Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અપમાન કરવા બોલાવો છો, ચૂંટણી જીતીને આવી છું':સરકારી કાર્યક્રમમાં દર્શનાબેનનું અપમાન, વોકઆઉટ સાથે રાજીનામાંની ચીમકી, મનસુખ વસાવા પણ ધરણાં પર બેઠા

    5 days ago

    રાજપીપળાના આંબેડકર હોલ ખાતે વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘પ્રબુદ્ધ નાગરિક સન્માન’ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે. કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખનું અપમાન થતાં અને પ્રોટોકોલ ન જળવાતાં તેઓ કાર્યક્રમ છોડીને બહાર નીકળી ગયા હતા. આટલું જ નહીં, તેઓ ઉગ્ર નારાજગી સાથે ગાંધી ચોક, વડીયા ખાતે ધરણાં પર બેસી ગયા છે, જ્યાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ તેમના સમર્થનમાં ધરણાંમાં જોડાયા છે. કાર્યક્રમમાં ધારાસભ્યનું યોગ્ય સ્વાગત કરવામાં ન આવ્યું મળતી માહિતી મુજબ, આ સરકારી કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વનમંત્રી ગણપતસિંહ વસાવા સહિતના અગ્રણીઓ હાજર હતા. કાર્યક્રમમાં સ્થાનિક મહિલા ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખનું યોગ્ય સ્વાગત કરવામાં આવ્યું ન હતું અને પ્રોટોકોલ જાળવવામાં આવ્યો ન હતો. સતત થઈ રહેલી ઉપેક્ષાથી નારાજ થઈને ધારાસભ્ય અધવચ્ચે જ કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા. ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની ચીમકી ધરણાં પર બેઠેલા ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતાં ભાજપ સંગઠન અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ રાવ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મારું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના એક મોટા મંત્રીનું પીઠબળ હોવાને કારણે જિલ્લા પ્રમુખ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. લોકસભા કે અન્ય ચૂંટણીઓમાં સંગઠને પોતાની મનફાવતી વ્યક્તિઓને ટિકિટો વહેંચી દીધી અને મનમાની કરી, જેના કારણે જ આપણે ચૂંટણી હાર્યા છીએ. "આ આદિવાસીઓનું અપમાન છે": સાંસદ મનસુખ વસાવા ધારાસભ્યના સમર્થનમાં તાત્કાલિક દોડી આવેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ તેમની સાથે ધરણાં પર બેસી ગયા છે. સાંસદે આ મામલાને આદિવાસી અસ્મિતા સાથે જોડીને સંગઠન સામે મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ આકરા શબ્દોમાં જણાવ્યું કે, આ માત્ર એક ધારાસભ્યનું અપમાન નથી, પરંતુ અમારા સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. પાર્ટી વિરોધી અને સરમુખત્યારશાહી વલણ ધરાવતા જિલ્લા પ્રમુખ નીલ રાવનું તાત્કાલિક રાજીનામું લઈ લેવું જોઈએ. મંત્રીઓની સમજાવટ નિષ્ફળ, ધારાસભ્યએ સર્કિટ હાઉસ જવાની ના પાડી આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કાર્યક્રમ પૂરો કરીને પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ગણપત વસાવા સીધા રાજપીપળા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. ડેમેજ કંટ્રોલ કરવા માટે મંત્રીઓએ નારાજ ધારાસભ્ય ડૉ. દર્શનાબેનને વાતચીત કરવા સર્કિટ હાઉસ તેડાવ્યા હતા. પરંતુ, ધારાસભ્યએ મંત્રીઓને મળવા જવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો અને ન્યાય ન મળે ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવાની જીદ પકડી છે. વડાપ્રધાનના સુશાસનના કાર્યક્રમમાં જ ભાજપના સાંસદ અને ધારાસભ્ય પોતાની જ સરકાર અને સંગઠન સામે ધરણાં પર બેસી જતાં નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. હવે ગાંધીનગર હાઈકમાન્ડ આ મામલે શું પગલાં લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    Flying from Noida International Airport? Check all routes, airlines and latest ticket prices
    Next Article
    Surat Demolition Update LIVE | સુરતમાં ડિમોલીશન અંગે 2023નો વીડિયો વાયરલ | Bulldozer | SMC | Crime

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment