Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિરદાવાયા‎:જિલ્લામાં સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ રમતવીરોનું સન્માન

    4 days ago

    કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર 21મી સુધી વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અન્વયે આજરોજ અમરેલી સ્થિત શાંતાબા ઓડિટોરિયમ ખાતે પ્રભારીમંત્રી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં સંબોધન કરતા જિલ્લા પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, વડાપ્રધાને દેશમાં સાચી લોકશાહી પ્રસ્થાપિત કરવાનું કામ કરીને દેશને અનેકવિધ જનકલ્યાણ કેન્દ્રિત વિકાસકાર્યોની ભેટ અર્પણ કરી છે. લોકકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માણસના જીવનમાં પરિવર્તન લાવી રહ્યો છે. સાથે અનેક સામાજિક અભિયાનો થકી દેશને એકતાના મજબૂત સૂત્રમાં બાંધવાનું કામ પણ વડાપ્રધાને કર્યું છે, જેના થકી સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, વડાપ્રધાને અનેક પડકારો સામે લડીને દેશને વિકાસની યાત્રાએ આગળ ધપાવ્યો છે. હવે, વિકાસની નવી કેડી કંડારવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પણ કરોડોના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પો આકાર પામી રહ્યા છે. પૂર્વમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે, વડાપ્રધાન સમગ્ર દેશવાસીઓ માટે કરી રહ્યા છે. તેમણે દેશમાં વિશ્વાસનું તત્વ જીવંત કર્યું છે. આ તકે કેન્દ્ર સરકારની સિદ્ધિઓની પ્રદર્શનીને અમરેલી સ્થિત સિનિયર સિટીઝન પાર્ક ખાતે ખુલ્લી મુકી હતી. સંમેલનમાં જિલ્લામાં સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આત્મહત્યા:જમીનના રસ્તા વિવાદથી આધેડે ઝેરી દવા પીધી
    Next Article
    Iran vs New Zealand LIVE Score | FIFA World Cup 2026 IRN vs NZL Match LIVE Updates: Pre-Revolutionary Iran Flags Seen At Stadium Ahead Of NZ Match

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment