Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હુમા કુરેશીએ બોયફ્રેન્ડને 'હાર્ડ લોન્ચ' કર્યો:રચિત સિંહના એક્ટિંગ ડેબ્યૂ પર લખ્યું, 'બનારસના છોકરાએ કોઈ શોર્ટકટ લીધો નથી'; એક્ટરે પણ પ્રેમ વરસાવ્યો

    8 hours ago

    ‘જોલી LLB 2’ ફેમ એક્ટ્રેસ હુમા કુરેશીએ પોતાના રૂમર્ડ બોયફ્રેન્ડ રચિત સિંહને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'હાર્ડ-લોન્ચ' કર્યો છે. રચિત સિંહ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 'બેબી ડુ ડાઈ ડુ'થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યો છે, જેમાં હુમા કુરેશી પણ મુખ્ય ભૂમિકામાં છે. હુમાએ સોશિયલ મીડિયા પર રચિતની તસવીરો શેર કરતા તેના એક દાયકા લાંબા સંઘર્ષ અને કામ પ્રત્યેની તેની ધગશની પ્રશંસા કરી છે. તેના જવાબમાં રચિતે પણ હુમાને પોતાની સૌથી મોટી સપોર્ટર ગણાવી છે. ગયા વર્ષે બંનેની સગાઈના સમાચાર સામે આવ્યા હતા. બનારસથી મુંબઈ સુધી 10 વર્ષ સંઘર્ષ કર્યો હુમા કુરેશીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, રચિત ઉત્તર પ્રદેશના બનારસનો રહેવાસી છે. તે એક્ટર બનવાનું સપનું લઈને મુંબઈ આવ્યો હતો. જ્યારે તેને તરત સફળતા ન મળી, ત્યારે તેણે હાર ન માની. હુમાએ જણાવ્યું કે, રચિતે છેલ્લા 10 વર્ષમાં ઘણા અન્ય કલાકારોને તાલીમ આપી, તેનો મેન્ટર બન્યો અને વર્કશોપ્સમાં કામ કર્યું. તે પડદા પાછળ રહીને બીજાઓને આગળ વધારતો રહ્યો અને પોતાના સાચા સમયની રાહ જોતો રહ્યો. તેણે એક્ટિંગ માટે ક્યારેય કોઈ શોર્ટકટ અપનાવ્યો નહીં અને પોતાના કામ પર વિશ્વાસ રાખ્યો. રચિતે કહ્યું- 'હુમા સૌથી મોટી સપોર્ટર' હુમાની આ પોસ્ટ પર રચિત સિંહે પણ કમેન્ટ કરતા લખ્યું, 'હાર્ડ-લોન્ચ કરવા બદલ આભાર હુમી. આ પોસ્ટ વાંચ્યા પછી મને અહેસાસ થયો કે હું ખરેખર ઘણા સમયથી આ ઇન્ડસ્ટ્રીમાં છું.' તેણે હુમાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, 'જ્યારે મને પોતાના પર વિશ્વાસ નહોતો થતો, ત્યારે પણ હુમીએ મારો સાથ આપ્યો અને મારા પર વિશ્વાસ જાળવી રાખ્યો.' રચિતે હુમાના વખાણ કરતા કહ્યું કે, 'તે એવી વસ્તુઓ નોટિસ કરે છે, જે અવારનવાર લોકો છોડી દે છે અને તેની પાસે પોતાની વાતને શબ્દોમાં કહેવાની ઉત્તમ રીત છે.' સોનાક્ષીના લગ્નમાં સાથે જોવા મળ્યા હતા હુમા કુરેશી અને રચિત સિંહના સંબંધોના સમાચાર સૌથી પહેલા ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે સિંગર અકાસા સિંહે સોશિયલ મીડિયા પર બંનેની તસવીર શેર કરી હતી. આ પછી એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલના લગ્નના ફંક્શન્સમાં પણ બંને એક સરખા ગુલાબી રંગના આઉટફિટમાં સાથે જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રચિતે અમેરિકામાં હુમાને પ્રપોઝ કર્યું હતું, જેના પછી હુમાએ પ્રપોઝલ સ્વીકારી લીધું હતું. જોકે, બંનેએ હજુ સુધી પોતાના સંબંધોને જાહેરમાં ઓફિશિયલ કર્યા નથી. 3 જુલાઈએ ફિલ્મ રિલીઝ થશે બંને કલાકારો ફિલ્મ 'બેબી ડુ ડાઈ ડુ'માં એકસાથે જોવા મળશે. આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે, જેનું ડિરેક્શન નચિકેત સામંતે કર્યું છે. ફિલ્મમાં હુમા કુરેશી 'બેબી કરમાકર' નામની એક એવી કોન્ટ્રાક્ટ કિલરની ભૂમિકા ભજવી રહી છે, જે સાંભળી શકતી નથી. જ્યારે રચિત સિંહ ફિલ્મમાં 'સિદ્ધુ'ના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં સીમા પાહવા, સિકંદર ખેર, ચંકી પાંડે, હિમાંશુ મલિક અને અરુણ કુશવાહા પણ મહત્વના પાત્રોમાં છે. આ ફિલ્મ 3 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. નોલેજ પાર્ટઃ 'હાર્ડ લોન્ચ' જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પાર્ટનર કે પ્રેમ સંબંધ વિશે દુનિયા સામે અચાનક અને સીધેસીધી જાહેરાત કરી દે, તેને 'હાર્ડ લોન્ચ' કહેવાય છે.
    Click here to Read More
    Previous Article
    Iran-US War: Iran-America Deal पर भड़का Israel, डील मानने से किया इंकार ! | Trump | Top News
    Next Article
    Editor's View: અમેરિકા-ઈરાન યુદ્ધ પર મહાબ્રેક!:ડીલ ફાઇનલ થતાં 5 મોટા ફાયદા, હવે પેટ્રોલ-ડીઝલ-ગેસ સસ્તાં થઇ શકે, ચીનનાં જાળામાં ટ્રમ્પ ફસાયા, નેતન્યાહૂના દિવસો ભરાયા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment