગરમાં આંગળી ચીંધીને ઘર પડાવ્યા હતા, ભાજપ કાર્યકર ઝાકિર શાહ સાથે હતો 5. પારકી પંચાત : યુથ કોંગ્રેસની મશાલ લાયબંબાથી ઓલવવી પડી: મંત્રી માંડવિયા ગિલ્લી ઉડાવવાનું ચુકી ગયા; પોલીસવાળા સાહેબે બાફ્યું, ‘સરકારની સેવા માટે છીએ’ 6. ગ્રાઉન્ડ રિપોર્ટ : અદાણીના વીજ થાંભલા સામે ખેડૂતો મેદાને પડ્યા: કહ્યું-કોઇ અભણ પણ ન બોલે એવા શબ્દો મુખ્યમંત્રી બોલ્યા, અમારા જ ખેતરમાં જવું હોય તો કાગળિયા માગે 7. 10 મંદિરો ઉડાવી દેવાની ધમકી, કોણ છે ખાલિસ્તાન નેશનલ આર્મી: પાકિસ્તાન-અઝરબૈજાનમાં મીટિંગ, 7 રાજ્યોમાં નેટવર્ક; RSS હેડક્વાર્ટર પણ નિશાને 8. મંડે મેગા સ્ટોરી : પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની કહાણી: ભારતે કેવી રીતે ગુમાવ્યું, શું તે પાછું મળી શકે; આસિમ મુનીરે પ્રદર્શનકારીઓ પર AK-47 કેમ ચલાવડાવી 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ મંગળવારનું રાશિફળ:ગ્રહદશા બદલાતા વૃશ્ચિક અને મીન રાશિના નસીબના દ્વાર ખુલશે, મેષ અને મિથુન રાશિએ ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    અમેરિકા-ઈરાન વચ્ચે પીસ ડીલ પર ડિજિટલ સહી થઈ:19 જૂને જિનીવામાં ઔપચારિક ડીલ; ઈરાનને ₹28 લાખ કરોડ આપી શકે છે અમેરિકા
    Next Article
    FIFA World Cup 2026, Iran vs New Zealand Live Score: Elijah Just scores brace to give NZL 2-1 lead

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment