Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા કસ્ટોડિયલ ડેથ કેસ:શેખ બાબુ હત્યા પ્રકરણમાં સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બદલ્યા, એડવોકેટ અતુલ વ્યાસની નિમણૂક

    4 days ago

    વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચકચારી શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ કેસમાં ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આ હાઈ-પ્રોફાઈલ કેસની કાનૂની કાર્યવાહી માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (SPP)ની નિમણૂકમાં ફેરફાર કર્યો છે. ગૃહ વિભાગ દ્વારા અગાઉ નિયુક્ત કરાયેલા એડવોકેટ શૈલેન્દ્રસિંહ ઘરિયાની નિમણૂક તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે અને તેમના સ્થાને હવે વડોદરાના જાણીતા એડવોકેટ અતુલ વ્યાસની SPP તરીકે નિમણૂક કરવામાં આવી છે. ચોરીની શંકામાં પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે, 10 December 2019ના રોજ બપોરના સમયે ચોરીના ગુનાની કબૂલાત કરાવવાના બહાને ફતેગંજ પોલીસ સ્ટેશનના એલઆરડી (LRD) પંકજ સહિત ત્રણ પોલીસ કર્મીઓ શેખ બાબુને ટીપી-13 વિસ્તારમાંથી પકડીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. જ્યાં ફતેગંજ પોલીસ સ્ટેશનના કોમ્પ્યૂટર રૂમમાં શેખ બાબુને ખુરશી સાથે પ્લાસ્ટિકની દોરીથી બાંધીને તત્કાલિન પીઆઈ, પીએસઆઈ અને 4 LRD જવાનોએ ઢોર માર માર્યો હતો. પોલીસના આ થર્ડ ડિગ્રી ટોર્ચરના કારણે શેખ બાબુનું કસ્ટડીમાં જ કરુણ મોત નીપજ્યું હતું. પાપ છુપાવવા માટે આરોપી પોલીસકર્મીઓએ મૃતદેહને આયોજનપૂર્વક સગેવગે કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. CID ક્રાઇમની તપાસ બાદ 6 પોલીસકર્મીઓ હાલ જેલના સળિયા પાછળ આ ચકચારી ઘટના સામે આવ્યા બાદ સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં તત્કાલિન પીઆઈ (PI) ધર્મેન્દ્રસિંહ ગોહિલ, પીએસઆઈ (PSI) દશરથ રબારી, અને ચાર કોન્સ્ટેબલ પંકજ, યોગેન્દ્રસિંહ, રાજેશ તથા હિતેશ સામે પ્રોટેક્શનમાં રહેલી વ્યક્તિની હત્યા કરવાનો ગુનો દાખલ થયો હતો. શેખ બાબુ હત્યા પ્રકરણની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર દ્વારા આની તપાસ ગાંધીનગર સીઆઈડી (CID) ક્રાઇમને સોંપવામાં આવી હતી. સીઆઈડી ક્રાઇમે તપાસ સંભાળતાની સાથે જ કાયદાના સિંજામાં ફસાયેલા તમામ 6 આરોપી પોલીસકર્મીઓ ગણતરીના દિવસોમાં હાજર થઈ ગયા હતા અને હાલમાં તેઓ જેલમાં સજા કાપી રહ્યા છે. લીગલ ડિપાર્ટમેન્ટે લીધો નિર્ણય અગાઉ કાયદા વિભાગ (Legal Department)ના ઠરાવ અન્વયે આ કેસની કાનૂની લડત સરકાર પક્ષે લડવા માટે એડવોકેટ શૈલેન્દ્રસિંહ ઘરિયાની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરાઈ હતી. જોકે, તાજેતરમાં સરકાર દ્વારા કરવામાં આવેલી આંતરિક પુનઃવિચારણા બાદ આ ઓર્ડર રદ કરવામાં આવ્યો છે. હવે વડોદરાના એડવોકેટ અતુલ વ્યાસ સરકાર તરફથી કોર્ટમાં મજબૂત પક્ષ રજૂ કરશે. પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે હવે આ કેસમાં કાનૂની ગતિવિધિઓ વધુ ઝડપી બને તેવી શક્યતા સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    FIFA World Cup 2026, Spain vs Cape Verde Football LIVE Score: ESP 0-0 CPV after 25 mins in Atlanta
    Next Article
    18 જૂને રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે:સેલ્સ એક્ઝિક્યુટિવ, કેશિયર અને સર્વિસ એન્જિનિયર સહિતની 150થી વધુ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment