Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધિકમાસમાં સંતવાણી:પૈસાની દોડમાં ચારિત્ર્ય ન ગુમાવો, ખોટી રીતે કમાયેલા પૈસા રાતની ઊંઘ છીનવી શકે છે: સાધુ પ્રેમવત્સલદાસજી

    1 day ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે જણાવ્યું હતું કે, આખી દુનિયા 'પૈસાની દોડ'માં સામેલ છે, પરંતુ આ દોડમાં ચારિત્ર્ય ન ગુમાવવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જીવન જીવવા માટે પૈસા જરૂરી છે. સારું ઘર, ગાડી અને અન્ય સુખ-સુવિધાઓ પૈસાથી મળે છે, પરંતુ શું પૈસા જ સર્વસ્વ છે? ખોટી રીતે કમાયેલા લાખો રૂપિયા રાતની ઊંઘ છીનવી શકે છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ સમજાવ્યું કે પૈસા સાધન છે, સાધ્ય નથી. પૈસાથી પથારી ખરીદી શકાય, પણ ઊંઘ નહીં; પુસ્તકો ખરીદી શકાય, પણ જ્ઞાન નહીં. સૌથી મહત્ત્વનું એ છે કે પૈસાથી દુનિયાને છેતરી શકાય, પરંતુ અંતરાત્મા અને ભગવાનને નહીં. તેમણે ઉમેર્યું કે જ્યારે કોઈ વ્યક્તિ નીતિમત્તા છોડીને, કોઈનું ખરાબ કરીને કે ખોટા રસ્તે પૈસા કમાય છે, ત્યારે શરૂઆતમાં તેને આનંદ મળે છે અને તિજોરી ભરાય છે, પરંતુ તેનું ચારિત્ર્ય ખાલી થતું જાય છે. અધર્મથી કમાયેલા પૈસા પોતાની સાથે તણાવ અને ભય લાવે છે. આજે જે ભ્રષ્ટાચાર કે ખોટું કામ ફાયદાકારક લાગે છે, તે ભવિષ્યમાં આબરૂને નુકસાન પહોંચાડી શકે છે. સમાજમાં જ્યારે આવા કાર્યોની પોલ ખુલે છે, ત્યારે શરમ અને પસ્તાવો વ્યક્તિને આત્મહત્યા જેવા વિચારો તરફ દોરી જાય છે. સાચી સફળતા માત્ર બેંક બેલેન્સ નથી. સાચી સફળતા ત્યારે છે જ્યારે રાત્રે આંખ બંધ કરતી વખતે કોઈ ચિંતા ન હોય કે 'કાલે કોઈ પકડી લેશે તો?' કે 'મારી આબરૂ જશે તો?'. તેમણે સિદ્ધાંત આપ્યો કે મહેનત એવી રીતે કરવી જોઈએ કે ખિસ્સામાં પૈસા હોય અને હૃદયમાં શાંતિ હોય. આવા જીવન પર શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સાચા સંતોના આશીર્વાદ હંમેશા રહે છે.
    Click here to Read More
    Previous Article
    Tiny ‘alien-like’ blue octopus discovered near Galápagos stuns scientists
    Next Article
    UPSC Prelims Result 2026 LIVE Updates: Civil Services prelims, IFS results out; check next steps

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment