Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડી સબ-રજીસ્ટ્રાર પાસે ગાંધીનગરથી ખુલાસો મંગાયો:મંદિર-શાળાની જમીનના ખેતીલાયક દસ્તાવેજ નોંધાયા હતા, ચકાસણી કર્યા વિના દસ્તાવેજ સ્વીકારીને નોંધણી કરી હતી

    1 सप्ताह पहले

    કડી સબ-રજીસ્ટ્રાર કચેરી ફરી એકવાર વિવાદમાં આવી છે. વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં કડીના સબ-રજીસ્ટ્રાર દ્વારા જમીનના ટાઈટલની પૂરતી ચકાસણી કર્યા વિના જ નિયમોને નેવે મૂકીને દસ્તાવેજોની નોંધણી કરી દેવામાં આવી હતી. આ મામલે ગાંધીનગર સ્થિત નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પસની કચેરી દ્વારા કડીના સબ-રજીસ્ટ્રાર વી.એમ. ચૌધરીને કારણદર્શક નોટિસ ફટકારીને કડક ખુલાસો માંગવામાં આવ્યો છે. જે જમીન પર વર્ષોથી પ્રાથમિક શાળા, નીલકંઠ મહાદેવનું મંદિર અને સ્થાનિક લોકોના પાકા મકાનો આવેલા છે, તે મિલકતને સરકારી ચોપડે "જૂની શરતની ખેતીની જમીન" દર્શાવીને દસ્તાવેજ નોંધી દેવાયા હતા. આ ગેરરીતિને કારણે મહેસૂલ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ મહેસૂલ વિભાગ અને અધિક નોંધણી સર નિરીક્ષક (અમદાવાદ) ના પત્રોના આધારે થયો છે. કડી સબ-રજીસ્ટ્રાર કચેરીમાં વર્ષ 2025માં વડાવી ગામની જમીનના બે શંકાસ્પદ દસ્તાવેજો નોંધવામાં આવ્યા હતા. દસ્તાવેજ નંબર 19753/2025 હેઠળ, વડાવી ગામના સર્વે નંબર 333 (જૂનો સર્વે નંબર 672) ની 1-14-13 હે.આરે.ચો.મી. જમીન નોંધાઈ હતી. વાસ્તવિક સ્થિતિએ, આ સ્થળ પર પ્રાથમિક શાળા, નીલકંઠ મહાદેવનું મંદિર, તબેલો અને પાકા મકાનો અસ્તિત્વમાં છે. આ મિલકત ખુલ્લેઆમ બિન-ખેતીલાયક હોવા છતાં, દસ્તાવેજમાં તેને "જૂની શરતની ખેતીની જમીન" દર્શાવવામાં આવી હતી. સબ-રજીસ્ટ્રાર વી.એમ. ચૌધરીએ પ્રથમ દ્રષ્ટિએ જ ખામીવાળું ટાઇટલ હોવા છતાં કોઈ ચકાસણી કર્યા વિના દસ્તાવેજ સ્વીકારીને તેની નોંધણી કરી દીધી હતી. આ સિવાય સબ-રજીસ્ટ્રાર કચેરી દ્વારા બીજી એક મોટી બેદરકારી દસ્તાવેજ નંબર 19759/2025માં આચરવામાં આવી છે. વડાવી ગામના સર્વે નંબર 1978 (જૂનો સર્વે નંબર 938) ની 0-16-74 હે.આરે.ચો.મી. જમીન ચોપડે માત્ર 'વાડા' તરીકે દર્શાવેલ હતી. જોકે, વાસ્તવિક સ્થિતિએ આ જમીન પર એટલે કે તરસનીયા પેટા પરામાં અને વડાવી ગામના ખાનગી માલિકીના ખેતરોમાં ગ્રામ્ય લોકોએ મોટા પાયે વસવાટ કરેલો છે અને ત્યાં પાકા મકાનો બનેલા છે. આમ છતાં, આ દસ્તાવેજને પણ "જૂની શરતની ખેતીની જમીન" તરીકે દર્શાવીને મંજૂરી આપી દેવાઈ હતી. ​સરકારી પરિપત્રોના ઉડ્યા ધજાગરા ​રાજ્યના નોંધણી વિભાગ દ્વારા તારીખ 8/1/2021ના રોજ પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ દસ્તાવેજ નોંધતી વખતે જમીનનું ટાઇટલ અને સ્થળની વાસ્તવિક સ્થિતિની કડક ચકાસણી કરવી. કડીના સબ-રજીસ્ટ્રારે આ સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. સરકારી અને ધાર્મિક મિલકતો વાળી જમીનને ખેતીની બતાવીને દસ્તાવેજ નોંધવા પાછળ માત્ર બેદરકારી છે કે કોઈ મોટી મિલીભગત, તે હવે તપાસનો વિષય બન્યો છે. ​ ગાંધીનગરથી લેવાયા કડક એક્શન ​આ ગંભીર ગેરરીતિનો મામલો ગાંધીનગર મહેસૂલ વિભાગ સુધી પહોંચતા નાયબ નોંધણી સર નિરીક્ષક, ગુજરાત રાજ્ય દ્વારા સબ-રજીસ્ટ્રાર કચેરી (કડી) ના શ્રી વી.એમ. ચૌધરી (સર ગ્રેડ-02) ને પત્ર લખીને તાત્કાલિક અસરથી કારણદર્શક નોટિસ ફટકારી છે અને આ બંને દસ્તાવેજો અંગે લેખિત ખુલાસો માંગ્યો છે. ​જો સરકારી કચેરીઓમાં શાળા અને મંદિર જેવી જાહેર મિલકતોના પણ ખોટા દસ્તાવેજો આસાનીથી રજીસ્ટર થઈ જતા હોય, તો તંત્રની પારદર્શિતા સામે સવાલો ઉભા થવા સ્વાભાવિક છે. હવે જોવાનું એ રહેશે કે સબ-રજીસ્ટ્રાર આ મામલે શું ખુલાસો રજૂ કરે છે અને તેમની સામે કેવા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાવાગઢમાં 10-12 બાળકો પરિવારથી વિખૂટા પડ્યા:પોલીસ-દુકાનદારોના વોટ્સએપ ગ્રુપે વાલીઓ સાથે મિલન કરાવ્યું
    Next Article
    FBI Builds A Ghost Town. No One Lives There But Hackers Are Welcome

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment