Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડાના મોટા સખપર ગામે કોળી-ઠાકોર સમાજનું સંમેલન:અન્યાય સામે એકતા, વિકાસ અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા

    6 days ago

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપર ગામે કોળી-ઠાકોર સમાજનું વિશાળ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સમાજ પર થતા અન્યાયના વિરોધ સાથે એકતા, વિકાસ અને ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ ગામોમાં સમાજના લોકો સામે થયેલા ખોટા કેસો પરત ખેંચવાની પણ માંગ ઉઠી હતી. આ સંમેલન કોળી સમાજના આગેવાનો પર થયેલા હુમલાઓ અને સમાજ પર થતા અત્યાચારના વિરોધમાં આયોજિત કરાયું હતું. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો એકત્રિત થયા હતા. સંમેલનમાં સમાજના શૈક્ષણિક, આર્થિક, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજકીય વિકાસને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લામાં સમાજ સાથે થયેલા અન્યાય સામે ન્યાય મેળવવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે એકજૂટ થઈ લડત આપવાનો સંકલ્પ લેવાયો હતો. હડદડ, લાઠી, કોટડા, માંગરોળ, સુરત અને વિંછીયા સહિતના વિસ્તારોમાં સમાજના લોકો સામે થયેલા ખોટા કેસો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમમાં વસ્તી આધારિત બજેટ ફાળવવા અંગે પણ ચર્ચા થઈ હતી. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણ કોળીએ દિલ્હી ખાતે યોજાયેલા કોળી સમાજના અધિવેશનની ટીકા કરી હતી અને તેને નેતાગીરી કેન્દ્રિત કાર્યક્રમ ગણાવ્યો હતો. તેમણે સમાજને એકજૂટ થઈ પોતાના હક્ક માટે જાગૃત બનવા અને આગળ આવવા અપીલ કરી હતી. આ સંમેલનમાં વિવિધ રાજકીય પક્ષોના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    TMCના 20 લોકસભા સાંસદોનું NCPIમાં વિલિનીકરણ:કહ્યું- પીએમના નેતૃત્વમાં કામ કરીશું; મહુઆ બોલ્યા- સુદીપ બીમારીના બહાને દિલ્હી ગયા, ગદ્દારી કરી
    Next Article
    ‘There were bodies everywhere’: First responders recall AI171 crash

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment